• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કામ કરતાં કરતાં ભારતીય મહિલાઓ શરમાઇને થઇ જાય છે પાણી પાણી!!!

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: આપણે આધુનિક ભારતનો ભાગ છીએ. દેશની અડધી વસ્તી દેશના વિકાસમાં કદમથી કદમ મિલાવી રહી છે. દેશના ટોચના પદો પર મહિલાઓ બિરાજમાન છે. દુનિયાની તાકતવર મહિલાઓની યાદીમાં 4 ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે. તેમછતાં ભારતમાં મહિલાઓની સ્થિતિ આઝાદી પહેલાંવાળી છે. ખાસકરીને જ્યારે આપણે વાત કરીએ છીએ ગ્રામીણ ભારતની.

ભારતના કેટલાક ગામડાઓની સાથે-સાથે શહેરો અને મહાનગરોના ઘરની છતો પર મહિલાઓ પોતાના આંતરવસ્ત્રો કંઇક એ પ્રમાણે સુકવે છે કે કોઇની નજર ના પડી જાય. આ તેમની શરમ અને લજ્જાનું એક રૂપ છે, પરંતુ અમે તમને અહીં ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે જ્યારે વાત તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય તો શરમ કેવી?

અહીં અમે કેટલાક એવા મુદ્દાઓની વાત કરવાના છીએ જેમાં ભારતીય મહિલાઓ આધુનિકતાનો ચોળો ઉતારીને શરમનું ઘરેણું પહરી લે છે. આ તે સમય હોય છે, જ્યારે તે લોકલાજના ચક્કરમાં સાહસ બતાવી શકતી નથી. એમ તો સ્લાઇડરમાં જે વાતો પર અમે ચર્ચા કરવા જઇ રહ્યાં છીએ, તેનું સૌથી મોટું કારણ છે પુરૂષો દ્વારા તેમની મજાક ઉડાવવી, ગંભીરતાથી ન લેવી જોઇએ અને વધતા જતા યૌન શોષણ છે. જો કે આ નબળાઇ મહિલાઓમાં જ નહી, પરંતુ સમાજનો એક વિકાર છે.

સેનિટરી નેપકિન ખરીદવામાં શરમ

સેનિટરી નેપકિન ખરીદવામાં શરમ

ભારતમાં કાળી પોલીથીનનું રહસ્ય છુપાયેલું નથી. કોઇપણ દવાની દુકાનમાં સેનિટરી નેપકિન માંગવા પર તેને કાળી પોલીથીનમાં અથવા કોઇ સમાચારમાં વિટીને આપવી તે સામાન્ય વાત છે. આ શરમનું તે રૂપ છે જે આપણને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી મામલામાં સહજ નથી થવા દેતું.

શૌચાલય સંબંધી સમસ્યા

શૌચાલય સંબંધી સમસ્યા

સંયુક્ત રાષ્ટ્રના 2012ના રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઇલ ફોન વધુ અને શૌચાલય ઓછા છે. કેટલાક ગામડાઓમાં સ્કૂલમાં શૌચાલય ન હોવાને કારણે તે સ્કૂલ જતા નથી. દેશની 80 ટકા મહિલાઓ આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે.

કોડોમ વેચવામાં આવે છે શરમ

કોડોમ વેચવામાં આવે છે શરમ

ભારતમાં સ્વાસ્થ્ય યોજના હેઠળ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને ઘરે-ઘરે જઇને ગર્ભ નિરોધક વહેચવાની યોજના ચલાવવામાં આવે છે. પરંતુ મોટાભાગની આશા કર્મી આ કાર્તક્રમ હેઠળ કોન્ડોમ વેચવાની માંગતી નથી. આ કાર્યકર્તાઓનું કહેવું છે કે આ કામને કરવામાં તેમને શરમ આવે છે.

પીરીયડ્સ વિશે વાતમાં ખચકાઇ છે

પીરીયડ્સ વિશે વાતમાં ખચકાઇ છે

પીરીયડ્સ મહિલાઓના શારીરિક વિકાસ સાથે જોડાયેલી એક સાધારણ પ્રક્રિયા છે જે દરેક મહિલાને હોય છે. એમાં કોઇ હસવાની કે મજાક કરવાની વાત નથી. પરંતુ હજુ સુધી સમાજમાં પીરીયડ્સને લઇને એક શરમ અને ખચકાટ છે. મહિલાઓ આ અંગે વાત કરવાનું ટાળે છે.

