For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી મહિલાઓને કેસરથી થતા 6 સ્વાસ્થય લાભ

|
Google Oneindia Gujarati News

દુનિયાનો સૌથી મોંધો મસાલો હોય છે કેસર. અને સાથે જ આ સોડમના રાજા કેસરમાં અનેક ઔષધિય ગુણો પણ હોય છે. મોટા ભાગે કેસરનો ઉપયોગ ખાવા સિવાય વાન ગૌરો કરવા માટે પણ થાય છે.

કેસરની અંદર થિયામાઇન અને રિબોફ્લેવિન હોય છે. જે ખૂબ જ ફાયદાકારક હોય છે. અનેક લોકોનું માનવું છે કે ગર્ભવતી મહિલાઓએ કેસરનું સેવન કરવું જોઇએ. જેનાથી તેમના સ્વાસ્થયને લાભ થાય છે.

ત્યારે ગર્ભવતી મહિલાઓને કેસરનો ઉપયોગ કરવાથી કેવા કેવા લાભ થાય છે તે જાણો અમારા આ આર્ટીકલમાં. જો કે કેસર ખાવાની બાળક ગૌરું આવે છે તે વાતને ડોક્ટરો મિથક માને છે.

આંખોની સમસ્યા

આંખોની સમસ્યા

ગર્ભવતી મહિલાઓ અનેક વાર આંખોમાં બળતરા થાય છે. તેવા સમયે કેસરના દૂધને પીને તે તેમની આંખોને આરામ આપી શકે છે.

પાચન

પાચન

ગર્ભાઅવસ્થા દરમિયાન પાચન સંબંધી અનેક સમસ્યાઓ થતી હોય છે. કારણ કે શરીરમાં તે સમય રક્ત સંચારમાં અનિયમિતતા હોય છે. તેવામાં કેસરનું સેવન કરવું લાભકારી છે.

કિડની

કિડની

કેસર એક પ્રકારનું બ્લડ પ્યૂરીફાયર છે. જેનાથી કિડની અને લીવર જેવી સમસ્યાઓ દૂર રહે છે.

પેટ દર્દ

પેટ દર્દ

ગર્ભાઅવસ્થામાં પેટમાં અસહજ અને દુખાવો રહે છે. ત્યારે કેસર એક દર્દનિવારક તરીકે તમને ઉપયોગી સાબિત થઇ શકે છે.

બાળક

બાળક

ગર્ભવતી મહિલાના પેટમાં 5માં મહિનાથી જ બાળક અંદર ફરવા લાગે છે. ત્યારે કેસરનું દૂધ પીવાથી માતાને આ ફરવાનો અહેસાસ સારી રીતે થાય છે. અને તેનાથી શરીરનું તાપમાન પણ સંતુલિત રહે છે. પણ બહુ વધુ માત્રામાં કેસરનું સેવન ના કરવું જોઇએ.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર

ગર્ભવતી મહિલાઓ જેમને પ્રેગનેન્સી વખતે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા હોય તેમને દૂધની સાથે કેસર ખાવું જોઇએ. તેનાથી બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે અને મૂડ પણ સારો રહે છે. વળી માંસપેશીઓને પણ રાહત રહે છે.

English summary
It may not improve the fairness of baby but has many beneficial properties. Here we have piled Top 6 Health Benefits Of Saffron For Pregnant Women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X