For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોળામાં રાખીને લેપટોપ પર ન કરો કામ, નહીંતર બાપ બનવાનું સપનું બની જશે ભાપ

Mens Health : હાલ કોરોના સંક્રમણને કારણે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. આવા સમયે ઘણા લોકોની આદત હોય છે કે તેઓ લેપટોપ ખોળામાં રાખીને કામ કરે છે. જેની અસર રિપ્રોડક્ટિવ હેલ્થ પર અસર થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

Mens Health : હાલ કોરોના સંક્રમણને કારણે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. આવા સમયે ઘણા લોકોની આદત હોય છે કે તેઓ લેપટોપ ખોળામાં રાખીને કામ કરે છે. જેની અસર રિપ્રોડક્ટિવ હેલ્થ પર અસર થઇ શકે છે. લેપટોપમાંથી નિકળતી ગરમીથી સ્કિન અને આંતરિક ટિશુ ડેમેજ થઇ શકે છે. આ સાથે લેપટોપને લાંબા સમય સુધી ખોળામાં રાખવાથી પુરૂષોમાં નપુસંકતાની સમસ્યા આવી શકે છે. આજે આપણે લેપટોપ ખોળામાં રાખીને કામ કરવાથી થતા ગેરફાયદાઓ વિશે જાણીશું.

ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાના ગેરફાયદા..

પુરુષોમાં વંધ્યત્વનું જોખમ

પુરુષોમાં વંધ્યત્વનું જોખમ

લેપટોપની ગરમી સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ નુકસાન પહોંચાડી શકે છે. તેનું કારણ શરીરની રચના છે. સ્ત્રીઓમાં, ગર્ભાશય શરીરની અંદરહોય છે, જ્યારે પુરુષોમાં અંડકોષ શરીરના બહારના ભાગમાં હોય છે, જેના કારણે ગરમીનું કિરણો વધુ નજીક રહે છે.

એટલા માટે પુરુષોએલેપટોપનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે, ઉચ્ચ તાપમાનના કારણે શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો થાય છે, તેથીપ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે.

વાઇફાઇ દ્વારા ફેલાય છે રેડિયેશન

વાઇફાઇ દ્વારા ફેલાય છે રેડિયેશન

વાઇફાઇ કનેક્શન સાથે લાંબા કલાકો સુધી લેપટોપ પર કામ કરવું વધુ ખરાબ છે, તેના કારણે તમે રેડિયેશનનો શિકાર બની શકો છો. હાર્ડ ડ્રાઈવ ઓછી આવર્તન રેડિયેશનનું ઉત્સર્જન કરે છે, જ્યારે બ્લૂટૂથ કનેક્શન ઉચ્ચ આવર્તન રેડિયેશનનું ઉત્સર્જન કરે છે. જેના કારણે તમને ઊંઘ ન આવવી, ગંભીર માથાનો દુઃખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

થઈ શકે છે સ્નાયુઓમાં દુઃખાવો

થઈ શકે છે સ્નાયુઓમાં દુઃખાવો

લેપટોપને પગ પર કે ખોળામાં રાખવાને બદલે ટેબલ પર રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો લેપટોપનો ઉપયોગ કરતીવખતે તેમના પગ વાળીને બેસી જાય છે, જેના કારણે લેપટોપનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. તેનાથી આપણા સ્નાયુઓમાં દુઃખાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

English summary
Mens Health : you will not be able to become father if you working on laptop putting on lap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X