For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ફેક્ટ્રીમાં બની રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, વેચાઇ રહ્યા છે ભારતમાં

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 29 જૂન: હાલમાં જ મેગીમાં લેડ મળી આવ્યા બાદ નૂડલ્સના લાખો પેકેટ સીમેંટની ફેક્ટ્રીમાં લાગેલી ભઠ્ઠીની આગમાં નાખી દેવામાં આવ્યા. જોકે આ સ્ટોરીનો અહીં જ અંત નથી આવતો, ચોખા જેની એક વાટકી એક પોલીથીન બેગ ખાવા બરાબર છે. હા આપને વિશ્વાસ નથી થઇ રહ્યો હોય, પરંતુ અમે આપને તે ફેક્ટ્રીનો વીડિયો બતાવી રહ્યા છીએ જે હાલમાં જ લીક થયો છે.

આપને કદાચ ખબર નહી હોય કે ભારતમાં ચીન માત્ર ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જ નહીં, પરંત ખાવાપીવાની વસ્તુઓ પણ નિકાસ કરે છે. આ જ ખાદ્ય વસ્તુઓમાં ચોખાનો પણ સમાવેશ થાય છે, જે પ્લાસ્ટિકના બનેલા હોય છે. માત્ર ભારત જ નહીં ચીનમાં બનનારા ચોખા સિંગાપુર, ઇંડોનેશિયા, વિયેતનામ સુધી પણ પહોંચી ચુક્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી પ્લાસ્ટિકથી નિર્મિત ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને સામાન્ય ચોખાની અંદર ભેળસેળ કરવામાં આવે છે. આ તો માત્ર ચોખા છે, જેને અસલી ચોખાની સાથે ભેળવીને તેને અલગ નહીં કરી શકો.

સામાન્ય ચોખાની જેમ ગળી જાય છે
આ ચોખા સફેદ પ્લાસ્ટિકના બનેલા હોય છે, જે ઉકળ્યાના તુરંત બાદ ઓગળી જાય છે. માત્ર ફર્ક એટલો છે કે અસલી ચોખા શરીરને પોષક તત્વો પૂરા પાડે છે અને નકલી પ્લાસ્ટિક. જો આપ જો આપ મોટી વાટકી ભરીને ચોખા ખાશો તો તેનો અર્થ છે કે આપે એક મોટી પોલીથીન બેગ ખાધી છે.

ચીનમાં ક્યાં બને છે નકલી ચોખા અને જુઓ ફેક્ટરીનો વીડિયો...

ચીનમાં બને છે પ્લાસ્ટિકના ચોખા

ચીનમાં બને છે પ્લાસ્ટિકના ચોખા

ચીનના શાંઝી પ્રાતંમાં તાઇયુઆનમાં પ્લાસ્ટિકના ચોખા સૌથી વધારે વેચાય છે.

મોટા ખરીદદાર નથી દેખાતા

મોટા ખરીદદાર નથી દેખાતા

આ ચોખાને નાના-મોટા દુકાનદાર વધારે પ્રોફિટ કમાવવા માટે ખરીદે છે.

ચીન સરકારે લીધું એક્શન

ચીન સરકારે લીધું એક્શન

મિનિસ્ટર ઓફ ડેમેસ્ટિક ટ્રેડ હસન મલેકે તપાસના આદેશ આપી દીધા છે.

ટૂંક સમયમાં થશે ધરપકડ

ટૂંક સમયમાં થશે ધરપકડ

આ સંબંધમાં મોટું અભિયાન શરૂ થઇ ચૂક્યું છે, ટૂંક સમયમાં મોટાપાયે ધરપકડ શરૂ થશે.

જુઓ ફેક્ટરીથી લીક થયેલો વીડિયો

હાલમાં જ એક ફેક્ટરીથી વીડિયો લીક થયો, જે સોશિયલ મીડિયા પર શેર થયો.

English summary
A major food safety scandal involving fake rice recently rocked China. There are factories making rice by using plastic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X