For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : મધથી મળે છે અનેક ફાયદા, ડાયાબિટીસમાં કરી શકો છો સેવન?

Health Tips : આયુર્વેદમાં ઘણા ઘરેલુ ઉપચાર દર્શાવવામાં આવ્યા છે. જેમાં ઘણા ઉપાયો એવા છે, જેની સામગ્રી તમને રસોડામાં જ મળી રહે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : આયુર્વેદમાં ઘણા ઘરેલુ ઉપચાર દર્શાવવામાં આવ્યા છે. જેમાં ઘણા ઉપાયો એવા છે, જેની સામગ્રી તમને રસોડામાં જ મળી રહે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મધ એન્ટડિપ્રેસેન્ટ, એન્ટિકોન્વેલસેન્ટ અને એન્ટિ-ઓક્સિડેન્ટના ફાયદા આપે છે. આ સાથે વાગેલા ઘા પર રુઝ લાવવા, ગળામાં ખરાશ, સ્કીન, વાળ અને પાચન સંબંધિત લાભો મધના સેવથી મળે છે. તો આજે આપણે જાણીશુ મધનું સેવન કરવાથી શું લાભ થાય છે અને કઇ કઇ સમસ્યા દુર થાય છે.

ડાયાબિટીસમાં મધનું સેવન કરી શકાય?

ડાયાબિટીસમાં મધનું સેવન કરી શકાય?

નિષ્ણાતોનું માનવું છે કે, ડાયાબિટીસવાળા લોકો સુગર ઉમેરવામાં આવતા તમામ ખોરાકને ટાળે છે.

આ સાથે જો તમે ઇન્સ્યુલિન લોછો, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમે દરરોજ કાર્બોહાઇડ્રેટ્સની માત્રાનું વિશેષ ધ્યાન રાખો.

એક અહેવાલ મુજબ, સંશોધન દર્શાવે છેકે, મધમાં બળતરા વિરોધી અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

આ સાથે મધ તમને બળતરાને કારણે થતા કોમ્પ્લિકેશનથી બચાવે છે, પરંતુ એવા ઘણા ખોરાક છે. જે બ્લડ સુગર વધાર્યા વગર આ ફાયદાઓ આપે છે.

નોંધ - ડાયાબિટીસમાં કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી અવશ્યક છે.

ડાયાબિટીસમાં મધના ઉપયોગ પર કરાયું રિસર્ચ

ડાયાબિટીસમાં મધના ઉપયોગ પર કરાયું રિસર્ચ

સંશોધકોએ શોધ્યું છે કે, મધ ખાંડ અને અન્ય સ્વીટનર્સની જેમ તમારા રક્ત ખાંડનું સ્તર વધારી શકે છે, પરંતુ તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ્સ મેટાબોલિક સિન્ડ્રોમ અને ટાઇપ-2 ડાયાબિટીસની કોમ્પ્લિકેશન સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, મધ હોર્મોન એડિપોનેક્ટીનનું સ્તર વધારી શકે છે, એક હોર્મોન જે બળતરા ઘટાડે છે અને તમને લોહીમાં સુગર લેવલને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરે છે.

કેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો દરરોજ મધનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર લેવલમાં ઝડપથી સુધારો થાય છે.

હૃદયના રોગોમાં થાય છે ફાયદાકારક

હૃદયના રોગોમાં થાય છે ફાયદાકારક

હ્રદય રોગના જોખમને રોકવામાં પણ મધ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, મધ બ્લડ પ્રેશરનેનિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

તે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ સુધારે છે. આવી જ તે તમારા માટે હૃદયના ધબકારા નિયંત્રિતકરવા, કોષોને સ્વસ્થ રાખવા અને હૃદયના અન્ય કાર્યોને જાળવી રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. નિયમિત રીતે મધનું સેવન કરવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

ઉધરસમાં આપે છે રાહત

ઉધરસમાં આપે છે રાહત

શ્વસન માર્ગના સંક્રમણવાળા બાળકોમાં ઉધરસ એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાને ઓછી કરવા માટે મધ એક અસરકારક ઘરગથ્થુ ઉપચાર બની શકે છે.

નિષ્ણાતોને સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મધ ગળાના દુઃખાવાને સરળ બનાવવામાં મદદ કરી શકે છે અને સંક્રમણને કારણે થતી બળતરામાંથી પણ રાહત આપે છે.

મધ ઉધરસની અવધિ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મધનું સેવન કરવાથી બાળકને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો પણ મળે છે.

English summary
Health Tips : Honey has many benefits, can you consume it in diabetes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X