• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નપુંસકતા અને વંધ્યત્વથી બચવા આ તથ્યો પર કરો એક નજર...

|

બેંગલુરુ, (અજય મોહન) : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 1.90 કરોડ દંપત્તિ ઇનફરટાઇલ એટલે કે નપુંસકતાનો શિકાર બને છે. તેમજ મેડિકલ કાઉંસિલ ઓફ ઇન્ડિયા અનુસાર ભારતમાં આ સંખ્યા 3 કરોડની છે. જરા વિચારો એ ત્રણ કરોડ દંપત્તિ વિશે જેમના મનમાં ક્યાંકને ક્યાંક સંતાન નહીં હોવાનું દુ:ખ રહેતું હશે. ત્રણ કરોડ દંપત્તિ એટલે કે છ કરોડ લોકો, જેમાં પુરુષ અથવા મહિલામાંથી કોઇ એક અથવા બંને માતા કે પિતા બનવામાં અક્ષમ છે.

જો આપ પોતાને સ્વસ્થ્ય જોઇને એવું વિચારી રહ્યા છો કે તમે નપુસંકતા કે વંધ્યત્વના શિકાર નહીં બનો તો તે ખોટું છે. કારણ કે વર્તમાન લાઇફસ્ટાઇલ ધીરે-ધીરે આપને આવા જ ભ્રમના અંધારામાં ધકેલી રહી છે. આપણે આ લેખમાં વાત કરીશું મહિલાઓમાં માતા અને પુરુષોમાં પિતા નહીં બની શકવાના કારણોની અને દુનિયાના મોટા શોધસંસ્થાનોમાં થયેલા શોધ, અને અંતમાં આઇવીએફ ટેક્નોલોજી પર જે આજે નિ: સંતાન દંપત્તિ માટે વરદાન સાબિત થયું છે.

સાથે સાથે આપણે વાત કરીશું વીર્યદાન કરનારાઓ અંગે પણ, જેનું ચલણ આઇવીએફ ટેક્નોલોજી આવ્યા બાદ વધ્યું છે. ઇન-વિટ્રો ફર્ટિલાઇજેશન એટલે કે આઇવીએફ અંગે ગરીબ વ્યક્તિ વિચારી પણ ના શકે. એક મધ્યમ વર્ગીય પરિવાર પર રોજીંદા ખર્ચની તુલનાએ તેમને આ ટેકનોલોજીનો લાભ નહીં લેવા દે. વાત ગરીબ વર્ગની કરીએ તો નિ:સંતાન દંપત્તિઓ આને પગલે ટોટકા અને તંત્રમંત્રની માયાજાળમાં ફસાઇ જાય છે. આવો એક નજર નપુંસક અને વંધ્યત્વ આવવાના તથ્યો પર...

શું કહે છે સર્વેક્ષણ, અને સંશોધનનો રિપોર્ટ

શું કહે છે સર્વેક્ષણ, અને સંશોધનનો રિપોર્ટ

સૌથી પહેલા આપણે ભારત અને અન્ય દેશની આ દિશામાં રજુ કરવામાં આવેલા સર્વેક્ષણ, શોધ અથવા અધ્યયનના રિપોર્ટ પ્રસ્તુત કરીએ છીએ.

ભારતમાં 1.90 કરોડ નપુંસક દંપત્તિ

ભારતમાં 1.90 કરોડ નપુંસક દંપત્તિ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર ભારતમાં 1.90 કરોડ ઇનફરટાઇલ એટલે કે નપુંસક દંપત્તિ છે. તેમાંથી માત્ર 0.1 ટકા જ આઇવીએફથી બાળકોને જન્મ આપવામાં સક્ષમ હોય છે. જ્યારે સર્વે કંપની ક્વિકરિસર્ચના ડેટા પ્રમાણે દેશમાં 3 કરોડ દંપત્તિ સંતાનને જન્મ નથી આપી શકતા.