સેક્સના મુદ્દે ખુલીને બોલી શકતી નથી

સેક્સના મુદ્દે ખુલીને બોલી શકતી નથી

ભારતીય મહિલાઓ સેક્સ અને સેક્સુઅલ લાઇફ વિશે ખુલીને બીજા સાથે તો દૂરની વાત પરંતુ પોતાના પાર્ટનર સાથે પણ વાત કરતી નથી. પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓ સેક્સ જેવા વિષયો પર શરમાઇ જાય છે. કેટલીકવાર તો પોતાના પાર્ટનર સાથે પણ તે આ વિશે વાત કરી શકતી નથી. કેટલીક વાર મહિલાઓ પોતાના પતિની સામે પીરીયડ્સ દરમિયાન પણ નતમસ્તક થઇ જાય છે, જે તેમના સ્વાસ્થ્ય પર મોટો આધાત પહોંચાડે છે.

ગર્ભનિરોધક અપનાવવામાં ખચકાટ

ગર્ભનિરોધક અપનાવવામાં ખચકાટ

ભારતીય યુવા દંપતી ખાસકરીને મહિલાઓ ભલે આંતરરાષ્ટ્રીય બ્રાંડના પહેરે, પરંતુ ગર્ભનિરોધકના સુરક્ષિત અને સારી પદ્ધતિને અપનાવવામાં તથા તેમના વિશે વાત કરવામાં શરમ અનુભવે છે. મોટાભાગના દંપત્તિઓની ગર્ભનિરોધક સાથે જોડાયેલી જાણકારી સીમિત રહે છે અને કેટલીક વાર ખોટી હોય છે.

સંતાડીને સુકવે છે આંતરવસ્ત્રો

સંતાડીને સુકવે છે આંતરવસ્ત્રો

મહિલાઓ પોતાના આંતરવસ્ત્રોને સંતાડી સુકવે છે. બ્લાઉઝ અથવા પેટિકોટ નીચે અને કેટલીક વાર તો બાથરૂમના દરવાજાની પાછળ સુકવે છે. તેમની આ માનસિકતાને 'શરમ' કહે છે જે એક હદ બાદ શરમજનક થઇ જાય છે કારણ કે જાણેઅજાણે આનાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ઉંડી અસર પડે છે. ડૉક્ટરોનું માનીએ તો યોગ્ય રીતે તડકામાં ન સુકવેલા થોડા લીલા આંતરવસ્ત્રો પહેરવાથી ફંગલ ઇન્ફેકશનનો ખતરો વધી જાય છે જે ભારતીય મહિલાઓમાં સામાન્ય વાત માનવામાં આવે છે.

સ્તર કેન્સરનું મોટું કારણ શરમ

સ્તર કેન્સરનું મોટું કારણ શરમ

લખનઉ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર ભારતમાં સ્તન કેન્સરનું મોટું કારણ એ છે કે શરૂઆતના સ્ટેજમાં જ્યારે સ્તનોમાં સમસ્યા ઉત્પન્ન થાય છે, ત્યારે મહિલાઓ શરમના કારણે ડૉક્ટરની પાસે જતી નથી. આગળ જઇને બિમારીઓ ગંભીર થઇ જાય છે.

ટોયલેટ જવામાં શરમ

ટોયલેટ જવામાં શરમ

ભારતમાં તમામ છોકરીઓ છે, જે જ્યારે કોઇના ઘરે જાય છે, અને તેમને ટોયલેટ જવું હોય છે, તો સંકોચવશ જતી નથી. તેની પાછળ પણ ફક્ત એક કારણ શરમ છે. જ્યારે યૂરિન રોકવું સ્વાસ્થ્ય માટે એકદમ ખતરનાક થઇ શકે છે. તેની સીધી અસર કિડની પર પડે છે.

બ્રા-પેન્ટી ખરીદવામાં શરમ

બ્રા-પેન્ટી ખરીદવામાં શરમ

તમામ ભારતીય મહિલાઓ પોતાના આંતરવસ્ત્રો ખરીદવામાં શરમાઇ છે. જો કે તે પોતાની માતા અથવા મોટી બહેનને કહે છે, કે તે તેમના માટે આંતરવસ્ત્રો બજારથી લઇને આવે. એવામાં સાઇજ નાની આવે તે સામાન્ય બાબત છે અને જો આંતરવસ્ત્રો વધુ ટાઇટ છે, તો લોહીના પરિભ્રમણમાં અસર પડે છે.

English summary
Shyness always makes Indian women unhealthy. This is a truth and even then nobody in India wants to come up from it.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more