બીકાનેરમાં મહિલાએ પ્લાસ્ટિક જેવા દેખાતા જોડીયા બાળકોને જન્મ આપ્યો, જાણો શું હોય છે આ રેર બીમારી?
હાલ રાજસ્થાનમાં એક મહિલાએ જન્મ આપેલા જોડિયા બાળકોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર, આ બાળકો પ્લાસ્ટિક જેવા દેખાય છે.
બાળકોના જન્મ બાદ લોકો તેને એલિયન બેબી કહીને સંબોધન કરી રહ્યાં છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળકો અજીબ બીમારીનો શિકાર હતા અને 4 દિવસ પછી મોત થઈ ગયુ.

બંને બાળકોને જન્મ બાદ હાલત નાજુક હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જન્મના 4 દિવસ બાદ બંને બાળકોનું મોત નીપજ્યું. આ બન્ને બાળકોની ત્વચા પ્લાસ્ટિક જેવી હતી અને નખ જેવી સખત હતી અને ત્વચા ફાટી ગઈ. તેમજ બંને બાળકોની આંખો પણ અવિકસિત હતી.
ખાનગી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ બાળકોને હાર્લેક્વિન-ટાઈપ ઈચથિઓસિસ નામની દુર્લભ બીમારી હતી. આ ખૂબ જ દુર્લભ રોગ છે. આ રોગથી પીડિત બાળકો ભાગ્યે જ એક અઠવાડિયા સુધી જીવી શકે છે. આપણા દેશમાં આ પહેલો કિસ્સો છે, જે બાળકોમાં જોવા મળી રહ્યો છે.
હાર્લેક્વિન-પ્રકાર ઇચથિઓસિસ એક દુર્લભ અને ગંભીર ત્વચા વિકાર છે જે ત્વચાના સ્તરોને વધુ પડતું જાડું અને સખત બનાવે છે. તેને હાર્લેક્વિન બ્યુટી પણ કહેવામાં આવે છે.
તેના લક્ષણોમાં ચામડીના મોટા અને જાડા પેચનો સમાવેશ થાય છે, ઘણીવાર લાલ, ચાંદા અને તિરાડ હોય છે. તે જન્મ સમયે જોવા મળે છે અને તેના લક્ષણો જન્મતાની સાથે જ દેખાય છે. ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર, આ એક આનુવંશિક રોગ છે, જે 5 લાખમાંથી એક બાળકને અસર કરે છે.
જણાવી દઈએ કે, પુરુષો અને સ્ત્રીઓમાં 23-23 રંગસૂત્રો જોવા મળે છે. જો માતા-પિતાના રંગસૂત્રમાંથી કોઈ એક ચેપગ્રસ્ત હોય તો જન્મેલા બાળકને ichthyosis હોઈ શકે છે. આ દુર્લભ રોગ માતાપિતાના ABCA12 નામના જનીનમાં ખામીને કારણે થાય છે, જે ત્વચાના કોષોમાં કેરાટિન જમા કરે છે અને તેમને સખત બનાવે છે.
આ બીમારીનો કોઈ કાયમી ઈલાજ નથી. આ રોગવાળા માત્ર 10% બાળકો જ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે. ઘણી વખત આનાથી પીડિત માત્ર દોઢ વર્ષ જીવી શકે છે, જ્યારે કેટલાક 25 વર્ષ સુધી પણ જીવી શકે છે, પરંતુ તેમને જીવનભર આ સમસ્યામાંથી પસાર થવું પડે છે.












Click it and Unblock the Notifications