ભારતમાં 18 ટકા દંપત્તિ લગ્નની ઉંમરે જ નપુંસકતાના શિકાર બને છે

ભારતમાં 18 ટકા દંપત્તિ લગ્નની ઉંમરે જ નપુંસકતાના શિકાર બને છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર ભારતમાં 18 ટકા દંપત્તિ લગ્નની ઉંમરે જ નપુંકતાનો શિકાર બની જાય છે. આની પાછળ ઝડપી થઇ રહેલા શહેરીકરણ, મિલાવટના કારણે તમામ રસાયણોનું શરીરમાં જવું, તણાવ, જરૂરિયાત કરતા વધારે કામ, ઝડપી લાઇફસ્ટાઇલ, અને મોડા લગ્ન થવા જેવા મોટા કારણો છે. કેનેડામાં બે સંશોધન કરવામાં આવ્યા. પહેલું 1984માં અને બીજું 2010માં. પહેલા સંશોધનમાં 18થી 29ની ઉંમરમાં 5 ટકા કપલ ઇનફર્ટાઇલ મળી આવ્યા જ્યારે બીજાં સંશોધનમાં આ સંખ્યા વધીને 13.7 ટકા થઇ ગઇ.

પુરુષ નપુંસક, મહિલાઓ વંધ્યત્વ નહીં

પુરુષ નપુંસક, મહિલાઓ વંધ્યત્વ નહીં

ભારતમાં સદીઓથી જોવામાં આવે છે કે જ્યારે પણ કોઇ દંપત્તિ નિ:સંતાન હોય છે ત્યારે તેનો સંપૂર્ણ દોષ મહિલાના માથે જ થોપી દેવામાં આવે છે. તેમજ તેને વંધ્યત્વ કહીને ટોણા મારવામાં આવે છે. તમામ નાના શહેરોમાં પુરુષોની તપાસ પણ કરાવવામાં આવતી નથી અને દોષ મહિલાઓ પર નાખી દેવામાં આવે છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર ગયા એક દશકમાં મહિલાઓની તુલનામાં પુરુષોમાં નપુંસકતાના મામલા વધ્યા છે. લોકો આને વિપરીત જ સમજે છે કારણે ભારતમાં પુરુષો પોતાની તપાસ કરાવવા સામે નથી આવતા.

મહિલાઓમાં ઇનફર્ટિલીટી વધારવાના કારણ

મહિલાઓમાં ઇનફર્ટિલીટી વધારવાના કારણ

મહિલાઓમાં ઇનફર્ટિલીટીના તમામ કારણો હોય છે. વિભિન્ન સર્વેક્ષણ, શોધના આધારે અમે અત્રે આપની સમક્ષ કેટલાંક તથ્યો રજુ કરીએ છીએ. આ સામાજિક અને વ્યવહારિક કારણ છે, તબીબી નહીં.

અનિયમિત માસિક ધર્મ

અનિયમિત માસિક ધર્મ

જો કોઇ સ્ત્રીને લગ્ન પહેલાથી જ અથવા ક્યારેય પણ અનિયમીત માસિક ધર્મ એટલે કે ઇરરેગ્યુલર મેંસ્ટ્યુરેશનની સમસ્યા છે તો તેઓ સાવધાન થઇ જાય. કારણ કે આગળ જઇને સમસ્યા ગર્ભાસયમાં સંક્રામણનું કારણ બની શકે છે. ગર્ભાશયમાં સંક્રમણના કારણે પ્રેગ્નેન્સી દરમિયાન સમસ્યા આવી શકે છે.

શિપ્ટમાં કામ કરવું

શિપ્ટમાં કામ કરવું

આઇલેન્ડ જ્યુવિશ મેડિકલ સેન્ટર, ન્યૂયોર્કના રિપોર્ટ અનુસાર જે મહિલાઓ નાઇટ શિફ્ટ અથવા અલગ-અલગ સમયે શિફ્ટમાં કામ કરે છે, તેમનામાં માસિક ધર્મ અનિયમિત થઇ જવાનો ભય રહે છે, જેના કારણે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન સમસ્યા આવી શકે છે.

