For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માણસ આ રીતે શીખ્યા નાકમાં આંગળી નાખતા, રિસર્ચમાં થયો ખુલાસો

માનવ સ્વભાવમાં ઘણી ક્રિયાઓ સહજ હોય છે. જે કરવા માટે માણસે ચેષ્ટા કરવાની જરૂર નથી, પણ તે આપોઆપ થતી રહે છે, જેમ કે શ્વાસોચ્છવાસની ક્રિયા. આ સાથે ઘણી એવી પ્રક્રિયા છે જે અસહજ સાથે સાથે અન્ય સામે હાંસીનું પાત્ર પણ બનાવે છે.

|
Google Oneindia Gujarati News

માનવ સ્વભાવમાં ઘણી ક્રિયાઓ સહજ હોય છે. જે કરવા માટે માણસે ચેષ્ટા કરવાની જરૂર નથી, પણ તે આપોઆપ થતી રહે છે, જેમ કે શ્વાસોચ્છવાસની ક્રિયા. આ સાથે ઘણી એવી પ્રક્રિયા છે જે અસહજ સાથે સાથે અન્ય સામે હાંસીનું પાત્ર પણ બનાવે છે. આ સાથે તેનાથી આપણી પર્સનાલિટી પણ કમજોર થાય છે. આવી જ એક હરકત છે, નાકમાં આંગળી નાંખવી. આ અંગે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે.

12 પ્રાઈમેટ પર સંશોધન કરવામાં આવ્યું

12 પ્રાઈમેટ પર સંશોધન કરવામાં આવ્યું

સંશોધકોએ આ અભ્યાસ પ્રાઈમેટની 12 પ્રજાતિઓ સાથે કર્યો હતો. જર્નલ ઓફ ઝૂઓલોજીમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસના અહેવાલમુજબ, મનુષ્ય એકલા નાકમાં આંગળી નાખવાનું કામ નથી કરતો. તે સિવાય ઘણા પ્રાણીઓ પણ આ કરે છે.

આ અભ્યાસના મુખ્ય લેખકઅને લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના વિજ્ઞાની એન-ક્લેર ફેબ્રે કહે છે કે, હજૂ સુધી આ અંગે કશું જ નક્કર મળ્યું નથી, પરંતુ જે મળ્યું છે તેઘણું રમુજી છે.

આ રીતે વ્યક્તિને પડી જાય છે આદત

આ રીતે વ્યક્તિને પડી જાય છે આદત

અહેવાલો અનુસાર, aye aye નામનો પ્રાઈમેટ, જે મૂળ મેડાગાસ્કરનો છે, જ્યારે તે નવરો હોય, ત્યારે કંઈક આવું જ કરે છે. સંશોધકોએ જાણ્યું છે કે, આ પ્રાઈમેટ હાથની સૌથી લાંબી આંગળી તેના નાકમાં નાંખે છે.

વૈજ્ઞાનિકોએ તેની વર્તણૂક જાણવા માટે ઇમેજિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જે બાદ વૈજ્ઞાનિકોને ખબર પડી કે, aye aye આ માટે પોતાની વચ્ચેની આંગળીનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ આદત માણસોમાં પણ વિકસિત થઈ હશે.

આમ કરવું બની શકે છે નુકસાનકારક

આમ કરવું બની શકે છે નુકસાનકારક

આ સિવાય વૈજ્ઞાનિકો દ્વારા અન્ય એક સંશોધન પણ કરવામાં આવ્યું હતું. જેમાં એવું જાણવામાં મળ્યું છે કે, જે લોકો નાકમાંથી ગંદકી ખાય છે (ગુંગા) તેમના દાંતની પોલાણ ઓછી હોય છે.

રિસર્ચ રિપોર્ટ અનુસાર, નાકમાં સતત આંગળી નાખવાથી શરીરમાં સ્ટેફાયલોકોકસ જેવા વાયરસ તમને ઘેરી શકે છે.

જો સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયા શરીરમાં ફેલાય છે, તો વ્યક્તિને ન્યુમોનિયા, હૃદયના વાલ્વ અને હાડકાં સંબંધિત ગંભીર સંક્રમણ લાગી શકે છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહેવું વધુ સારું છે.

English summary
This is how man learned by putting his finger in his nose, the research revealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X