For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાકૃતિક રીતે તમારી ટાલ પર ઉગાડો વાળ...

|
Google Oneindia Gujarati News

આજે અમે તમને પુરુષોના ટાલની સમસ્યાના ઉકેલ માટે કેટલીક કારગર ટિપ્સ આપવાના છીએ. સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 70 ટકા પુરુષો ટાલની સમસ્યાથી પીડાય છે. અને બહુ નાની ઉંમરે માથા પરથી વાળની ખરવાના કારણે ટાલિયા થઇ જાય છે. જેના કારણે તેમને વ્યક્તિત્વ અંગે પણ તે લધુતાગ્રંથિ અનુભવે છે. પુરુષોની આ ટાલની સમસ્યાને એન્ડ્રોજેનેટિક અલોપેશિયા કહેવાય છે. જેની શરૂઆત વાળ ખરવાથી થાય છે. અને તેના શિકાર મોટે ભાગે 25 થી 35 વર્ષના પુરુષો થાય છે.

દાઢી કર્યા પછી ચામડી બળે છે, તો બસ આટલું કરો!

કેટલીક વાર ટાલ પડવા પાછળ આનુવંશિક કારણો પણ જવાબદાર હોય છે. ડાઇહાઇડ્રોટેસ્ટોસ્ટોરોન નામનું હાર્મોન આ પાછળ મોટી માત્રામાં જવાબદાર હોય છે. ત્યારે બજારમાં હાલ આ અંગે ધણા ઉત્પાદનો બહાર આવ્યા છે અને વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવાની પીડાદાયક ટ્રીટમેન્ટ પણ છે. પણ આ બધુ કરતા પહેલો જો તમે પ્રાકૃતિક ઉપચારને એક મોકો આપવા માંગો છો તો વાંચો નીચેનો આ આર્ટીકલ....

સરસોનું તેલ અને મહેંદીના પત્તા

સરસોનું તેલ અને મહેંદીના પત્તા

1 કપ સરસોનું તેલ, 4 ટેબલસ્પૂન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો. નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવાથી વાળ સફેદ નથી થતા. ખોડા દૂર થાય છે અને વાળનો ગ્રોથ સારો થાય છે.

મેથીની પેસ્ટ

મેથીની પેસ્ટ

મેથીને પીસે તેને નાળિયેરના તેળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો પછી માથું ધોઇ દો. નોંધનીય છે કે મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વુદ્ધિમાં સહાય કરશે.

નાળિયારનું દૂધ

નાળિયારનું દૂધ

નાળિયેરના દૂધના પોષક તત્વો તમારા વાળને મજબૂત બનાવે છે. 20 મિલિ નાળિયેર તેલનું અંદર 2 ટેબલસ્પૂન આંબળાનું તેલ અને 1 ટી. સ્પીન લીબુંનું તેલ મિક્સ કરીને 20 મિનિટ ત્વચા પર રહેવા દો પછી વાળ ધોઇ દો તેનાથી પણ લાભ મળશે.

ડુંગળી.

ડુંગળી.

1 ડુંગળી લઇને તેને મિક્સીમાં મિક્સ કરી તેનો રસ નીકાળો તેમાં એક ટેબલ સ્પૂન મધ મિક્સ કરો અને આ રસને વાળ પર જ્યાં ટાલ છે તે જગ્યાએ લગાવી માલિશ કરો. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ જુઓ.

આંબળા

આંબળા

4થી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી. મિશ્રણને ઠંડુ થતા, ગાળી આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો. વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોઇ દો.

English summary
Natural Tips To Prevent Male Pattern Baldness Listed in this article are some natural, effective and safe tips to prevent male pattern baldness. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X