80 ટકા મહિલાઓને ખતરો

80 ટકા મહિલાઓને ખતરો

બ્રિટેન યૂરોપિયન સોસાયટી ઓફ હ્યુમન રિપ્રોડક્શન એન્ડ એન્બ્રયોલોજીની રિપોર્ટ અનુસાર શિફ્ટમાં કામ કરવા, ધુમ્રપાન કરવું, અમુક ઉંમર બાદ લગ્ન કરવા, તેમજ વધારે કામ કરનાર અને તણાવમાં જીવનાર મહિલાઓમાં 33 ટકા મહિલાઓને અનિયમિત માસિક ધર્મની સમસ્યા થઇ જાય છે અને તે 33 ટકામાંથી 80 ટકા ગર્ભ ધારણ કરવામાં ખૂબ જ સમસ્યા આવે છે. જરૂરીયાત કરતા વધારે સ્ટ્રેસ લેનાર મહિલાઓમાં હોર્મોનલ પરિવર્તન આવે છે, જેના કારણે વંધ્યત્વનો શિકાર બનવાનો ખતરો રહે છે.

જરૂરિયાત કરતા વધારે મેકઅપ બને છે વંધ્યત્વનું કારણ

જરૂરિયાત કરતા વધારે મેકઅપ બને છે વંધ્યત્વનું કારણ

યૂએસ હેલ્થ એન્ડ ન્યૂટ્રીશન સર્વેના અહેવાલ અનુસાર જે મહિલાઓ વધારે મેકઅપ કરે છે તેમનામાં વંધ્યત્વ જોવા મળે છે. આની પાછળ તબીબી કારણમાં એ કેમિકલ બતાવવામાં આવ્યા જે સામાન્ય રીતે ક્રીમ-પાઉડરમાં ઉપયોગ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર કેટલીક કંપનીઓ ગોરા બનાવવા અથવા સ્કિન નિખારવાળી ક્રીમમાં એવા કેમિકલનો ઉપયોગ કરે છે, જે થાઇરોઇડની સમસ્યા પેદા કરે છે. અને જે મહિલાઓને થાઇરોઇડ હોય છે, તેમને ગર્ભ ધારણ કરવામાં ખૂબ જ સમસ્યા આવે છે. આ રિપોર્ટ 2010માં આવ્યો હતો.

ઉંમરની સાથે સાથે પ્રેગનેન્ટ થવાની સંભાવના

ઉંમરની સાથે સાથે પ્રેગનેન્ટ થવાની સંભાવના

ઇન્ડિયન મેડિકલ એન્ડ રિસર્ચ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર મહિલાઓમાં ઉંમરની સાથે સાથે પ્રેગનેન્ટ થવાની સંભાવના પણ ઓછી થતી જાય છે. 35થી નીચે આ દર 47.6 ટકા હોય છે, ત્યાં જ 35થી વધારે 37 વર્ષની ઉંમરમાં 38.9 ટકા, 38થી 40 વર્ષની ઉંમરમાં 30.1 અને 41 થી 42 વર્ષની ઉંમરમાં 20.5 ટકા મહિલાઓ જ પ્રેગનેન્ટ થઇ શકે છે.

Dieting

Dieting

કોઇ પણ સ્ત્રીએ પ્રગનેન્ટ થવા માટે યોગ્ય આહારની પણ ખુબ જરૂર છે કારણ કે સ્ત્રી પોતાના શરીરને મેનટેન કરવા ડાયટીંગ કરે છે જેના કારણે ખોરાક ઘટાડી દેછે જો સ્ત્રી યોગ્ય આહાર ના લેતી હોય તો તે ને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા આવી શકે છે.

ધુમ્રપાન અને દારૂ

ધુમ્રપાન અને દારૂ

જે સ્ત્રીઓ ધુમ્રપાન કરે છે અથવાતો દારૂ જેવા વ્યસનોથી ટેવાઇ ગયેલા હોય છે તે ને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. ઘણી વાર એવુ બને કે સ્ત્રી ગર્ભ ધારણ કરી પણ લે તો થોડા સમય બાદ તેને કસુવાવડ થઇ શકે છે. દારૂનું વ્યસન મહિલામાં ફીટલ આલ્કોહલ નામની બીમારી પેદા કરે છે જેના કારણે ગર્ભાશયમાં ઇંડા બનવાનુ બંધ થઇ જાય છે.

મેદસ્વિપણુ અને ડાયાબીટીસ

મેદસ્વિપણુ અને ડાયાબીટીસ

સ્ત્રીઓ માં જરૂરથી વધારે મેદસ્વિતા અને ડાયાબીટીસ પ્રેગનેંટ કરવા મુશ્કેલી ઉભી કરે છે.

