Mood Swings : મૂડ સ્વિંગની સમસ્યાથી મળશે છુટકારો, ભોજનમાં કરો આ બદલાવ

Mood Swings : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને મૂડ સ્વિંગની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં જો તમે પણ મૂડ સ્વિંગની સમસ્યાથી પરેશાન છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

Mood Swings : વર્તમાન સયમમાં ભાગદોડ અને સ્ટ્રેસથી ભરેલા જીવનને કારણે લોકોનો સ્વભાવ ગુસ્સાવાળો બની જાય છે. આ સાથે ઘણા લોકોને મૂડ સ્વિંગની સમસ્યા રહે છે. મૂડ સ્વિંગની સીધી અસર મન પર થાય છે. આવા સમયે જ્યારે મૂડ સ્વિંગ થાય છે, ત્યારે ઘણી વખત સમજાતું નથી કે, શું કરવું? તો તમારે જણી લેવું જોઇએ કે, શરીરમાં પોષક તત્વોના કારણે, મૂડ સ્વિંગની સમસ્યા થાય છે.

મૂડ સ્વિંગની સમસ્યાને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ સાથે ક્યારેક ઓછું ખાવાથી મૂડ સ્વિંગની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ મૂડ સ્વિંગની સમસ્યાથી પરેશાન છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, અહીં અમે તમને જણાવીશું કે, કઈ વસ્તુઓનું સેવન કરવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Mood Swings

પાલક

પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ શું તમે જાણો છો કે, પાલક ખાવાથી મૂડ સ્વિંગની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. બીજી તરફ પાલકમાં આયર્ન, સોડિયમ, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી જો તમે દરરોજ પાલકનું સેવન કરો છો, તો મૂડ સ્વિંગની સમસ્યા દૂર થઈ શકે છે.

આથાવાળો ખોરાક

આથાવાળી વસ્તુઓનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. બીજી તરફ જો તમે તેનું સેવન કરો છો, તો મૂડ સ્વિંગની સમસ્યા પણ સરળતાથી દૂર થઈ શકે છે. આથાવાળા ખોરાકમાં તમે દહીં, કીવી, ઇડલી વગેરેનું સેવન કરી શકો છો. તે તમારા શરીર માટે પણ ફાયદાકારક છે.

આહારમાં પ્રોટીનનો સમાવેશ કરો

પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે. બીજી તરફ ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવાથી શરીરના નિર્માણની સાથે મૂડ પણ સારો રહે છે. મૂડ સ્વિંગની સમસ્યાને દૂર કરવા માટે ઈંડા, બ્રોકોલી, સોયાબીન અને મગની દાળને ડાયટમાં સરળતાથી સામેલ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X