For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક એકાઉન્ટ માટે, 10 સિક્યોરિટી ટીપ્સ

|
Google Oneindia Gujarati News

સોશ્યિલ મિડીયાની પહોંચ આજે શહેરથી ગામડાઓ સુધી થઈ ગઈ છે. એક રોચક વાત એ સામે આવી છે કે ભારતમાં શહેરની તુલનામાં ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. સોશ્યિલ મિડીયામાં ફેસબુક વિશ્વની પ્રમુખ સાઈટ કહી શકાય. આજે લાખો કરોડો લોકો ફેસબુકના માધ્યમથી પોતાના મિત્રો અને સગાઓ સાથે લિંક, ફોટો, અને વિડીયો વગેરે શેર કરે છે. ફેસબુક ઉપયોગ કરવામાં ઘણું જ સરળ અને રસપ્રદ પણ છે, પણ તેમ છતા ફેસબુકનો ઉપયોગ કરતી વખતે કેટલીક સિક્યોરિટીને લગતી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ બાબતોનું ધ્યાન રાખ્યા વગર આપનું ફેસબુક એકાઉન્ટ અનસેફ પણ હોઈ શકે છે. જેથી અમે તમને કેટલીક સરળ ટીપ્સ આપી રહ્યાં છીએ. જે આપને ફેસબુક એકાઉન્ટ સિક્યોર રાખવામાં મદદરૂપ થશે.

સ્ટ્રોંગ પાસવર્ડ

સ્ટ્રોંગ પાસવર્ડ

હંમેશા એક સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાસવર્ડ બનાવતી વખતે તેમાં લેટર, નંબર અને સિમ્બોલનો ઉપયોગ કરવાથી પાસવર્ડ સ્ટ્રોંગ બનશે.

ઈમેલ આઈ ડી સુરક્ષિત છે કે નહીં

ઈમેલ આઈ ડી સુરક્ષિત છે કે નહીં

એ વાતનું ધ્યાન રાખો કે જે ઈમેલ આઈ ડી પર આપ ફેસબુક એકાઉન્ટ બનાવી રહ્યાં છો તે ઈમેલ આઈ ડી સુરક્ષિત છે કે નહીં. ઈમેલ આઈડીની સુરક્ષાને સુનિશ્ચિત કરી લેવી જોઈએ.

પરમીશન

પરમીશન

ફેસબુક આપના મિત્રોની સાથે ફોલોઅર્સને પણ પોસ્ટ જોવાની પરમિશન આપી દે છે. પરંતુ જો આપ આપની પોસ્ટને માત્ર મિત્રોને જ બતાવવા માંગતા હોવ તો "Who can follow me" ઓપ્શન પર જઈને "Everybody"ની જગ્યાએ "Friends" પર ક્લિક કરો.

એન્ટીવાઈરસ

એન્ટીવાઈરસ

ફેસબુકનો ઉપયોગ મોબાઈલ પર કરો કે પછી કમ્પયુટર પર પણ સારૂં એન્ટીવાઈરસ હોય તે જરૂરી છે.

ટેગ

ટેગ

અનેક વખત એવા ફોટા અને પોસ્ટમાં આપને ટેગ કરવામાં આવે જેને આપ આપના પ્રોફાઈલ અથવા તો ફેસબુક પર નથી બતાવવા ઈચ્છતા. જેનાથી બચવા માટે આપ "Timeline and Tagging Settings"માં જાઓ. ધ્યાનમાં રહે કે 'Who can post on your timeline', 'Who can see posts you're tagged in on your timeline','Who can see what others post to your timeline', તથા 'When you're tagged in a post', 'Who do you want to add to the audience if they can already see it' કરી દો. સાથે જ ફેસબુક એકાઉન્ટ સંબંધીત પ્રશ્નોને પણ જોડી લો.

પર્સનલ મોબાઈલ નંબર

પર્સનલ મોબાઈલ નંબર

ફેસબુક એકાઉન્ટ માટે પોતાનો જ મોબાઈલ નંબર ઉપયોગમાં લેવો અને આ નંબરની પુષ્ટી પણ કરી લેવી.

લોગ આઉટ કરવું

લોગ આઉટ કરવું

કોઈ પણ ડીવાઈઝ પરથી ફેસબુકનો ઉપયોગ કર્યા બાદ ફેસબુક એકાઉન્ટ લોગ આઉટ કરી લેવું.

ચેક કરી લેવું

ચેક કરી લેવું

ફેસબુક પર કંઈ પણ લીંક અથવા તો ડાઉનલોડ કરતા પહેલા ક્રોસ ચેક કરી લેવું.

ફ્રેંડ રીકવેસ્ટ

ફ્રેંડ રીકવેસ્ટ

ફ્રેંડ રીકવેસ્ટને સમજી વિચારીને સ્વીકારવી. બધી ફ્રેંડ રીકવેસ્ટ સ્વીકારવી નહીં, માત્ર એની સ્વીકારો જેને આપ ઓળખો છો.

સ્ટેટસ

સ્ટેટસ

જે પણ ડીવાઈઝનો ઉપયોગ ફેસબુક યુઝ કરવા માટે કરો, તેનું બ્રાઉઝર હંમેશા અપડેટ કરતા રહો.

English summary
Facebook statistics show that it has 250 million active users each with an average 120 friends. More than 1 billion photos are uploaded every month by its users, over 70% of whom use applications like games and quizzes in Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X