For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : દૂધમાં ઘી નાંખીને પીવાથી મળશે જબરદસ્ત ફાયદા, જાણો જૂની આયુર્વેદિક રેસીપી

દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધ અને ઘી અનેક પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જ્યારે તેને દૂધમાં ઘી ઉમેરીને પીવામાં આવે છે, તો તેના ફાયદા બમણા થઈ જાય છે.

|
Google Oneindia Gujarati News

દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધ અને ઘી અનેક પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જ્યારે તેને દૂધમાં ઘી ઉમેરીને પીવામાં આવે છે, તો તેના ફાયદા બમણા થઈ જાય છે. કારણ કે ઘીમાં વિટામીન A અને વિટામીન K પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જ્યારે દૂધમાં વિટામિન ડી, પ્રોટીન, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં ઘી પીવું એ વર્ષો જૂની આયુર્વેદિક રેસીપી છે.

પાચન તંત્ર

પાચન તંત્ર

દૂધમાં રહેલું ઘી શરીરની અંદરના પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરીને પાચન શક્તિને વધારે છે. આ ઉત્સેચકો જટિલ ખોરાકને સરળ ખોરાકમાંફેરવી નાખે છે, જે શરીરમાં સારા પાચન તરફ દોરી જાય છે.

સારી ઉંઘ માટે

સારી ઉંઘ માટે

ઘી તણાવ ઓછો કરીને મૂડને ફ્રેશ કરે છે. જ્યારે તેને એક કપ ગરમ દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે જ્ઞાનતંતુઓને શાંત કરે છે, જેથીતેનું સેવન કરનારી વ્યક્તિને સારી ઊંઘ આવે છે.

સાંધાના દુઃખાવા માટે

સાંધાના દુઃખાવા માટે

જો તમને સાંધાના દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો તમારે નિયમિત રીતે દૂધમાં ઘી ઉમેરીને પીવું જોઈએ. દૂધમાં કેલ્શિયમ ભરપૂરમાત્રામાં જોવા મળે છે અને ઘીમાં વિટામિન K2ની માત્રા સારી હોય છે.

આ વિટામિન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં ઘીભેળવીને પીવાથી સાંધાના દુઃખાવામાં ફાયદો થાય છે.

ગ્લોઇંગ સ્કિન માટે

ગ્લોઇંગ સ્કિન માટે

ઘી અને દૂધ બંને કુદરતી મોઈશ્ચરાઈઝર છે, આ સિવાય ઘી ત્વચાને અંદરથી બહાર સુધી સુધારે છે. દરરોજ સાંજે દૂધ અને ઘી પીવાથીત્વચાની ચમક વધે છે.

કબજિયાત દૂર કરવા માટે

કબજિયાત દૂર કરવા માટે

સૂતી વખતે દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તે તમને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય દૂધઅને ઘી મિક્સ કરીને પીવાથી પણ કબજિયાત દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

English summary
Health Tips : Drinking ghee mixed with milk will give tremendous benefits, know the old Ayurvedic recipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X