For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાયદા: ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં છો તો ગાજર ખાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કે પુરૂષો પાસે હવે એક નહી પરંતુ એવા અનેક કારણ છે જેનાથી તે હવે ગાજરને પોતાની પ્લેટમાં સામેલ કરી શકે છે. ફક્ત સફરજન જ નહી પરંતુ ગાજર પણ ડૉક્ટરથી દુર રાખે છે. ગાજર પણ તે શાકભાજીઓમાં સૌથી ફાયદાકારક છે જે બજારમાં મળે છે. આપણે વિચારીએ છીએ કે ગાજરમાં એવું તો શું છે. તો એનો જવાબ છે બીટા કેરોટીન, જે પુરૂષો માટે દરેક રીતે સારું છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે પુરૂષોને અઠવાડિયામાં બે દિવસ ગાજર જરૂર ખાવા જોઇએ. તેનાથી તેમને ઘણા પ્રકારની બિમારીઓ સામે લડવાની શક્તિ પ્રાપ્ત થશે. આ પીળિયા માટે પ્રાકૃતિક ઔષધિ છે. તેનું સેવન લ્યૂકેમિયા (બ્લડ કેન્સર) અને પેટના કેન્સરમાં ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી કોષો અને ધમનીઓને સંજીવન મળે છે. ગાજરમાં બિટા-કેરોટિન નામનું ઔષધિય તત્વ હોય છે, જે કેન્સર પર કન્ટ્રોલ કરવામાં ઉપયોગી છે.

આજે અમે તમને ગાજર ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું ખાસ કરીને ફાયદાકારક છે. જે પુરૂષો 30ની ઉંમર વટાવી ચૂક્યા છે તેમને જરૂર ગાજરનું સેવન કરવું જોઇએ કારણ કે આ જ તે ઉંમર છે જ્યારે તમે પોતાની ફેમિલીને વધારવા વિશે વિચારતા હોવ છો. તો આવો જાણીએ પુરૂષો માટે ગાજર કયા પ્રકારે ફાયદાકારક હોય છે.

લોહીની સફાઇ

લોહીની સફાઇ

પુરૂષોને પણ પોતાની લોહીની સફાઇ કરવી જરૂરી છે. ગાજરનો જ્યૂસ પીવાથી લોહીની સફાઇ થાય છે.

સ્પર્મની ક્વોલિટી વધારો

સ્પર્મની ક્વોલિટી વધારો

કહેવામાં આવે છે કે ગાજર ખાવાથી સ્પર્મની ક્વોલિટી સુધરે છે. જો તમે તમે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારો છો તો તમારે કાચા ગાજર ખાવાનું શરૂ કરી દેવું જોઇએ.

પાચન માટે

પાચન માટે

જો તમને પાચન સંબંધી સમસ્યા છે તો તમે દિવસમાં બે ગાજર ખાવ, આનાથી તમારું પેટ એકદમ વ્યવસ્થિત રહેશે.

પેટની ગડબડ

પેટની ગડબડ

જો તમને ગૈસ્ટ્રિકની સમસ્યા છે તો તમે દિવસમાં ઘણીવાર ગાજર ખાવા જોઇએ.

કોલસ્ટ્રોલ દૂર કરો

કોલસ્ટ્રોલ દૂર કરો

ગાજર શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. રાત્રે ડિનર કર્યા બાદ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો જરૂરી છે.

તમારી આંખો માટે

તમારી આંખો માટે

આ તમારી આંખો માટે એકદમ ફાયદાકારક છે કારણ કે તેમાં બીટા કેરોટીન હોય છે જે લિવરમાં જઇને વિટામીન એમાં બદલાઇ જાય છે. વિટામીન એ રેટીનાની અંદર ટ્રાન્સફોર્મ થાય છે અથવા તો પછી આ જાંબલી કલરના દેખાતા પિગ્મેંટમાં આટલી શક્તિ હોય છે કે રતાંધળા જેવા રોગો પણ થતા નથી.

હદય માટે

હદય માટે

જો તમે અઠવાડિયામાં છ ગાજર ખાવ છો તો તમાને હદય રોગ થશે નહી. હદયની નબળાઇ અથવા ધબકારા વધી જતાં ગાજરને છીણીને ખાવાથી ફાયદો થાય છે

મુખ સ્વાસ્થ્ય માટે

મુખ સ્વાસ્થ્ય માટે

પુરૂષોના મોંઢામાંથી દુર્ગંધ ન આવે અને પેઢાં સડો ન લાગે એટલા માટે તેમને ગાજર ખાવા જોઇએ.

પેશાબ ખુલીને આવે છે

પેશાબ ખુલીને આવે છે

ગાજરનો રસ પીવાથી પેશાબ ખુલીને આવે છે, રક્તશર્કરા પણ ઓછી થાય છે. ગાજરનો હલવો ખાવાથી પેશાબમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ આવતાં બંધ થઇ જાય છે.

સંધિવા

સંધિવા

સંધિવા રોગ દરેકને થઇ જાય છે પરંતુ તેને દૂર રાખવા માટે તમારે દિવસમાં 1 ગાજર રોજ ખાવું જોઇએ. ગાજર ખાવાથી હાડકાં મજબૂત થાય છે કારણ કે તેમાં ઘણાબધા વિટામીન હોય છે.

કેન્સરથી બચો

કેન્સરથી બચો

ગાજર ખાવાથી કેન્સર જેવી બિમારીઓ દૂર ભાગે છે.

રોગ પ્રતિકારક ક્ષમતાને વધારો

રોગ પ્રતિકારક ક્ષમતાને વધારો

જો તમારામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો તમે હંમેશા બિમાર પડતા રહેશો. પરંતુ તમે ગાજરનો જ્યૂસ પીશો તો તમે હંમેશા હેલ્ધી રહેશો.

ડાયાબિટીસ થશે નહી

ડાયાબિટીસ થશે નહી

જેમને ડાયાબિટીસ છે તેમને ગાજર પીવાથી ફાયદો થશે.

કબજિયાત દૂર થશે

કબજિયાત દૂર થશે

ગાજરમાં ઘણા બધા ફાયબર હોય છે, જેને નિયમિય ખાવાથી પેટ વ્યવસ્થિત રહે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી. પેટ સાફ થઇ જાય છે.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર

ગાજરમાં પોટેટિશમ હોય છે જો કે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે.

English summary
It is believed that this healthy winter vegetables should be consumed at least twice in a week. It assures you a healthy way of life and keeps you away from all sorts of illness and diseases too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X