For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 ભારતીય ડાયેટ તમને પાતળા કરી દેશે!

|
Google Oneindia Gujarati News

પહેલા લોકોને કહીએ કે ડાયેટ કરો એટલે તે સમજતા કે હવે તેમનું ખાવા પીવાનું બંધ. પણ હવે ડાયેટમાં પણ નીતનવી પદ્ધતિઓ બહાર આવી છે. અને હવે ડાયટ એટલે ભૂખ્યા રહેવું તેવું નથી.

ત્યારે આજે અમે તમને કેટલીક ભારતીય ડાયેટ વિષે કહીશું. જે તમે તમારા ઘરે અજમાવી શકો છો. પણ હા આ ડાયેટ સાથે યોગ્ય કસરત કરવાનું ના ભૂલતા. દિવસમાં કંઇ નહીં તો ઓછામાં ઓછું 40 મિનિટ ચાલવાનું જરૂરથી રાખજો.

ત્યારે જો તમે યોગ્ય કસરત સાથે યોગ્ય આહાર વાળી આ ડાયેટ કરવા ઇચ્છતા હોવ તો નીચેના સ્લાઇડરમાં જાણો આ 10 ભારતીય ડાયેટ કેવી રીતે કરાય અને તે દ્વારા કેવી રીતે પોતાનું વજન ઓછું કરાય...

રોટી ડાયેટ

રોટી ડાયેટ

જો તમે કોઇ સિરિયસ ડાયેટ કરવા ઇચ્છતા હોવ તો તમે રોટી ડાયેટ કરી શકો છો. જેમાં તમે જુવાર, રાગી, ધઉં, મકાઇ જેવા વિવિધ લોટની બનાવેલી રોટલી અલગ અલગ દિવસે ખાવાની. વધુમાં જેને કબજિયાત હોય અને જે મધુમેહથી પીડાતા હોય તેના માટે આ ડાયેટ છે લાભકારી.

ફળગાવેલા કઠોળ

ફળગાવેલા કઠોળ

સવારે અલગ અલગ પ્રકારના ફળગાવેલા કઠોળ ખાવ. જેમાં લીલા મગનો વધુ ઉપયોગ કરો. વધુમાં તમે તેની પર લીંબુ અને મીઠું નાખી શકો છો.

ફ્રૂટ ડાયેટ

ફ્રૂટ ડાયેટ

જો તમારે જલ્દીથી તમારું વજન ઓછું કરવું હોય તો તમે ફ્રૂટ ડાયેટ પર હાથ અજમાવી શકો છો. ફળોમાં કેલરી ઓછી હોય છે તો આ ડાયેટ તમે અઠવાડિયા માટે લઇને ફરક જોઇ શકો છો.

વેઝી ડાયેટ

વેઝી ડાયેટ

વજન ઓછું કરવા માટે આ ડાયેટ છે ઉત્તમ. તમે વિવિધ ભાજી અને શાક તથા કંદમૂળને તમારી આ ડાયેટમાં એડ કરી શકો છો.

નોવેઝ બંધ

નોવેઝ બંધ

માંસાહારમાં વધુ પ્રમાણમાં પ્રોટિન હોય છે. ત્યારે તે બંધ કરી તને ટોફુ, શાકભાજી ખાઇ હેલ્થી ડાયેટ અપનાવી શકો છો.

લિકવીડ ડાયેટ

લિકવીડ ડાયેટ

અઠવાડિયામાં એક કે પછી બે દિવસ તમે ખાલી લિકવીડ પર રહીને લિકવીડ ડાયેટ કરી શકો છો. તેનાથી બોડી ડિટોક્સીફાઇડ પણ થશે અને તમારા પેટને આરામ પણ મળશે.

વેગન ડાયેટ

વેગન ડાયેટ

વેગન ડાયેટમાં તમે દૂધથી બનાવેલી તમામ વસ્તુઓ ખાવાનું છોડી દો. વધુમાં બ્રેડ જેવી આથો આવની બનતી વસ્તુઓ પણ ખાવાની છોડી દો. જો કે તમે પ્રોટિન અને કેલ્શિયમના સોર્સ માટે ટોફુ ખાઇ શકો છો.

ફાઇબર ડાયેટ

ફાઇબર ડાયેટ

ફાઇબર ડાયેટ તમારા શરીરની ફેટને બાળશે અને તમને એનર્જી આપશે. આ ડાયેટમાં તમે ઓટ્સ, ધઉં, જુવારથી બનેલી વસ્તુઓ ભોજનમાં લઇ શકો છો.

હાઇ પ્રોટિન ડાયેટ

હાઇ પ્રોટિન ડાયેટ

હાઇ પ્રોટિન ખોરાક ખાવ. જો કે આ ડાયેટ સાથે યોગ્ય કસરત કરવી પણ ખૂબ જ જરૂરી છે.

નો કેબ ડાયેટ

નો કેબ ડાયેટ

જે ખોરાકમાં કોર્બોહાઇડેટ્સ વધુ હોય તેવા ખોરાક નહીં ખાવાના. ધીરે ધીરે તમે તમારા ખોરાકમાંથી આવા ખોરાકને ઓછો કરો. આમ કરવાથી તમને તમારું વજન ઓછું કરી શકો છો.

English summary
Who said crash diets are unhealthy? If you follow a proper crash diet that contains the right amount of protein, nutrients, minerals along with a good amount of exercise, then a crash diet can really work wonders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X