પુરૂષોમાં નપુંસકતા કારણ

પુરૂષોમાં નપુંસકતા કારણ

આગળ જાણીશું કે કયા કારણોથી પુરૂષોમાં નપુંસકતા પેદા થાય છે, જે રોગ નિવારક નહીં પરંતુ સામાજીક કે જીવનશૈલી કારણ વીશે જ દર્શાવીશું

સ્ટીરિયોઇડ્સ લેવાથી

સ્ટીરિયોઇડ્સ લેવાથી

જો તમે જીમમાં જોડાઇને તમારી બોડી બનાવી રહ્યા છો અને મસલ્સ માટે સ્ટીરિયોઇડ્સ લઇ રહ્યા હોય તો તે બંધ કરી દેજો તેના કારણે નપુસંકતા આવી શકે છે. આનાથી શુક્રાણુની ઊત્તપતી ઘટી જાય છે.

સતત લેપટોપ પર કામ કરવાથી

સતત લેપટોપ પર કામ કરવાથી

માત્ર એજ નહી પરંતુ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી વ્યક્તિ કે જે પોતાની જાંઘ પર લેપટોપ રાખીને કામ કરે છે તે પણ આના શિકાર બની શકે છે. કારણ કે લેપટોપ માથી ઉત્પન થતી ગરમી વ્યક્તિના યૌન અંગોને ઉતેજીત કરે છે.

આવશ્યક થી વધારે હસ્તમૈથુન

આવશ્યક થી વધારે હસ્તમૈથુન

જે વ્યક્તિ આવશ્યકતાથી વધારે હસ્તમૈથુન કરે છે, તેમના મા પણ વીર્યના ગણ ઘટવા લાગે છે તેના કારણે તેને સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે

લાંબા અંતર સુધી સાઈકલ ચલાવવાથી

લાંબા અંતર સુધી સાઈકલ ચલાવવાથી

રોજ લાંબા અંતર સુધી સાઈકલ ચલાવવાથી લિંગ પાસેનો ભાગ ગરમ થઇ જાય છે જેના કારણે ઈરેક્ટાયલ ડાઈસ્ફંશન એટલે કે લીંગ શીથીલ અવસ્થામાં જ રહે છે જેના કારણે નપુસંકતા આવી શકે છે.

લિંગ સુધી વધુ ગરમી પહોંચે તેવા કોઈ પણ કામ

લિંગ સુધી વધુ ગરમી પહોંચે તેવા કોઈ પણ કામ

લિંગ સુધી વધુ ગરમી પહોંચે તેવા કોઈ પણ કામ કરવાથી તમારા વીર્ય ગણક ઘટી જાય છે અને વ્યક્તિ નપુસંકતાનો શિકાર બની જાય છે. વારંવાર ફેક્ટરીમાં ભઠ્ઠી નજીક કામ કરતા લોકો નપુસંકતાનો શિકાર બની જાય છે.

યૌન સંબંધિત ચેપી બીમારીઓ

યૌન સંબંધિત ચેપી બીમારીઓ

એઇડ્સ માત્ર યૌન સંબંધિત ચેપી બીમારીઓ નથી. આ ઉપરાંત અનેક ડઝનેક બીમારીઓ છે, જે અસુરક્ષિત યૌન સંબંધ સ્થાપિત કરવાથી થાય છે. એ પણ નપુંસકતાનું મોટું કારણ છે. કેટલીક બીમારીઓ જેમ કે, મમ્પસ, ટીબી, બ્રુસિલોસિસ, ગોનોરિયા, ટાઇફોઇડ, ઇન્ફ્લુએન્જા, સ્મોલપોક્સ વિગેરેના કારણે પણ સ્પર્મ કાઉન્ટ ઓછા થઇ જાય છે.

સંભોગ વગર વીર્ય સ્ખલિત થવું

સંભોગ વગર વીર્ય સ્ખલિત થવું

જો તમને જરૂરતથી વધારે સ્વપ્નદોષ થાય છે, અથવા પાર્ટનરની પાસે જતા જ સંભોગથી પહેલા જ વીર્ય સ્ખલિત થાય છે, તો તમને તુંરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ, કારણ કે આ પણ નપુંસકતાનું એક કારણ થઇ શકે છે. જો તમે સંભોગ કરવા માગો છો અને તમારુ લિંગ પણ કડક ના થતું હોય, પહેલા જ વીર્ય સ્ખલિત થઇ જાય છે અથવા તો સંભોગ કરતી વખતે તીવ્ર દુઃખાવો થાય છે, તો તુરંત ડોક્ટરને દેખાડો.

