For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Anjeer Benefits : અઢળક ફાયદા આપે છે પલાળેલા અંજીર, જાણો સાચી રીત અને ફાયદા

|
Google Oneindia Gujarati News

Anjeer Benefits : સુકા અંજીર સ્વાદમાં મીઠા હોય છે. આ સાથે ખાવામાં નરમ અને વધુ ચાવવાવાળા હોય છે. અંજીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ સાથે તેમાં ઓછા પ્રમાણમાં સોડિયમ અને ફાઇબર હોય છે. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ અને સુગર સંતુલિત માત્રામાં હોય છે.

રાતભર પલાળેલા અંજીરનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. અંજીરનું સેવન સીધુ પણ કરી શકાય છે. જોકે, પાણીમાં પલાળવાથી તમને વધુ સારા સ્વાસ્થ્ય લાભો મળશે. આખી રાત અંજીરને પલાળી રાખવાથી તેના દ્રાવ્ય ફાઇબરના કન્ટેન્ટને તોડવામાં મદદ મળે છે.

Anjeer Benefits

પલાળેલા અંજીર ખાવાના ફાયદા ચમત્કારિક છે. અંજીર કબજિયાત માટે રામબાણ ઇલાજ સમાન છે. આ સાથે અંજીર પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત અન્ય ઘણા આરોગ્ય લાભો પણ આપે છે.

અંજીરને પલાળવાની સાચી રીત :

  • સૌથી પહેલા સૂકા અંજીરના 2-4 ટુકડા લો
  • જે બાદ પાણીથી ભરેલો એક નાનો બાઉલ લો
  • તેમાં અંજીરના ટુકડા પલાળી દો
  • આ અંજીરના ટુકડાને આખી રાત પલાળી દો
  • જે બાદ સવારે પાણી કાઢી લો
  • ખાલી પેટે પલાળેલા અંજીર ખાઓ
  • આ ઉપરાંત તમે પલાળેલા અંજીરમાં થોડું મધ પણ ઉમેરી શકો છો

પલાળેલા અંજીરના ફાયદા (Anjeer Benefits)

પ્રજનન સ્વાસ્થ્યને આપે છે પ્રોત્સાહન

અંજીરમાં રહેલા ઝિંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. આ ખાવાથી તમારા શરીરને હોર્મોનલ અસંતુલન અને મેનોપોઝ પછીની સમસ્યાઓથી રક્ષણ મળે છે. અંજીર પીએમએસની સમસ્યાને ઓછી કરવામાં પણ મદદ કરી શકે છે.

કબજિયાત મટાડે છે પલાળેલા અંજીર (Anjeer Benefits)

સવારે પલાળેલા અંજીર ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. આનું કારણ એ છે કે, અંજીર દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબરથી સમૃદ્ધ છે, જે આંતરડાની ગતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રહેશે. સામાન્ય રીતે તંદુરસ્ત આહાર લો, જે સંતુલિત અને પૌષ્ટિક હોય, ફળો અને શાકભાજીથી ભરપૂર હોય.

health benefits

હાડકાંને રાખે છે મજબુત (Anjeer Benefits)

અંજીરમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તંદુરસ્ત હાડકાં માટે જરૂરી છે. આપણું શરીર પોતે કેલ્શિયમ ઉત્પન્ન કરતું નથી, તેથી એવા ખોરાકનું સેવન કરવું જરૂરી છે, જે શરીરને કેલ્શિયમ આપે. અંજીર ઉપરાંત, કેલ્શિયમના અન્ય સારા સ્ત્રોતોમાં સોયા, દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે.

health care

વજન ઘટાડવામાં થાય છે મદદરૂપ (Anjeer Benefits)

અંજીરમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જે તેને તમારા આહારમાં સામેલ કરવા માટે ઉત્તમ ખોરાક બનાવે છે, ખાસ કરીને જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો સવારે પલાળેલા અંજીર ખાવાની સાથે, તમે તેને મધ્ય-નાસ્તા તરીકે ખાઈ શકો છો. ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવાને બદલે અંજીર ખાવાથી ઘણા ફાયદા થાય છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે (Anjeer Benefits)

અંજીરમાં ક્લોરોજેનિક એસિડ અને પોટેશિયમ હોય છે, જે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેઓ ડાયાબિટીસથી પીડિત છે અથવા તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માંગે છે, તેમના માટે અંજીર ઉત્તમ છે.

English summary
Anjeer Benefits : know the right way and benefits of Soaked figs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X