For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શારિરીક અને માનસિક રીતે ફિટ રહેવું હોય તો સંગીત સાંભળો...!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સંગીત તે દવા છે જે ના ફક્ત દિલની ભાવનાઓને વ્યક્ત કરે છે પરંતુ તેના માધ્યમથી માણસ શારિરીક અને માનસિક રીતે પણ ફિટ રહી શકે છે. જો તમે કામ કર્યા બાદ થાકી જતા હોવ તો ઘરે આવ્યા પછે તમે પથારીમાં પડ્યા પડ્યા મનપસંદ મ્યૂઝિક સાંભળો, પછી જોજો ફક્ત તમારો થાક જ ઉતરી જશે એટલું જ નહી પરંતુ તમે માનસિક રીતે પણ ફ્રેશ અનુભવશો.

આટલુ જ નહી કાયમી દુખાવામાંથી પણ રાહત મળી શકે છે. એક નવા રિસર્ચમાં આ ખુલાસો થયો છે. તાજેતરના રિસર્ચ અનુસાર સંગીત સાંભળવાથી દસમાંથી ચાર લોકોને તાત્કાલિક પીડામાંથી મુક્તિ મળે છે.

સમાચારપત્ર 'ડેલી મેઇલે' લૉયડ્સ ફાર્મેસી દ્વારા કરાવવામાં આવેલા એક રિસર્ચના હવાલેથી કહેવામાં આવ્યું કે 16 થી 24 વર્ષના 66 ટકા લોકોએ સંગીત વડે દર્દમાં આરામ પહોંચવાની વાત સ્વિકારી હતી. સર્વેક્ષણમાં કુલ 1,500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર સર્વેમાં સામેલ લોકો વચ્ચે પોપ સંગીતને વધુ લોકપ્રિય ગણવામાં આવ્યું છે.

આટલું જ નહી સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો સંગીત સાંભળે છે તે લોકોની તુલનામાં વધુ મજબૂત અને હેલ્ધી હોય છે. તેમની અંદર નિર્ણય લેવાની ક્ષમતા પણ વધારે હોય છે.

પૉપ સંગીતને સૌથી લોકપ્રિય

પૉપ સંગીતને સૌથી લોકપ્રિય

પૉપ સંગીતના કારણે 21 ટકા લોકોએ કાયમી દુખાવામાંથી રાહતની વાત સ્વિકાર કરી, તો બીજી તરફ શાસ્ત્રીય સંગીત સાંભળીને 17 ટકા અને રૉક અથવા ઇંડી સંગીતથી 16 ટકા લોકોએ દુખાવામાં રાહત મળવાની વાત સ્વિકારી હતી.

વિચાર તથા ભાવનાઓ

વિચાર તથા ભાવનાઓ

ડેલી મેલે ઉટાહ વિશ્વવિદ્યાલયના પીડા વ્યવસ્થાપન કેન્દ્રના ડેવિડ બ્રેડશાના હવાલેથી કહ્યું ''દુખાવામાં સ્વયંને કોઇને કોઇ કાર્યમાં અત્યંત વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. તેના માટે મનપસંદ સંગીત સાંભળવું શ્રેષ્ઠ છે, કારણ કે આના સાથે વિચાર તથા ભાવનાઓ જોડાઇ જાય છે.''

તણાવ ઓછો કરે છે

તણાવ ઓછો કરે છે

જો તમે ખૂબ થાકેલા હોવ તો તમે પથારી સુતા સુતા અથવા તમારી વર્કિંગ ચેર પર બેસીને મધુર સંગીત સાંભળો પછી જુઓ તમારા દુખાવામાંથી રાહત મળી જશે અને મીઠી નિંદર આવી જશે.

મધુર સંગીત

મધુર સંગીત

એક સર્વેમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે, આ સંગીતમાં મંત્રોચ્ચારણ હોવાથી પણ રોગોમાંથી મુક્તિ મળે છે અને માણસ માનસિક રીતે મજબૂત બને છે.

ગીતો આપે છે શાંતિ

ગીતો આપે છે શાંતિ

સિમોન અને ગારફંકેલના ગીતો 'બ્રિજ ઓવર ટ્રબલ્ડ વોટર'એ તકલીફમાં બહાર નિકાળવવામાં વધુ મદદ કરી છે. તેમછતાં ક્રમશ: રોબી વિલિયમ્સનું 'એજેલ્સ, ફ્લીટવુડ મેકનું ગીત 'એબ્લાટ્રોસ', એલ્ટન જોનનું 'કેંડિલ ઇન ધ વિંડ' અને કોમોડોર્સનું 'ઇઝી' ગીતને મહત્વ મળ્યું છે.

English summary
Listening to music helps in relieving persistent physical pain in four out of ten people, a new Study has found.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X