રસાયણોની પાસે રહેવું

રસાયણોની પાસે રહેવું

મોટી-મોટી ફેક્ટરીઓમાંથી નિકળતા રાસાયણિક તત્વ બેંજીન, ટોલ્યુઇન, ઝાઇલીન, પેસ્ટીસાઇડ, હર્બીસાઇડ્સ, ઓર્ગેનિક સોલ્વેન્ટ, પેન્ટિંગ મટીરિયલ, વિગેરે પણ નપુંસકતાનું કારણ બની શકે છે.

આઇવીએફ થી જોડાયેલા થોડા તથ્યો

આઇવીએફ થી જોડાયેલા થોડા તથ્યો

ટેસ્ટ ટ્યૂબ બેબીને કેવી રીતે જન્મ આપવામાં આવે અને તેની પધ્ધતીથી જોડાયેલા થોડા તથ્યો વીશે વાત કરીએ તો

પહેલો ટેસ્ટ ટ્યૂબ બેબી

પહેલો ટેસ્ટ ટ્યૂબ બેબી

સૌ પ્રથમ દુનિયાના પહેલા ટેસ્ટ ટ્યૂબ બેબી 1978 માં જન્મ થયો હતો જેનુ નામ લુઇસ જ્વોય બ્રાઉન હતુ.

બીજુ ટેસ્ટ ટ્યૂબ બેબી ભારતમાં

બીજુ ટેસ્ટ ટ્યૂબ બેબી ભારતમાં

દેશના તમામ લોકોને આજે પણ કદાચ યાદ હશે કે વિશ્વનું બીજુ ટેસ્ટ ટ્યૂબ બેબી ભારતના કોલકતામાં 3 ઓક્ટોબર 1978માં થયો હતો. પહેલું બાળક ઠીક 67 દિવસ બાદ. આ બાળકને પેદા કરનાર ડો. મુક્તોપાધ્યાય અને બ્રિટિશના વૈજ્ઞાનિક રોબર્ટ જી એડવર્ડ અને પેટ્રિક સ્ટીપટો હતા.

ભારતના પહેલા ટેસ્ટ ટ્યૂબ બેબી બનાવનાર ડોક્ટરનુ મોત

ભારતના પહેલા ટેસ્ટ ટ્યૂબ બેબી બનાવનાર ડોક્ટરનુ મોત

તમને એ જાણીને દુઃખ થશે કે જે ડો. મુક્તોપાધ્યાયએ દેશનું પહેલું ટેસ્ટ ટ્યૂબ બેબી આપ્યું, તેમનું મોત સાધારણ નહોતું. વિશ્વની સાથો-સાથ દેશના વૈજ્ઞાનિકો પણ આ ઉપલબ્ધીને માન્યતા આપી નહોતા રહ્યાં. આઇવીએફ પર પેપર પ્રેઝન્ટ કરવા માટે તેમને ટોકિયો જતા રોકવામાં આવ્યા, તો ડો. મુક્તોપાધ્યાયએ 19 જૂન 1981માં આત્મહત્યા કરી લીધી. જો કે, હવે આ બાબતને માન્યતા મળી ગઇ છે. ઓક્ટોબર 1978માં પેદા થયેલા ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ કનુપ્રિયા અગ્રવાલ છે, જે પૂણેમાં રહે છે અને હાલ એમબીએ કરી ચૂકી છે.

અત્યારસુધી 50 લાખ ટેસ્ટ ટ્યૂબ બેબી

અત્યારસુધી 50 લાખ ટેસ્ટ ટ્યૂબ બેબી

2 જુલાઇ 2012 સુધીની ગણતરી અનુસાર વિશ્વભરમાં 50 લાખ ટેસ્ટ ટ્યૂબ બેબી પૈદા થઇ છે. હાલના સમયે આઇવીએફ ટેક્ટિન આવ્યા બાદ દર વર્ષે ટેસ્ટ ટ્યૂબ બેબીના જન્મનો દર વધી ગયો છે. વર્તમાનમાં દર વર્ષે અંદાજે સાડા ત્રણ લાખ ટેસ્ટ ટ્યૂબ બેબી જન્મે છે.

