For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીત અપનાવીને શાકભાજીમાંથી દૂર કરો જંતુનાશકો

|
Google Oneindia Gujarati News

આજ કાલ ઓર્ગેનિક શાકભાજી ખાવાનું ચલણ વધ્યું છે પણ તેમ છતાં આજે પણ આપણે ત્યાં આપણે આપણા ફેવરેટ શાકવાળો કે શાકવાળી જોડેથી જ શાક લેવાનું વધુ પસંદ કરીએ છીએ. જો કે શાકભાજીને લીધા પછી આપણે તેને નવસેકા પાણીમાં કે પછી ચોખ્ખા પાણીમાં સાફ કરી લઇએ છીએ અને સમજી લઇએ છીએ કે તેની પરથી ઝેરી જંતુનાશકો અને દવાઓ દૂર થઇ ગઇ હશે. પણ હકીકતએ છે કે આજકાલ કીટકો પણ એટલા સ્ટ્રોંગ થઇ રહ્યા છે કે જંતુનાશકો પણ સ્ટ્રોંગ થયા છે અને તે પાણી નીચે બે સેકન્ડ રાખવાથી દૂર નથી થવાના.

તો પછી કેવી રીતે સાફ કરવા શાકભાજી? આજે અમે તમને શાકભાજી અને તેની સફાઇ સાથે જોડાયેલા કેટલાક તથ્યો જણાવીશું અને સાથે જ જણાવીશું કેવી રીતે શાકભાજીને સાફ કરી શકાય છે. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ સાથે જ આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા.

ફેક્ટ 1

ફેક્ટ 1

જો કોઇ પણ શાકભાજી પોચા થઇ ગયા હોય તો તે જ શ્રેષ્ઠ રહેશે કે તમે તેને ફેકી દો. આપણી આદત હોય છે કે પોચો થયેલો ભાગ કાપી તે શાક વાપરી લઇએ છે પણ જાણકારો આવા પોચા થયેલા શાકને આંખુ જ ફેંકવાનું સલાહ આપે છે.

સલાડ ડાયેટ

સલાડ ડાયેટ

ધણા લોકો ડાયેટ પર હોય છે ત્યારે ખાલી સલાડ જ ખાય છે અને તેવું માની તેમને શાકભાજી પાણીથી સાફ કર્યા એટલા તે સાફ થઇ ગયા હશે પણ ખરેખરમાં તેવા શાકભાજીના બેક્ટેરિયા તમારી પાચન શક્તિ કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી શકે છે અને તમે આવું થતા રોકી શકો છો જો તમે તે ખાવાને રાંધો તો. તો જો તમે આવી સલાડ ડાયેટ પર જવાના હોવ તો તમારા ડાયેટિશનની જોડે આ અંગે ચર્ચા વિચારણા જરૂરથી કરી લેજો.

ફેક્ટ 3

ફેક્ટ 3

જો કે શાકભાજીને સાફ કરવા માટે બજારમાં કેટલાક ઉત્પાદનો આવે છે પણ તે ખરીદવાની કોઇ જરૂર નથી સર્વે જણાવે છે કે પાણી 90 ટકા જેટલા બેક્ટેરિયાને મારી કે સાફ કરી શકે છે.

ફેક્ટ 4

ફેક્ટ 4

ધણા લોકો બટાકા, કાકડી જેવા શાકને ધોતા નથી કારણ કે તેની છાલ ઉતારીને વાપરવામાં આવે છે. પણ જાણકારો જણાવે છે કે ભલે છાલ ઉતારીને તેનો ઉપયોગ કરવાનો પણ એક વાર તો તેને ધોવામાં જ ભલાઇ છે.

ફેક્ટ 5

ફેક્ટ 5

ધણા લોકો ઘરે ઉગાડેલા શાકભાજીને ભાગ્યે જ ધોતા હોય પણ રિસર્ચ જણાવે છે કે ભલે ઘરે ઉગાડેલા શાકભાજી પર કોઇ જંતુનાશક ના નાખ્યા હોય પણ તેની પર બેક્ટેરિયા તો હોય જ જેને દૂર કરવા તેને પાણીથી સાફ કરવા જરૂરી છે.

ફેક્ટ 6

ફેક્ટ 6

ધણા લોકો ઘરે આવીને શાકભાજી એક વાર સાફ કરી લે છે પણ પછી તેને સાફ નથી કરતા પણ બેસ્ટ વે તે છે કે તમે જ્યારે શાકભાજી વાપરો ત્યારે તેને યોગ્ય રીતે સાફ કરો.

ફેક્ટ 7

ફેક્ટ 7

ઓર્ગેનિક શાકભાજીને પણ યોગ્ય રીતે સાફ કરવા જરૂર છે કારણ કે તેમાં ભલે કિટકો કે જંતુનાશક ના હોય પણ બેક્ટેરિયા તો હોય જ છે.

આ રીતે સાફ કરો શાકભાજી

આ રીતે સાફ કરો શાકભાજી

પદ્ધતિ- પાણી, લીબુનું જ્યૂસ, સોડા અને એપલ સિડર વિનેદર આ તમામને એક પાણીમાં ભેગા કરો. અને પછી આ લિકવીડને શાકભાજી પર છાંટો અને તેને 5-7 મિનિટ તેમ રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી તેને સાફ કરી દો.

English summary
All of us wash the fruits or vegetables that we buy from the store. Why do we do that? Well, in order to remove the dust, bacteria and even pesticides that are sprayed on them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X