For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aam Panna Recipe : લૂથી બચાવે છે આ હેલ્ધી ડ્રિંક, આ રીતે ઘરે જ બનાવો આમ પન્ના

|
Google Oneindia Gujarati News

Aam Panna Recipe : આમ પન્ના તમારું સ્વાસ્થ્યના હિસાબથી ઘણા ફાયદા થાય છે. ઉનાળામાં આમ પન્ના પીવાથી ઘણા લાભ મળે છે. ઉનાળામાં આ ડ્રિંક તમને લગભગ દરેક ઘરમાં મળી જશે.

આમ પન્નાનું સેવન પેટ દર્દ, કબજીયાત અને ઉબકા જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે. ઉનાળામાં દેશમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર જઈ રહ્યો હોય, ત્યારે આ પીણું પીવું વધુ જરૂરી બની જાય છે.

Aam Panna Recipe

હીટ સ્ટ્રોકથી બચાવે છે આમ પન્ના - ઉનાળામાં શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ખૂબ જ ઉણપ હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા આપણે હીટ સ્ટ્રોકનો શિકાર બનીએ છીએ. તેથી આ પરિસ્થિતિને ટાળવા માટે એક ગ્લાસ આમ પન્ના જે સોડિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા

ખનિજોથી સમૃદ્ધ છે, તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય સંતુલન પાછું લાવવામાં મદદ કરી શકે છે. આ રીતે ઇલેક્ટ્રોલાઇટની ઉણપને ભરીને, તે હીટ સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે.

પેટ માટે ફાયદાકારક છે આમ પન્ના - આમ પન્ના પેટના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં કેટલાક સક્રિય ઘટકો જેવા કે, એલ્ડીહાઇડ્સ અને એસ્ટેરેસ વગેરે હોય છે, જે શરીરની પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. તેમજ તેમાં વિટામિન સી અને વિટામિન બી આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.

આ સાથે આમ પન્ના કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યામાં પણ અસરકારક છે. એટલું જ નહીં, જો મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે, તો તે ઝાડા રોકવામાં પણ મદદરૂપ થાય છે.

આમ પન્ના બનાવવાની રીત - આમ પન્ના બનાવવા માટે પહેલા કાચી કેરીને બાફી લો. હવે તેને બારીક પીસી લો. પીસતી વખતે તેમાં થોડા ફુદીનાના પાન, શેકેલું જીરું અને બ્લેક સોલ્ટ નાખો. હવે તેમાં પૂરતું પાણી, બરફ, મીઠું, થોડી ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો અને તેનું સેવન કરો. તો આ આમ પન્ના ઘરે જ બનાવો અને આખા ઉનાળા સુધી સ્વસ્થ રહો.

English summary
healthy drink Aam Panna will give you protection from heat stroke
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X