For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયાબિટસ થતો અટકાવો છે તો આ કરવાનું ના ભૂલો...

|
Google Oneindia Gujarati News

આજકાલની મોર્ડન દિનચર્યાને સાપેક્ષમાં આપણી જે ખાવા પીવાની આદતો છે તેના કારણે આપણે ડાયબિટસ, હાઇ બીપી જેવી બિમારીઓનો જલ્દી ભોગ બનીએ છીએ. વળી ખાદ્ય પદાર્થોમાં થતી વિવિધ પ્રકારની ભેળસેળ, પ્રદૂષણ અને આપણી કસરત કર્યા વગરથી દિનચર્યા આપણને વધુ અનફીટ બનાવે છે. ત્યારે જો તમારા પરિવારમાં પણ કોઇ વ્યક્તિને ડાયાબિટીસહોય અને તમને પણ તેવું લાગતું હોય કે તેના કારણે તમને પણ ડાયાબિટીસ થવાના ચાન્સ વધુ છે. તો આ આર્ટીકલ તમારે વાંચવો જ રહ્યો.

કારણ કે આજે અમે તમને કેટલીક તેવી કામની ટિપ્સ આપવાના છીએ જેના જાણીને તમને નાની ઉંમરે જ ડાયાબિટીસ માટે વધુ સભાન બનીને લાંબા સમય સુધી આ રોગને તમારા શરીરથી દૂર રાખી શકશો. તો વાંચો આ જાણીકારી અને તેને શેયર કરવાનું ના ભૂલતા. કારણ કે તે કોઇને કોઇના માટે ફાયદાકારક થઇ શકે છે...

60:20:20ની રીત ફોલો કરો

60:20:20ની રીત ફોલો કરો

સામાન્ય રીતે આપણે 80 ટકા કાર્બ્સ અને 20 ટકા અન્ય પોષક તત્વોએ મુજબ ખાઇએ છીએ. ત્યારે સારું તે રહેશે કે તમે 60 ટકા કાર્બ્સ, 20 ટકા પ્રોટીન અને 20 ટકા ફેટ ખાવ. અને કસરત પણ કરો સાથે.

ભાતના બદલે બ્રાઉન રાઇઝ ખાવ

ભાતના બદલે બ્રાઉન રાઇઝ ખાવ

રિફાઇન્ડ કરેલ અનાજ સ્વાસ્થય માટે એટલું સારું નથી હોતું. પણ આપણે બધા જ સફેદ ભાત ખાવાના આદી છીએ. ત્યારે શ્રેષ્ઠ તે રહેશે કે તમે ભાતની જગ્યાએ બ્રાઉન બ્રેડ કે બ્રાઉન રાઇઝ ખાવ.

મીઠાઇથી રહો દૂર

મીઠાઇથી રહો દૂર

આર્ટીફિશ્યલ સ્વીટનર વાળી તમામ મીઠાઇઓથી દૂર રહો. તહેવારમાં તો ખાસ મીઠાઇથી તોબા કરો. મીઠાઇ છોડશો તો જ ડાયાબિટીસ છૂટશે.

એક જગ્યા લાંબો સમય ના બેસો

એક જગ્યા લાંબો સમય ના બેસો

કોઇ પણ જગ્યાએ લાંબો સમય ના બેસો. તમે હાઉસ વાઇફ હોવ કે પછી ઓફિસમાં કામ કરતા નોકરિયાત. 1 કલાક થાય એટલે જે તે જગ્યાએથી ઊભા થઇને ઘરના ચાર આંટા મારી જ લેવાના. અને હા કસરતને તમારી રોજિંદી દિનચર્યામાં સામેલ કરો.

પ્રોટીન સાઇઝ

પ્રોટીન સાઇઝ

ગુજરાતી ફૂલ થાળી ટાઇપ ભાણાને ખાવાના બદલે દર થોડી થોડી વારે થોડુંક થોડુક ખાવ.

ફાઇબર

ફાઇબર

પત્તાવાળા શાકભાજી, રાજમા, કઠોળ, દાળ જેવી વસ્તુઓને રોજ ખોરાકમાં એડ કરો. જેટલું ફાઇબર વધારે તેટલું સારું. વળી ઓછી મીઠાશ વાળા શાકભાજીને પણ ખાઇ શકાય છે.

દાળો

દાળો

કઠોળ અને દાળોને પોતાના ખોરાકમાં ચોક્કસથી લો. જેનાથી બ્લડ સુગરને કંટ્રોલમાં લાવી શકો. કાર્બથી ભરેલા ખોરાકને પણ આહારમાં લો.

દૂધ

દૂધ

દૂધમાં પ્રોટિન અને કાર્બોહાઇડ્રેડ બન્ને છે. દિવસમાં બે વાર દૂધ પીવું સ્વાસ્થય માટે લાભકારી છે.

બદામ

બદામ

રાતના બદામને પાણીમાં નાખી સવારે તેવી બદામ ખાવ. વળી મેથીના દાણા નાંખેલું પાણી પીવું પણ લાભકારી રહે છે. તો વળી સવારે મીઠા અને મરી વાળો ટમેટાનો જ્યૂસ પણ પીવો લાભકારી રહે છે.

English summary
Prevention is a lot better than curing a medical condition. The same applies to diabetes. The problem with our lifestyle is that it has an unhealthy side to it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X