For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓએ ક્યારે આ 5 વાતોની ન કરવી જોઈએ અવગણના

મહિલાઓએ ક્યારે આ 5 વાતોની ન કરવી જોઈએ અવગણના

|
Google Oneindia Gujarati News

કેટલીકવાર આપણું શરીર એવી પીડા સામે ધ્યાન ખેંચે છે, જેનાથી આપણને તકલીથ થાય છે. પરંતુ આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે મુશ્કેલીઓ તરફ ધ્યાન જ નથી આપતા. આપણે સમયસર વાત નથી સમજતા. પરંતુ શરીર જે નિશાની આપે છે, તેને આપણે હળવાશથી ન લેવી જોઈએ. કેટલીકવાર કોઈ મોટી બીમારીના લક્ષણ પણ દેખાય છે. ચાલો જાણીએ એવા લક્ષણો જે ક્યારેય મહિલાઓએ અવગણવા ન જોઈએ.

ગમે ત્યારે ચક્કર આવવા

ગમે ત્યારે ચક્કર આવવા

ચક્કર આવવા એ આજકાલ સામાન્ય વાત થઈ ચૂકી છે. એટલે મોટા ભાગના લોકો તેને નજરઅંદાજ કરે છે. રમ્યા બાદ, ટ્રેનિંગ કે કસરત બાદ તમારું માથું મબતૂ હોય, તમે પાણી પીધું હોય, તાપમાન યોગ્ય હોય તેમ છતાંય ચક્કર આવે તો આ સામાન્ય વાત નથી. આ લક્ષણો હ્રદયને લગતી બીમારીના હોઈ શકે છે.

માસિક દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ થવો

માસિક દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ થવો

જો પીરિડય્સ દરમિયાન તમને સામાન્ય કરતા વધુ રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેની પાછળ ફાઈબ્રાઈડ કે ગર્ભાશયનું ગંભીર કેન્સર પણ કારણભૂત હોઈ શકે છે. આવા ટ્યુમરને કારણે લોહીની કમી, ગર્ભ રહેવામાં મુશ્કેલી કે ગર્ભાવસ્થા દરમિયાન જુદી જુદી મુશ્કેલીઓ આવી શકે છે.

ભોજન ન છોડવા છતા વજન ઘટવું

ભોજન ન છોડવા છતા વજન ઘટવું

ડાયટિંગ કરવાથી વજન ઘટે તો તે સામાન્ય વાત છે. પરંતુ જો ડાયટિંગ વગર પણ વજન ઘટી રહ્યું હોય તો તે ક્રોહ્ન ડિસીઝનું લક્ષણ હોઈ શકે છે. આ ઉપરાંત તો વજન પાંચ કિલોથી વધુ ઘટે તો તે કેન્સરની શરૂઆતનું લક્ષણ પણ હોઈ શકે છે. આ લક્ષણ પેન્ક્રિયાઝ, પેટ, ગ્રાસનલી કે પછી ફેફસાનું કેન્સર પણ હોઈ શકે છે.

ઝાડા થવા

ઝાડા થવા

સામાન્ય રીતે ખરાબ કે વધુ જમવાથી ઝાડાની સમસ્યા થાય છે. પરંતુ મુશ્કેલી ત્યારે વધે છે, જ્યારે તમને અડધી રાત્રે ઝાડા થાય. કોઈ ઈન્ફેક્શન કે પછી આંતરડામાં સોજો આવવાને કારણે આ મુશ્કેલી થઈ શકે છે.

આંખો નબળી પડવી

આંખો નબળી પડવી

નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પણ દર્દ વગર આંખો નબળી થાય તો તે સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છએ. પુરુષોની સરખામણી મહિલાઓમાં તેનો ખતરો વધુ હોય છે. સ્ટ્રોકની સમસ્યા માત્ર વૃદ્ધાવસ્થામાં જ નથી થતી, પરંતુ 35થી 50 વર્ષની મહિલાઓને પણ થઈ શકે છે.

લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે

English summary
health women should never ignore these five things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X