For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mental Health : સારા માનસિક સ્વાસ્થ્ય માટે અપનાવો આ ટીપ્સ, ડિપ્રેશન રહેશે દૂર

આપણે આપણી પોતાની મરજી મુજબ જગતને નિયંત્રિત કરી શકતા નથી, અને આપણે તેને આપણા મન પ્રમાણે ચલાવી શકતા નથી. એટલે આપણું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

|
Google Oneindia Gujarati News

Mental Health : આપણે આપણી પોતાની મરજી મુજબ જગતને નિયંત્રિત કરી શકતા નથી, અને આપણે તેને આપણા મન પ્રમાણે ચલાવી શકતા નથી. એટલે આપણું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે આપણી પ્રતિક્રિયાઓ, લાગણીઓને કાબૂમાં રાખતા શીખીશું તો માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે. તો ચાલો જાણીએ કે સારા માનસિક સ્વાસ્થ્ય માટે આપણે કઈ વસ્તુઓને નિયંત્રિત કરવી જોઈએ.

ઇર્ષા કે બળતરા કરવાની આદત

ઇર્ષા કે બળતરા કરવાની આદત

કોઈને જોયા પછી બળવાની આદત તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડી શકે છે. જો તમે કોઈની સિદ્ધિ અથવા તેની નજીકની કોઈ વસ્તુની ઈર્ષ્યાકરો છો, તો આ તમારી સમસ્યા છે. જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. એટલા માટે તમારે નકારાત્મક લાગણીઓ પરનિયંત્રણ રાખવું જોઈએ.

નકારાત્મક વિચાર

નકારાત્મક વિચાર

જો તમે તમારા ભવિષ્ય વિશે નકારાત્મક વિચાર રાખશો, તો તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. ભવિષ્ય વિશે વધુ પડતું વિચારવાથીઆપણે આપણું આજ ગુમાવીએ છીએ. તેથી ભવિષ્ય વિશે વધુ વિચારવાની જરૂર નથી.

છેતરપિંડી

છેતરપિંડી

જો તમે કોઈને છેતરતા હોવ તો ધ્યાનમાં રાખો કે, તમે પણ છેતરાઈ શકો છો. છેતરપિંડીથી આપણને નકારાત્મક ઉર્જા મળે છે. ધીમે-ધીમે આ બાબતે ગિલ્ટ થવા લાગે છે અને તેના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડી જાય છે.

ભૂતકાળની ખરાબ ઘટનાઓ વિશે વિચારવું

ભૂતકાળની ખરાબ ઘટનાઓ વિશે વિચારવું

ભૂતકાળમાં તમારી સાથે જે બન્યું છે, તે ક્યારેય યાદ રાખવું જોઈએ નહીં. તેનાથી તમારા મન પર ખરાબ અસર પડે છે અને માનસિક સ્વાસ્થ્ય બગડે છે. તમારા ભૂતકાળમાં જે બન્યું તેના વિશે વારંવાર વિચારવું તમને પરેશાન કરી શકે છે. આનાથી તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો.

English summary
Mental Health : Adopt this Tips for good mental health, depression will be away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X