યુરોપમાંથી લાવવામાં આવે છે વીર્ય

યુરોપમાંથી લાવવામાં આવે છે વીર્ય

મુંબઇના ઇનફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ ડો. બક્સીએ તાજેતરમાં ટીઓઆઇને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, 70 ટકા દંપત્તિ ગોરા બાળકની માંગ કરે છે. મુંબઇની ઇનફર્ટિલિટી એક્સપર્ટ અનુસાર ગોરા બાળકો પેદા કરવા માટે યુરોપી. દેશોમાંથી શુક્રાણુ એટલે કે વીર્ય મંગાવવામાં આવે છે. અહીં માત્ર વીર્યને આયાત કરવામા છથી 30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. એટલું જ નહીં ફ્રોજેન અંડે પણ માંગવામાં આવી રહ્યાં છે. અનેકવાર તેની કિંમત 70 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે.

2010 પછી વીદેશથી પણ શુક્રાણુ આવવા લાગ્યા

2010 પછી વીદેશથી પણ શુક્રાણુ આવવા લાગ્યા

ફર્ટિલિટી ક્લિનીકના ડો. બંકેરે જણાવ્યું કે જ્યારથી લોકો વિદેશી વીર્યની માંગ વધુ કરવા લાગ્યા છે, ત્યારથી વિદેશી શુક્રાણુંઓની કિંમત વધી ગઇ છે. કસ્ટમ વિભાગે જ્યારે 2010માં શુક્રાણુ લાવવામાં આવતા ડબ્બાને સીલ કર્યા, ત્યારથી સરકારના એમઓયુ તૈયાર કરીને તેને લાગુ કર્યા, જે પ્રત્યેક હવાઇ મથક અને પોરબંદરમાં હોય છે.

આયવીએફની કીંમત

આયવીએફની કીંમત

ભારત ની વાત કરીએ તો આયવીએફની કીંમત 45 થી 50 હજાર રૂપીયાના ચક્રમાં હોય છે એમા પહેલા ચક્રમાં બાળકનો જન્મ થશે તેવી બેન્કની કોઇ ગેરેંટી હોતી નથી. જો બે થી ત્રણ વર્ષમાં બાળકનો જન્મ થઇ જાય તો ખર્ચ ત્રણથી ચાર લાખ સુધી પહોંચી શકે છે.

બેન્ક અને દાતા વચ્ચે કરાર સહી થયેલ હોવું જોઈએ

બેન્ક અને દાતા વચ્ચે કરાર સહી થયેલ હોવું જોઈએ

બેન્ક અને દાતા વચ્ચે કરાર સહી થયેલ હોવું જોઈએ વીર્ય દાન કરવાના પહેલાના 48 કલાક સુધી હસ્તમૈથુન અથવા સમાગમ ના કરેલુ હોવુ જોઈએ. બેન્કે વ્યક્તિના 10 નમુના લેવાના હોય છે, તે વીર્યની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે સાથે સાથે તેની પ્રવાહીતા પણ ચકાસવામાં આવે છે. વીર્યને બેંકમાં છ મહીના સુધી જ રાખવામાં આવે છે

વીર્ય દાતાને એક ટ્રીપ માટે એક થી બે હજાર રૂપીયા મળી શકે છે

વીર્ય દાતાને એક ટ્રીપ માટે એક થી બે હજાર રૂપીયા મળી શકે છે

વીર્ય દાતાને એક ટ્રીપ માટે એક થી બે હજાર રૂપીયા મળી શકે છે એટલે કે એક વર્ષમાં તે 40 થી 50 હજાર રૂપીયા સુધી કમાઈ લે છે. વીર્ય બેંકમા હસ્તમૈથુન માટે એક ખાનગી રૂમ રાખવામાં આવે છે કોઇ પણ બેંક દાતાની ઓળખ નથી આપી શકતી.

