For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 8 વસ્તુઓ તમે રોજ વાપરો છો, પણ તે છે સ્વાસ્થય માટે ખતરનાક!

|
Google Oneindia Gujarati News

આપણે આપણા શરીરને સાફ કરવા માટે મોટે ભાગે સાબુ, કાન સાફ કરવાની સળી અને લોફ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આપણને લાગે છે કે આ વસ્તુઓ આપણા શરીરને સાફ કરે છે. અને તેને વાપરીને આપણે ચોખ્ખા થઇ જઇએ છીએ. પણ શું તમને ખબર છે કે આપણને ચોખ્ખી કરતી આ તમામ વસ્તુઓ ખૂબ જ ગંદી હોય છે.

આ તમામ વસ્તુઓ ભલે તેવો ભ્રમ ઉત્પન્ન કરે કે તે આપણા શરીરને સાફ કરી રહી છે પણ ખરેખરમાં આ તમામ વસ્તુઓ આપણને વધુને વધુ ગંદા કરી રહી હોય છે. વળી તે આપણા સ્વાસ્થય માટે હાનિકારક અને ખતરનાક પણ છે. તો તેવી કંઇ કંઇ વસ્તુઓ છે જે આપણે રોજ ઉપયોગ તો કરીએ છીએ પણ આપણા સ્વાસ્થય માટે તે બિલકુલ હાનિકારક છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કોટન બડ્ડ

કોટન બડ્ડ

મોટા ભાગના ડોક્ટરોની કાન સાફ કરવા માટેની એક જ સલાહ છે કે આવા કાન સાફ કરવાના રૂની સળીનો ઉપયોગ રોજ રોજ ના કરવો જોઇએ. વળી આવી સળીઓ ધણીવાર તમારા કાનની નાજુક ત્વચાને ઇજાગ્રસ્ત પણ કરી જાય છે. અને તે કાનની અંદર રહેલા સારા વેક્સને પણ નીકાળી દે છે.

એન્ટીબાયોટિક સાબુ

એન્ટીબાયોટિક સાબુ

તમામ એન્ટીબાયોટિક સાબુઓમાં મોટાભાગે ટ્રીસલોસન નામનો એક એજન્ટ રહેલો હોય છે. જેનું કામ એન્ટીબાયોટિક એજન્ટ પર કામ કરવાનું હોય છે. પણ તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તે શરીર પર બિનઉપયોગી સાબિત થાય છે. અને તે યોગ્ય રીતે ખરાબ બેક્ટેરિયાને મારવામાં અક્ષમ સાબિત થાય છે.

બ્લેન્ડર

બ્લેન્ડર

આપણે જ્યૂસ, સ્મુધિઝ જેવા હેલ્થી ડ્રિંક બનાવા માટે જે બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ, તે સફાઇ બાદ પણ અનેક વાર સાબુ અને પાણી રહી જતા હોય છે. માટે જ જ્યારે પણ તમે બ્લેન્ડર યુઝ કરો પહેલા તેમાં થોડું પાણી નાખી બ્લેન્ડરને ગુમાવો પછી તે પાણી નીકાળીને જ્યૂસ બનાવો.

પ્યૂમિક સ્ટોન

પ્યૂમિક સ્ટોન

પ્યૂમિક સ્ટોન સફાઇ માટે અને મેનિક્યોર પેડિક્યોર માટે ખાસ વપરાય છે. પણ તેના લીધે જ ધણીવાર કોઇ બીજાની ચામડીના રોગ તમારી ચામડીમાં પણ આવી જાય છે. વળી તેના કાણામાં પણ ધણીવાર કચરો ભરાઇ જતો હોય છે. માટે જ પ્યૂમિક સ્ટોનને વાપરતા પહેલા તેને ગરમ પાણી નાંખી સાફ કરો પછી જ ઉપયોગમાં લો.

રબરના ચમચા

રબરના ચમચા

દેખાવમાં સુંદર લાગતા આ રબરના બનેલા ચમચા પર કેટલાક રિસર્ચમાં કિટાણું, ઇ.કોલી અને ઇસ્ટ જેવા બેક્ટેરિયા જોવા મળ્યા છે. વળી તેના કાણામાં અનેક વાર સાબુ કે બેક્ટેરિયા ફસાઇ શકે છે. માટે જ આવા કોઇ પણ ચમચાનો ઉપયોગ લેતા પહેલા તેને ગરમ પાણીમાં રાખો અને જાતે સાફ કરીને વાપરો.

સ્ટફ ટોય

સ્ટફ ટોય

સ્ટફ એનિમલ અને ટેડીબેર જેવા ટોય્સ જોવામાં ખૂબ જ ક્યૂટ લાગતા હોય છે પણ તે ડસ્ટની એલર્જીને ટિગર કરવામાં પણ આગળ પડતા હોય છે. આવા સ્ટફ ટોય્સ સારી દુકાન લેવા જોઇએ જેથી તેમાં ગંદું કોટન ભરવામાં ના આવ્યું હોય વળી તેને દર અઠવાડિયા સાફ કરવા પણ ધોવા પણ તેટલું જ જરૂરી છે.

વાઇટનિંગ ટૂથપેસ્ટ

વાઇટનિંગ ટૂથપેસ્ટ

વાઇટનિંગ ટૂથપેસ્ટ તમારા દાંતને સાફ અને સફેદ તો જરૂરથી કરી દેશે પણ આવા ટૂથપેસ્ટનો લાંબા ગાળાનો ઉપયોગ તમારા દાંતને સેન્સીટીવ બનાવી દે છે.

લોફ

લોફ

શરીરની સફાઇ માટે આપણે વિવિધ પ્રકારના લોફ વાપરતા હોઇએ છીએ. જેનાથી આપણા શરીરની ડેડ સ્કીન દૂર થઇ જાય છે. પણ આવા લોફના કાણાંમાં અનેક હાનિકારક બેક્ટેરિયા ભરાઇ જાય છે. અને જો તેની યોગ્ય સફાઇ ના કરવામાં આવે તો આ કિટાણું તમને ચામડીના રોગ આપી શકે છે. માટે સમયે સમયે તેને બદલતા રહો અને ગરમ પાણીમાં થોડી વાર રાખી તેની સફાઇ કરીને તમે તેને શરીર પર ઉપયોગ કરો.

English summary
We often think that the things that we use for cleaning are really healthy. But do you know that there are certain things that are actually harmful to your health? Well, today we are here to discuss about 8 things that are not actually healthy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X