હવે વોટ્સઅપ પર રિપ્લાય કરવા માટે ઓનલાઇન હોવાની જરૂર નથી
સામાન્ય રીતે આ ફરિયાદ દરેક વોટ્સઅપ યુઝરને હોય છે કે તે જ્યારે જ્યારે ઓનલાઇન થાય છે ત્યારે તેમના કોન્ટેક્ટસમાં હાજર તમામ લોકો આ વાતને જોઇ શકે છે. ત્યારે યુઝર્સની આ મુશ્કેલનો અંત જલ્દી જ વોટ્સ અપ નીકાળવાની છે. અને હવે તમે ઓનલાઇન થયા વગર પણ તમારા વોટ્સઅપના મેસેજના રિપ્લાય આપી શકશો.
ચેટિંગ એપ્સ વોટસઅપે એક નવો ફિચર અપડેટ કર્યો છે. આ ફિચરથી યૂઝર નોટિફિકેશનથી જ જલ્દી રિપ્લાય કરી શકશે. અને સાથે જ આ ફિચરથી યુઝરને લાસ્ટ સીન અને ઓનલાઇન દિખાવાની મુશ્કેલીમાંથી પણ છૂટકારો મળશે.
વોટ્સઅપના આ નવા ફિચરના કારણે યુઝર્સ વોટ્સઅપ નોટિફિકેશનથી જ સીધો જલ્દી રિપ્લાય કરી શકશે. અને આ માટે તમારે વોટ્સઅપ પણ ખોલવાની જરૂર નહીં પડે. વળી આ દ્વારા તમે ઓનલાઇન આવ્યા વગર કે પછી લાસ્ટ સીનમાં દેખાયા વગર પણ મેસેજના રિપ્લાય કરી શકશો.

આ ફિચર દ્વારા યુઝર કે અન્ય કોન્ટેક્ટસને ખબર પણ નહીં પડે કે યુઝર ક્યારે ઓનલાઇન થયા હતા. વળી યૂઝરના લાસ્ટ સીનમાં પણ તે જ ટાઇમ રહેશે જ્યારે યુઝરે વોટ્સઅપ ખોલ્યું હશે.
નોંધનીય છે કે હાલ તો ફિચર માત્ર ios યૂઝર્સ માટે જ અપડેટ કરવામાં આવ્યો છે. માટે તેનો ફાયદો ખાલી ios યૂઝરને જ થશે. જો કે આ ફિચરનો ફાયદો એન્ડ્રોઇડ યુઝર્સને ક્યારે પણ તેની હાલ કોઇ જાણકારી પ્રાપ્ત નથી.












Click it and Unblock the Notifications