આયસીએમઆરની માર્ગદર્શીકા

આયસીએમઆરની માર્ગદર્શીકા

આયવીએફ માટે કોઇ પણ દંપતી સંબંધિ અથવા તેના મિત્રોના શુક્રાણુ ના લઈ શકે. આયવીએફ માથી પસાર થતા દંપતીને દાતાની ઓળખ આપવી એ ગેરકાયદેસર છે. દંપતીને દાતાની ચામડીનો રંગ, લંબાઇ, વજન, વ્યવસાય, ફૈમિલી બેકગ્રાઉંડ વગેરે જાણી શકે છે.

તમારા અધિકારો

તમારા અધિકારો

સાથે સાથે એ જાણવાનો પણ અધીકાર છે કે તેને કોઇ બીજી બીમારી હતી કે નહી, તેના માટે જરૂર પડ્યે ડીએનએ ફિંગરપ્રિન્ટની પણ માંગ કરી શકો છો. દાતાની ઓળખ છુપાવવી એ ક્લીનિક અને વીર્ય બેંકની જવાબદારી હોય છે. આયસીએમઆર ના કડક નિયમ પ્રમાણે વીર્ય દાતાની ઉમર 21 થી 45 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

દેશોમાં આયવીએફ સારવાર તદ્દન મફત છે

દેશોમાં આયવીએફ સારવાર તદ્દન મફત છે

ઘણા દેશોમાં આયવીએફ સારવાર તદ્દન મફત છે જેમા બેલ્જિયમ, હોલેન્ડ, ઇઝરાયેલ અને થોડા સ્કેન્ડિનેવિયન દેશોનો સમાવેશ થાય છે. જ્યા આયવીએફ સારવારનો ખર્ચ સરકાર ઉપાડે છે. જ્યારે યુનાઇટેડ કિંગડમ પહેલા બે ત્રણ દિવસનો ખર્ચ આપે છે. તે દેશોમાં આ સુવિધા માત્ર ત્યાના નાગરીક માટે જ છે.

ભારત વંધ્યત્વ સારવારને માટે લોકો માટે પ્રિય સ્થળ બની ગયું છે

ભારત વંધ્યત્વ સારવારને માટે લોકો માટે પ્રિય સ્થળ બની ગયું છે

ભારત પુરા જગતમાં વંધ્યત્વ સારવારને માટે લોકો માટે પ્રિય સ્થળ બની ગયું છે કારણકે અહિંયા વૈશ્વિક ટેકનીક છે અને સારવાર માટે ઓછો ખર્ચ થાય છે.

બનાવટી ક્લીનિક પણ ચાલી રહ્યા છે

બનાવટી ક્લીનિક પણ ચાલી રહ્યા છે

જો તમે આયવીએફ દ્વારા સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો કોઇ પણ ક્લીનિકની મુલાકાત લેતા પહેલા એ અવશ્ય જાણકારી મેળવો કે તેની મેડીકલ કાઉન્સીલ પાસેથી માન્યતા પ્રાપ્ત થયેલી છે કે નહીં અથવા તો તે ક્લીનિકનું રિકોગ્નીશન પ્રમાણપત્ર પણ ચકાસી શકો છો. કારણકે ભારતમાં ઘણા લોકો પૈસા કમાવવા માટે ખોટી માહિતી આપે છે અને યુગલો પાસેથી પૈસા પડવી લે છે. આવા વ્યક્તિથી બચવુ જરૂરી છે કારણ કે આ જીવન માટેનું જરૂરી કારણ છે.

ભારત મા 1,200 આયવીએફ ક્લીનિક

ભારત મા 1,200 આયવીએફ ક્લીનિક

આયસીએમઆરની રીર્પોટ પ્રમાણે દેશમાં અંદાજે 1200 આયવીએફ ક્લીનિક છે, જેમા 504 ક્લીનિક અને બાકીના વીર્યબેંક તરીકે કાર્યરત છે. એમાથી માત્ર 150 ક્લીનિકને જ આયસીએમઆરની માન્યતા મળેલી છે.

750 કરોડનો ઉધ્યોગ

750 કરોડનો ઉધ્યોગ

આયવીએફ, સરોગેસી અને વીર્યબેંક આ બધાનો સાથે મળીને 750 કરોડ રૂપિયા કરતા પણ વધારેનો ઉધ્યોગ છે.જેમાના 7ટકા જેટલા એટલે કે 54 કરોડ રૂપિયા વાર્ષીક માત્ર સરોગેસી માટેજ ખર્ચ થાઈ છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more