For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચૂક વાંચો: ચિકન ખાવાના આ રહ્યાં 11 ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જ્યારે પણ કોઇ વ્યક્તિ પહેલીવાર નોનવેજ ખાવાનું મન બનાવે છે તો તે સૌથી પહેલાં ચિકનથી શરૂઆત કરે છે. આવું એટલા માટે કારણ કે આ શરૂઆત કરવા માટે સૌથી સલામત અને સ્વાસ્થ્ય વર્ધક હોય છે.

ચિકન બનાવવાની રીતથી તેને હેલ્ધી અથવા અનહેલ્ધી કહી શકાય છે. ફ્રાઇ ચિકન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી પરંતુ ઉકાળેલું ચિકન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

આ પ્રકારે સ્ટોર હાઉસમાં મળતું ફ્રોજન ચિકન ખરાબ માનવામાં આવે છે કારણ કે તેને વધુ દિવસો સુધી તાજું રાખવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચિકન જ્યારે પણ લો તો તે તાજુ હોવું જોઇએ. તાજા ચિકનમાં પ્રોટીન સામેલ હોય છે. ચિકન ખાવાથી અનેક ફાયદા થાય છે, આવો આ વિશે જાણીએ-

મસલ્સ બનાવો

મસલ્સ બનાવો

ચિકનને લીન મીટ પણ કહેવામાં આવે છે તેનો અર્થ તેમાં થોડા ફેટ અને ઘણું બધુ પ્રોટીન હોય છે. જેને પોતાના મસલ્સ બનાવવાનો શોખ હોય તેમને ઉકાળેલું ચિકન જરૂર ખાવું જોઇએ.

ભૂખ વધારે

ભૂખ વધારે

તેમાં જિંક જોવા મળે છે જે ભૂખને વધારે છે. એક વાટકી ચિકન સૂપ તમારી ભૂખ વધારી શકે છે.

હાડકાં મજબૂત બનાવે

હાડકાં મજબૂત બનાવે

તેમાં ફોસ્ફોરસ હોય છે જે કેલ્શિયમની સાથે મળીને હાડકાંને મજબૂત બનાવે છે.

હદય માટે ફાયદારક

હદય માટે ફાયદારક

તેમાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે પરંતુ તેની સાથે તેમાં નિયાસિન હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. હંમેશા ચિકનને તેલ અને બટર વિના બનાવવાનો પ્રયત્ન કરો.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે

તેમાં ઘણા પ્રકારના મિનરલ હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને તેજ બનાવે છે. શરદી-ખાંસીને દૂર કરવા માટે ઉકાળેલા ચિકનમાં કાળી મરચું નાખીને ખાવ, આરામ મળશે.

બાળકોની ઉંચાઇ વધશે

બાળકોની ઉંચાઇ વધશે

ચિકનમાં ઘણા બધા એમીનો એસિડ જોવા મળે છે જે બાળકોની લંબાઇ વધારવામાં મદદ કરે છે.

સંધિવાનો દુખાનો નહી થાય

સંધિવાનો દુખાનો નહી થાય

ચિકનમાં સેલીનિયમ નામક મિનરલ જોવા મળે છે. આ જ સેલીનિયમ આગળ જઇને સંધિવા રોગને પેદા થતાં અટકાવી શકે છે.

તણાવ ભગાવો

તણાવ ભગાવો

ચિકનમાં વિટામીન બી5 અથવા પૈંથોથીનિક એસિડ હોય છે જે નસોને શાંત કરે છે.

હાર્ટ એકેટના રિસ્કથી બચાવે

હાર્ટ એકેટના રિસ્કથી બચાવે

તેમાં વિટામિટ બી6 હોય છે જે હોમોસિસ્ટીનનું લેવલ ઓછું કરે છે, જો તમારા હોમોસિસ્ટીન છે તો તમને હાર્ટએટેક આવી શકે છે.

પીએમએસ સિન્ડ્રોમ ઓછું કરે

પીએમએસ સિન્ડ્રોમ ઓછું કરે

ચિકનમાં મેગ્નેશિયમ હોય છે જે પીરિયડ્સ શરૂ થતાં પહેલાં તણાવ ઓછો કરે છે.

મેલ હોર્મોન વધારે

મેલ હોર્મોન વધારે

ચિકન વિશે પુરૂષોની મેલ હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે. આમ એટલા માટે હોય છે કારણ કે તેમાં જિંક હોય છે જો કે તેને મેન્ટેન કરવા માટે કામ કરે છે.

English summary
Fresh chicken is filled with healthy proteins. To make your life easier, we have listed some of the most vital health benefits of eating chicken. Check it out..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X