For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ અઠવાડિયામાં બે વાર ખાવું જોઇએ કાચું લસણ

|
Google Oneindia Gujarati News

લસણની કળી, આ નાનકડી કળી આયુર્વેદની દ્રષ્ટ્રિએ પારસમણિ જેવી છે. જે તેનો ઉપયોગ તેમના જીવનમાં કરે છે તે તમામ પ્રકારના સ્વાસ્થય લાભો મેળવે છે. બસ તેનું યોગ્ય સેવન અને અનેક પ્રકારના રોગોથી મુક્તિ. ખાસ કરીને જે લોકોને પીત્ત અને વાયુની તકલીફ હોય તેમના માટે આ રામબાણ ઇલાજ છે.

લસણથી ઉગાડો તમારા માથમાં વાળ, અને ટાલથી મેળવો મુક્તિ

વળી લસણ તેવી વસ્તુ છે જે ગરીબથી ગરીબ અને અમીરથી અમીર તમામના ઘરે આરામથી મળી જાય છે. આજે અમે તમને કાચા લસણના તે ફાયદા બતાવવાના છીએ જેનાથી ફેફસાનું કેન્સર જેવા જીવલેણ રોગા અને શરદી જેવા રોગો છૂમંતર કરી શકાય છે. તો જાણો કાચા લસણ ખાવાના આ ફાયદા વિષે.

ફેફસાંનું કેન્સર અને લસણ વિજ્ઞાન

ફેફસાંનું કેન્સર અને લસણ વિજ્ઞાન

જે લોકો સિગરેટ પીતા હોય છે તેમને ફેફસાંનું કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લસણ ખાવાથી આ રોકના વિકાસ અને તેની સંભાવના 44 ટકા ધટી જાય છે. તે માટે અઠવાડિયામાં ખાલી બે વાર કાચું લસણ ખાવું જોઇએ.

ફેંફસાનું કેન્સર

ફેંફસાનું કેન્સર

જે લોકો સિગરેટ પીવે છે. તે સિવાય જેમના ફેમલી હિસ્ટ્રીમાં ફેંફસા કેન્સર હોય છે તે લસણની કળી ખાવાથી આ બિમારીથી 80 ટકા બચી શકે છે.

લસણના ગુણો

લસણના ગુણો

લસણમાં એલ્લીસિન નામનો પદાર્થ જોવા મળે છે. તે ત્યારે થાય છે જ્યારે લસણની પીસવામાં આવે. વળી લસણમાં એન્ટી ઓક્સીન્ટ તરીકે પણ કામ કરે છે.

ક્યારે અને કેવી રીતે લેવું લસણ

ક્યારે અને કેવી રીતે લેવું લસણ

સવારે ઉઠતા જ નરણાં કોઠે એટલે કે બ્રશ પહેલા કાચા લસણની એક કળી મોઢામાં મૂકીને ચાવી જાવ. જરૂર પડે તો ખૂબ થોડું પાણી પી શકો છો. તમે ચાવી ના શકતા હોવ તો લસણની ખલદસ્તાથી મસળી તે ભુક્કાને પાણી સાથે ગળે ઉતારી શકો છો. પછી બ્રશ કરવાથી લસણની દુર્ગુંધ પણ દૂર થઇ જશે.

શરદી, ગળોની તકલીફો, એલજી

શરદી, ગળોની તકલીફો, એલજી

જો તમને શરદીનો કોઠા, એલર્જી શરદીથી પીડાતા હોવ, ગળાના ટોન્સિલ કે પછી ગળામાં થૂક ગણતા દુખાવો, ગળુ દુખવું તેવી બિમારીઓથી પીડાતા હોવ તો રોજ સવારે લસણની કળી ખાવ આ બધું ધીરે ધીરે થતું બંધ થઇ જશે.

English summary
Garlic is consumed in its fresh form. The juice which is emitted from garlic has qualities that is able to kill the cancer cells in the lungs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X