For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે પીરિયડ અંડરવેર, જાણો કેવી રીતે કરે છે પીરિયડમાં કામ?

આવો, પીરિયડ અંડરવેર વિશે વિસ્તારથી જાણીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

પીરિયડ અંડરવેર એક રીતે એવી અંડરવેર છે જેને મહિલાઓ પીરિયડના સમયે પહેરી શકે છે. પીરિયડ અંડરવેર, પેડ, ટેમ્પોન અને મેન્સ્ટ્રુઅલ કપની જેમ કામ કરે છે. હજુ પીરિયડ અંડરવેર વિશે બહુ ઓછા લોકો જાણે છે. પીરિયડના સમયમાં તે મહિલાઓ માટે ખૂબ જ સુવિધાજનક છે. પીરિયડ અંડરવેરને એ રીતે બનાવવામાં આવે છે કે જ્યારે મહિલાઓને પીરિયડ આવે ત્યારે તે પેડને તેમાં લગાવી શકે છે. આવો, પીરિયડ અંડરવેર વિશે વિસ્તારથી જાણીએ.

આ અંડરવેર એક રીતે તરલ પદાર્થોને અવશોષે છે. આમ તો આ પીરિયડ માટે જ બનાવવામાં આવી છે પરંતુ અમુદ દેશોમાં આનો ઉપયોગ એ મહિલાઓ પણ કરે છે જેમને પેશાબ આપોઆપ નીકળી જાય છે. જો કે ગરમીના મોસમમાં ભીનાશથી બચવા માટે આનો ઉપયોગ થવા લાગ્યો છે. પીરિયડ અંડરવેર એ મહિલાઓ માટે પણ ઘણુ ખાસ હોય છે જેમને પીરિયડનો ફ્લો વધુ કે ઝડપી હોય છે. એક્સપર્ટ અનુસાર પેડની સરખામણીમાં પીરિયડ અંડરવેરનો ઉપયોગ સરળ અને ફાયદાકારક છે.

પીરિયડ અંડરવેરનો ઉપયોગ કેવી રીતે થાય છે

પીરિયડ અંડરવેરનો ઉપયોગ કેવી રીતે થાય છે

પીરિયડ અંડરવેરમાં ઉપયોગમાં લેવાતુ કપડુ ખૂબ જ મુલાયમ હોય છે. પીરિયડ અંડરવેરને એ રીતે બનાવવામાં આવે છે કે તેમાં એક પેડ પહેલેથી લાગેલુ હોય છે અને જરૂર પડવા પર અલગથી પેડ લગાવવાની સુવિધા હોય છે જેને સ્ટ્રીપની મદદથી હોલ્ડ કરી શકાય છે. પીરિયડ અંડરવેરનો ઉપયોગ કરવાના અમુક સરળ સ્ટેપ છે.

  • જો તમને પીરિયડ હળવુ કે સામાન્ય હોય તો તમે એને સામાન્ય અંડરવેરની જેમ પહેરી શકો છો.
  • જો તમને પીરિયડ ખૂબ વધુ આવતુ હોય તો તમે અંડરવેર સાથે આવતા પેડને પણ લગાવી શકો છો.
  • પીરિયડ અંડરવેરમાં સામાન્ય અંડરવેરની જેમ પેડ આમતેમ ખસી જવાનુ જોખમ નથી રહેતુ.
પીરિયડ અંડરવેરના ફાયદા

પીરિયડ અંડરવેરના ફાયદા

પીરિયડની મુશ્કેલીઓ હંમેશા ઓછી કે વધતી રહે છે. દરેક મહિલાની દર મહિનાની આ મુશ્કેલી કેટલી ઘટાડી શકાય એ વિશે વિચારી શકાય છે. કામકાજી મહિલાઓ અને સ્કૂલ કે કૉલેજ સમયમાં મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી થાય છે. પીરિયડની મુશ્કેલીને પીરિયડ અંડરવેર કેવી રીતે ઘટાડે છે.

  • પીરિયડ અંડરવેર દૂર્ગંધની સમસ્યાથી બચાવે છે.
  • અત્યાધિક બ્લડ આવવા પર પણ સુરક્ષિત હોય છે.
  • પ્રવાસ સમયે પીરિયડ અંડરવેર ખૂબ કારગર સાબિત થાય છે.
  • પીરિયડ અંડરવેર એક ડિસ્પોઝેબલ જેવી હોય છે. ઉપયોગ બાદ સાફ કરવાની ઝંઝટ નથી હોતી.
શું પીરિયડ અંડરવેર નુકશાન પણ પહોંચાડે છે?

શું પીરિયડ અંડરવેર નુકશાન પણ પહોંચાડે છે?

અમુક એક્સપર્ટ આની અમુક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે એ વસ્તુને માને છે પરંતુ આની કોઈ મોટી ખતરનાક સાઈડ ઈફેક્ટ હજુ સુધી જોવા મળી નથી. પીરિયડ અંડરવેરનો ઉપયોગ થોડો મોંઘો જરૂર હોય છે પરંતુ તમે પેડનો ઉપયોગ કરતા હોય તો તેને પહેલી વાર લગાવવામાં થોડુ અસહજ અનુભવી શકો છો. પરંતુ તમે ફરીથી આનો ઉપયોગ કરવા માંગતા હોય તો આની સફાઈ કરવી થોડી મુશ્કેલ રહે છે. પીરિયડ અંડરવેરનો જો ઉપયોગ કરવો હોય તો તેને ડિસ્પોઝેબલની જેમ ઉપયોગ કરવો.

Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ ધ્યાન રાખોVastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ ધ્યાન રાખો

English summary
How to use period panties, how its works, its pros and cons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X