For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવારે કરેલી નાનકડી ભૂલ બની શકે છે એસિડિટીનું કારણ

ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે, જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આજની જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે આ સામાન્ય છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે, જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આજની જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે આ સામાન્ય છે. આ માટે આપણે એવી આદત બદલવી પડશે જે સ્વાસ્થ્યને બગાડી શકે છે અને એસિડિટીનું મોટું કારણ બની જાય છે.

સવારે ઉઠીને આવી ભૂલ ન કરવી

સવારે ઉઠીને આવી ભૂલ ન કરવી

જો તમે ચાના શોખીન છો અને સવારની શરૂઆત ખાલી પેટ ચાથી કરવાનું પસંદ કરો છો, તો તેના કારણે એસિડિટી અને રિફ્લક્સનીસમસ્યા ઉભી થાય છે. કદાચ તમને ખબર નહીં હોય કે, ખાલી પેટે ચા પીવામાં આવે તો પિત્તના રસ પર નકારાત્મક અસર પડે છે, જેનાકારણે એસિડિટી ઉપરાંત ઉબકા આવવાની ફરિયાદો પણ થાય છે.

આ વસ્તુઓથી પણ અંતર રાખો

આ વસ્તુઓથી પણ અંતર રાખો

માત્ર ચા જ નહીં, એવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે, જેનું સેવન સવારે ખાલી પેટ ન કરવું જોઈએ. આમાં મસાલેદાર વસ્તુઓ, ગરમ કોફી, વધુતેલયુક્ત ખોરાક, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે.

એસિડિટીથી બચવા દરરોજ સવારે શું કરવું?

એસિડિટીથી બચવા દરરોજ સવારે શું કરવું?

જો તમે સવારે ચા પીધા વગર જીવી શકતા નથી, તો તમે ચામાં આદુ મિક્સ કરીને પી શકો છો. તેનાથી એસિડિટી થવાની શક્યતા ઓછીથઈ જશે.

સવારના નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, તેનાથી પેટમાં ગેસ નથી થતો અને પાચનતંત્ર પણ સારું રહે છે.

જો તમે સવારે બાફેલા ઈંડા ખાશો તો પેટની કોઈ સમસ્યા નહીં થાય.

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા છે, તેથી તમે તેને દરરોજ સવારે ખાઈ શકો છો, જો કે એસિડિટીથી બચવા માટે તેને વધારે તેલમાં નપકાવો.

જમ્યા બાદ સવારે વોક કરો, તેનાથી એસિડિટીનો ખતરો ઓછો થાય છે.

English summary
A small mistake made in the morning can cause acidity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X