For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 થેરાપી વિશે વાંચીને આપ બોલી ઊઠશો OMG!

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] આપે અલગ અલગ બીમારીઓને ઠીક કરવા માટેની અલગ અલગ રીતો વિશે ચોક્કસ સાંભળ્યું હશે, પરંતુ આજે અમે આપને જે રીતો અંગે માહિતી આપવા જઇ રહ્યા છીએ તેના વિશે આપે લગભગ જ સાંભળ્યું કે જોયું હશે.

જે વસ્તુઓના ઉપયોગથી આપણે ડરીએ છીએ તે જ વસ્તુઓનો ઉપયોગ કરીને બીમારીને દૂર કરવામાં આવે છે. ચીનમાં આ પ્રકારના પૌરાણિક ઉપચાર પદ્ધતિનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તસવોરો પર ક્લિક કરીને આપ પણ જોઇ શકો છો કે એ અજબ-ગજબની રીતો અંગે જેના વિશે આપે ક્યારેય જોયું નહીં હોય અને વાંચ્યું પણ નહીં હોય...

ફાયર થેરાપી

ફાયર થેરાપી

ચીનમાં અપનાવવામાં આવતી આ થેરેપીમાં સારવાર લેતા દર્દીના શરીર પર આલ્કોહોલ છાંટવામાં આવે છે અને આગ લગાવવામાં આવે છે. આ થેરાપી દ્વારા તણાવ, અવસાદ, શર્દી અને વાંઝણાપણુ તથા કેંસરને પણ દૂર કરી શકાય છે.

સાંપના ઝેરથી હૃદયની સારવાર

સાંપના ઝેરથી હૃદયની સારવાર

ઓસ્ટ્રેલિયામાં મળી આવતી એક સાંપની પ્રજાતીના ઝેરથી હૃદયની બીમારીને દૂર કરી શકાય છે. આ સાંપના ઝેરનો ઉપયોગ હૃદયનો હુમલો થવા પર ઉપયોગમાં લેવાતી દવાઓમાં કરવામાં આવી શકે છે.

વિછીથી થાય છે ઇલાજ

વિછીથી થાય છે ઇલાજ

વિછીનું ઝેર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ દર્દ નિવારક દવાઓમાં અને હૃદયની બીમારીઓમાં કરી શકાય છે.

સ્પાઇડરમાંથી બને છે દવા

સ્પાઇડરમાંથી બને છે દવા

ચિલીમાં મળી આવતા ખાસ પ્રકારના ઝેરીલા સ્પાઇડરનો ઉપયોગ હૃદયની બીમારીના ઉપયોગમાં કરવામાં આવે છે. શોધકર્તાઓ માને છે કે તેનો ઉપયોગ નપુંસકતા દૂર કરવા માટે પણ થઇ શકે છે.

ડંખથી ગઠિયાનું ઇલાજ

ડંખથી ગઠિયાનું ઇલાજ

આ રીત ત્રણ હજાર વર્ષ જૂની છે. જ્યાં મધમાખીના ડંખથી ગઠિયાની સારવાર કરવામાં આવે છે. જેમાં દર્દીના શરીર પર મધમાખીથી ડંખ આપવામાં આવે છે.

અલ્જાઇમરનો ઇલાજ

અલ્જાઇમરનો ઇલાજ

વૈજ્ઞાનિક માને છે કે દક્ષિણ આફ્રીકામાં મળી આવતા પીળા સાપના ઝેરનો ઉપયોગ ભૂલવાના બીમારીને દૂર કરવા માટે કરવામાં આવે છે.

પીડા હારક જોંક

પીડા હારક જોંક

જોંકના અણીદાર મોઢામાંથી એક પ્રકારનો ઝેરીલો પદાર્થ નિકળે છે, જેનો ઉપયોગ પેઇનકિલર દવાઓમાં કરી શકાય છે.

કોબરાનું ઝેર

કોબરાનું ઝેર

ઝેરીલા કોબરાનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે, પરંતુ તેનો ઉપયોગ દવા બનાવવામાં કરવામાં આવે છે.

મધુમેહનો ઇલાજ

મધુમેહનો ઇલાજ

એક ખાસ પ્રકારનો કાચીંડો, જેના ઝેરથી મધુમેહની સારવાર માટેની દવાઓ બને છે. તેના લારમાં એક એનેક્સેડિન-4 નામનું કેમિકલ હોય છે જે લોહીમાં સુગરના પ્રમાણને નિયંત્રિત કરી શકે છે.

English summary
10 Bizarre Medical Treatments You Won’t Believe Exist The universe is full of strange things. Such stuff is hard to believe when you haven’t come across it in your life,. Here are a list of bizarre and weird treatments that actually exist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X