For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કીન અને વાળના નિખાર માટે વાપરો કાળું મીઠુ

કાળુ મીઠુ સ્કીન અને વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરે છે. તો પછી ચાલો જાણીએ કાળુ મીઠુ કેવી રીતે ઉપયોગમાં લેવું...

|
Google Oneindia Gujarati News

આમ તો કાળું મીઠુ સૌકોઇના રસોઇ ઘરમા હોય જ છે. કાળુ નમક આપણને સરળતાથી મળી રહે છે. પરંતુ શુ તમે ક્યારેય તમારા ચહેરાની સુંદરતા વધારવા અને વાળને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગ કર્યો છે...? જી, હા કાળુ મીઠુ સ્કીન અને વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરે છે. તો પછી ચાલો જાણીએ કાળુ મીઠુ કેવી રીતે ઉપયોગમાં લેવું...

સ્કિન ગ્લો કરશે

સ્કિન ગ્લો કરશે

ફેશવોશની સાથે કાળુ નમક મીલાવી ચેહરા પર હળવા હાથે સ્ક્રબ કરવું. તેનાથી તમારો ચહેરો ક્લીન થઇ જશે અને પિંપલ્સ જેવી સમસ્યા નહી થાય. તેનાથી સ્કીનમાં ગ્લો આવશે.

ખરતા વાળને અટકાવે

ખરતા વાળને અટકાવે

કાળા નમકમાં મીનરલ્સની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે. તેને પાણી અથવા તેલમાં મીક્સ કરી માથામાં ઘસવું. જેથી ખરતા વાળને ઝડપથી અટકાવે છે.

ખોડો દૂર કરે છે

ખોડો દૂર કરે છે

શિયાળામાં ઘણીવાર ખોડો થવાની પ્રોબ્લેમ થતી હોય છે. જો તમને વારંવાર ખોડો થાય છે અને આ સમસ્યાથી છૂટકારો જોવે છે તો કાળુમીઠુ લગાવવું જેનાથી તમારી આ સમસ્યા ઝડમાથી દૂર થઇ જશે. કાળુ મીઠુ ટમાટરનો જ્યુસ અથવા લીંબુમાં મીક્સ કરી વાળમાં ઘસવું. પહેલા વોશમાં જ ખોડો ઓછો થઇ જશે.

એડીઓની તકલીફ દૂર કરે

એડીઓની તકલીફ દૂર કરે

જો તમે નહાવા માટે બાથટબમાં ગરમ પાણી લો છો તો પાણીમાં કાળુ મીઠુ ઉમેરવાનું ભુલશો નહી. ગરમ પાણીમાં કાળુ મીઠુ નાખી પગને થોડી વાર ગરમ પાણીમાં રાખશો તો પગની એડીઓમાં થતા વાઢીયા દૂર થશે. મુર્ઝાયેલી ત્વચાને દૂર કરી ત્વચાને નિખારે છે અને સુજન અથવા દુ:ખાવા જેવી તકલીફને પણ દૂર કરે છે. કાળુ મીઠુ આવા અનેક ગુણધર્મો ધરાવતું હોવાથી સ્કીન અને વાળને લગતી સમસ્યાઓને દૂર કરવામાં અક્સીર છે.

આ પણ વાંચોઃ મહાત્મા ગાંધી પર હેગડેના નિવેદનથી ભાજપ હાઈકમાન્ડ નારાજ, બિનશરતી માફી માંગવા કહ્યુઆ પણ વાંચોઃ મહાત્મા ગાંધી પર હેગડેના નિવેદનથી ભાજપ હાઈકમાન્ડ નારાજ, બિનશરતી માફી માંગવા કહ્યુ

English summary
સ્કીન અને વાળના નિખાર માટે વાપરો કાળું મીઠુ Black salt is the healthier cousin for your skin and hair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X