For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ જાન્યુઆરીમાં મહિલાઓ માટેની આયુર્વેદિક હેર કેર ટિપ્સ

શિયાળામાં અતિશય વાળ ખરવાનું મોટાભાગે બહારની શુષ્ક હવાને કારણે થાય છે, જે તમારા માથાની ચામડીમાંથી તમામ ભેજને ચૂસીને તેને શુષ્ક બનાવી દે છે.

|
Google Oneindia Gujarati News

શિયાળામાં વાળની​સંભાળ રાખવી શા માટે વધુ જરૂરી? શિયાળામાં અતિશય વાળ ખરવાનું મોટાભાગે બહારની શુષ્ક હવાને કારણે થાય છે, જે તમારા માથાની ચામડીમાંથી તમામ ભેજને ચૂસીને તેને શુષ્ક બનાવી દે છે. શુષ્ક માથાની ચામડી શુષ્ક વાળ તરફ દોરી જાય છે, જે બદલામાં હેર ડેમેજ, વાળ તૂટવા અને વાળ ખરવાની સમસ્યા થાય છે. શુષ્ક માથા ઉપરની ચામડીમાં ડેન્ડ્રફની સમસ્યા થાય છે, જે તમારા માથામાં ખંજવાળની સમસ્યા ઉભી કરે છે.

hair care

આયુર્વેદ વાળની​સંભાળ રાખવામાં કઇ રીતે મદદ કરે છે?

વાળ ખરવા, ડેન્ડ્રફ, સ્પ્લિટ અને ફ્રીઝી વાળ અને ટાલ પડવી એ કેટલીક સામાન્ય સમસ્યાઓ છે, લોકો જેનો સમનો રોજબરોજની જીંદગીમાં કરે છે, પરંતુ આયુર્વેદમાં આ બધી સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે.

આયુર્વેદ સારવારનું સામાન્યીકરણ કરતું નથી. આ સાથે આયુર્વેદિક ઉપચારની કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. તેની સામે આયુર્વેદિક ઉપચાર વાળને નુકસાન સામે લડવા માટે વધુ મજબૂત બનાવે છે.

મનને સ્વસ્થ રાખવું

આયુર્વેદ મુજબ તમામ રોગો તમારા મનની અંદર જ ઉદ્ભવે છે. આપણી માનસિક સ્થિતિ અને લાગણીઓને લીધે રાસાયણિક અસંતુલન પરની અસર વાળના વિકાસ સહિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે.

મુખ્ય વાળની​સમસ્યાઓમાં માનસિક અને મનોસામાજિક પાસાઓ હોય શકે છે. હંમેશા હકારાત્મક વાતાવરણ(પોઝિટિવ એન્વાયરમેન્ટ)માં શામેલ થવાનો પ્રયાસ કરો.

  • બને ત્યાં સુધી નકારાત્મકતા ટાળો
  • પૌષ્ટિક આહાર લો

આયુર્વેદનું માનવું છે કે, અલગ અલગ લોકોમાં સમસ્યા અને રોગના પ્રકાર પણ જુદા જુદા હોય છે. મોસમી ફળો અને શાકભાજી ખાવાથી તમારા વાળ સ્વસ્થ, મજબૂતઅને લાંબા સમય સુધી ટકી શકે છે. તંદુરસ્ત ખોરાક વાળના ફોલિકલ્સને અંદરથી પોષણ આપે છે અને તેમને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે.

hair care
  • વાળની સંભાળ માટે સ્વસ્થ ખોરાક ખાઓ
  • હેલ્ધી ફેટ
  • ઘી
  • અખરોટ
  • પાચન માટે અનુકૂળ હોય તેવો ખોરાક લેવો
  • જીરું
  • હળદર
  • આદુ
  • મધ
  • હર્બલ સપ્લિમેન્ટ્સ
  • દોષોને સંતુલિત કરી શકે છે ત્રિફળા
  • તમારા વાળ ધોવા અને તેલ નાંખો

શિયાળામાં વાળ ખરતા અટકાવવા માટે, તમારા વાળમાં તેલ લગાવો જે ફોલિકલ્સ અને ખોપરી ઉપરની ચામડીને પોષણ આપશે, અંતે ભેજ જાળવી રાખવામાં મદદ કરશે. તમે નારિયેળ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે હર્બલ હેર ઓઇલ, જેમાં આમળા, ગુલાબની પાંખડીઓ, અરીઠા વગેરેનો સમાવેશ થાય છે.

તમારા વાળને અઠવાડિયામાં બે વાર ધોઈ લો અને પછી તેમાં તેલ નાંખો. તેનાથી વધુ વાળ ધોવાથી માથાની ચામડીના કુદરતી તેલ છીનવાઈ શકે છે અને વાળના યોગ્ય વિકાસને અટકાવી શકે છે.

સ્કેલ્પ મસાજ

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, તમારે હંમેશા તમારા માથાની ચામડીને ધોતા પહેલા ગરમ તેલથી માલિશ કરવી જોઈએ. હર્બલ ઓઈલથી માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરવાથી વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે અને મૂળથી છેડા સુધી વાળ મજબૂત થાય છે.

  • હેરકેર માટેની જડીબુટ્ટીઓ
  • શિકાકાઈ (સેનેગાલિયા રુગાટા)
  • અરીઠા (સપિન્ડસ મુકોરોસી)

અરીઠા (સપિન્ડસ મુકોરોસી) અને શિકાકાઈ (સેનેગાલિયા રુગાટા) વાળના વિકાસને પ્રોત્સાહિત કરવા અને વાળ ખરતા અટકાવવા માટે આયુર્વેદમાં બે સૌથી લોકપ્રિય ઔષધિઓ છે. જ્યારે આ છોડના ફળોને ગરમ પાણીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે ફિણવાળા, સાબુવાળા, શેમ્પૂ જેવા ઉત્પાદનમાં ફેરવાય છે. તમે કોઇ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં આ ઘટકો હોય.

આ ઉપયોગી માહિતી તમારા કુટુંબ અને મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં

English summary
Ayurvedic hair care tips for women in winter/
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X