For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વજન વધાર્યા વગર પણ ખાઈ શકાય છે ગમતી વાનગી

|
Google Oneindia Gujarati News

કોણ એવું ન ઈચ્છે કે તે વજન વધાર્યા વગર પણ પોતાની ગમતી વાનગીઓ ખાઈ શકે. ખાસ કરીને એવા લોકોને જોઈને મનોમન ઘણું દુખ થાય કે તે લોકો ગમે તેટલુ ખાય તો પણ તેમનું વજન ન વધે. પણ શું તમને ખબર છે કે એવું શા માટે થાય છે? એનું કારણ એ હોય છે કે તેમનું મેટાબોલિઝમ આપણા કરતા ઘણું વધુ હોય છે.

જો આપનું વજન થોડું ખાવાથી પણ ફુગ્ગાની જેમ વધી જતુ હોય તો જરૂરી છે કે તમે કેટલીક વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દો. આપને તે વાતનો ખ્યાલ હોવો જોઈએ કે આપના શરીરમાં કેવા પ્રકારનો ખોરાક જઈ રહ્યો છે.

આજે અમે તમને જણાવીશું કે મન મરજી મુજબનું ખાવા છતા પણ વજન વધતુ રોકી શકાય છે. આવો જાણીએ......

ગ્રીન ટીનું સેવન

ગ્રીન ટીનું સેવન

દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત ગ્રીન ટી પીવી જોઈએ. આપ તેમાં લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો. આ ઉપાય વજન ઘટાડવા માટે કારગર છે.

સમયાંતરે ખાવું

સમયાંતરે ખાવું

જો આપનું બેઠાળું કામ છે તો સમયાંતરે ખાવુ જોઈએ. જેથી ખાવાનું ધીરે ધીરે પચતું રહેશે અને કકળીને ભૂખ પણ નહીં લાગે.

માત્ર સ્વસ્થ્ય ખોરાક જ ખાવો

માત્ર સ્વસ્થ્ય ખોરાક જ ખાવો

જો તમને વજન ન વધારવું હોય તો માત્ર સ્વસ્થ્ય ખોરાક જ ખાવાનો આગ્રહ રાખવો. જેને ખાવાથી પેટ પણ ભરાઈ જાય છે અને વજન પણ નથી વધતુ.

ડાયેટીંગ ન કરો

ડાયેટીંગ ન કરો

જે લોકો સમજ્યા વિચાર્યા વગર ડાયેટીંગ કરે છે, તેમની તબિયત પર ઘણી ખરાબ અસર થતી હોય છે. જો વજન ઓછું કરવું છે તો જડતા પૂર્વકનું ડાયેટીંગ ન કરવુ.

ભોજન ચાવીને ખાવું

ભોજન ચાવીને ખાવું

ભોજનના એક કોળિયાને 32 વાર ચાવીને ખાવો જોઈએ. આમ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.

મીઠાઈ સંયમથી ખાવી

મીઠાઈ સંયમથી ખાવી

મીઠાઈ અને પેસ્ટ્રીઝ આપના દુશ્મન બની શકે છે. જે હંમેશા સંયમથી જ ખાવા જોઈએ.

ભૂખ ના લાગવા દો

ભૂખ ના લાગવા દો

કેટલાક લોકોને વારંવાર ભૂખ લાગતી હોય છે, જેને હંગર પૈંગ્સ કહે છે. હંગર પૈંગ્સ વજન વધારી શકે છે. અને એટલે જ પેટને ક્યારેય ભૂખ્યું ન રાખવું.

જંક ફુડ ટાળો

જંક ફુડ ટાળો

બહારનું ખાવાનું કોઈ પણ સંજોગોમાં ખાવાનું ટાળો. કારણ કે બહારના ખાવામાં એવી અનેક વસ્તુઓ હોય છે જે આપનું વજન વધારી શકે છે.

યોગ કે વ્યાયામ જરૂરી

યોગ કે વ્યાયામ જરૂરી

દિવસમાં એક વખત યોગ કે ગમતી કસરત જરૂર કરવી. જો આપ સવારે ચાલવા માટે જાવ છો તો તે આપને સ્વસ્થ્ય રાખશે.

ખોરાકમાં પ્રોટીન લેવું

ખોરાકમાં પ્રોટીન લેવું

ભોજનમાં પ્રોટીન યુક્ત આહારનો સમાવેશ પણ કરવો જોઈએ. જેમકે દાલ, પાલક, ચના, રાજમા, બ્રોકલી, ચીઝ, પનીર, દહીં, દૂધ, માછલી વગેરે. પ્રોટીન ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે.

English summary
Boldsky shares with you some of the ways to eat without putting on weight. If you take a look at these simple tips, you will be amazed to see that it can be followed every day without the need of worrying about those calories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X