For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિયાળામાં મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, ગંભીર બીમારીઓથી દૂર રાખશે

શિયાળામાં મૂળો ખાવાથી થશે અઢળક ફાયદા, ગંભીર બીમારીઓથી દૂર રાખશે

|
Google Oneindia Gujarati News

સ્વાદમાં તૂરો લાગતો મૂળો શિયાળો આવતાંની સાથે જ ઘરે- ઘરે પહોંચી જાય છે. પરંતુ જો તમે પણ મૂળાને જોઈને મોઢું બગાડતા હોવ છો તો તમારે તેના ફાયદા ચોક્કસ જાણવા જોઈએ. મૂળામાં ઔષધિક ગુણોનો ભંડાર રહેલો છે. જે તમને અઢળક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. મહત્વનું છે કે મૂળામાં રહેલાં ફાઈટોકેમિકલ્સ આપણને કેટલીય બીમારીઓથી દૂર રાખે છે. અહીં જાણો મૂળો ખાવાનો યોગ્ય સમય અને તેનાથી થતા ફાયદા...

મૂળો ખાવાનો યોગ્ય સમય

મૂળો ખાવાનો યોગ્ય સમય

મૂળાની તાસીર ગરમ હોય છે માટે મૂળો શિયાળામાં વધુ ખવાય છે અને તેનું ઉત્પાદન પણ શિયાળામાં વધુ થાય છે. રાત્રીના સમયે મૂળાનું સેવન ના કરવું જોઈએ, આવું કરવાથી શરદી, ઉધરસની સમસ્યા સર્જાઈ શકે છે. સાંજ પડ્યા પછી મૂળાની તાસીર પરિવર્તિત થઈ જાય છે તો શરીરને ઠંડક પહોંચાડે છે. માટે ભૂલથી પણ રાત્રીના સમયે મૂળાનું સેવન કરવું નહિ.

બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે

બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે

મૂળો ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કેમ કે મૂળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આની સાથે જ મૂળામાં એક ખાસ પ્રકારની એન્ટી હાઈપરટેસિવ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે.

જૉન્ડિસના દર્દીઓ માટે ફાયદાકારક

જૉન્ડિસના દર્દીઓ માટે ફાયદાકારક

મૂળો જૉન્ડિસના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક હોય છે. જે લોકોને જૉન્ડિસ થઈ ચૂક્યો હોય છે અથવા તો જે લોકો રિકવર થઈ રહ્યા છે તેમણે મીઠું સાથે મૂળો ખાવો જોઈએ. જેનાથી કમળો તરત ઠીક થઈ જાય છે.

શરદી- તાવથી છૂટકારો

શરદી- તાવથી છૂટકારો

શિયાળામાં આપણને સૌથી વધુ જે બિમારીઓ થાય છે તે તાવ અને ઉધરસ છે, જો તમે દરરોજ મૂળાનું સેવન કરો છો તો શરદી ઉધરસ અને તાવ આવવાની સંભાવના તમને ના બરાબર રહે છે.

ગેસની સમસ્યા દૂર કરે છે

ગેસની સમસ્યા દૂર કરે છે

એવા કેટલાય લોકો હશે જેમને ગેસની સમસ્યા પરેશાન કરી રહી હોય અને તેમને એવું લાગતું હોય છે કે જો મૂળાનું સેવન કરશે તો તેમના પેટની સમસ્યા વધી શકે છે પરંતુ આવું નથી. મૂળો ખાવાથી ગેસની સમસ્યા ઘટે છે.

હાર્ટ અટેકનો ખતરો ઘટાડે

હાર્ટ અટેકનો ખતરો ઘટાડે

મૂળો ખાવાથી હાર્ટ અટેકનો ખતરો ઘટી જાય છે. જણાવી દઈએ કે મૂળો એંથોસાઈનિનનો સારો એવો સ્ત્રોત છે, જેને લઈ કેટલાંય અધ્યયન કરાયાં છે અને નિષ્ણાંતોનું માનવું છે કે મૂળો ખાવાથી હ્રદય રોગની ઘટનાઓ ઘટાડી શકાય છે.

શું 'ઉકાળો' લીવર ખરાબ કરી શકે? જાણો આયુષ મંત્રાલયે શું આપ્યો જવાબશું 'ઉકાળો' લીવર ખરાબ કરી શકે? જાણો આયુષ મંત્રાલયે શું આપ્યો જવાબ

ડાયાબિટીસમાં પણ રાહત

ડાયાબિટીસમાં પણ રાહત

મૂળો ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો થાય છે. મૂળાના સેવનથી બ્લડ સુગરના લેવલ પર કોઈ અસર નથી પડતી. મૂળો લોહીની માત્રામાં સુગરના અવશોષણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. માટે ડાયાબિટીસના દર્દી મૂળાનું સેવન કરી શકે છે. આ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેવી.

English summary
benefits of eating white radish during winter, explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X