For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કબજિયાતને કારણે પરેશાન થઇ ગયા છો? આ ઉપાયોથી મળશે રાહત

વર્તમાન યુગની વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. તેમાંથી કબજિયાત પણ એક મોટી સમસ્યા છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો પાઈલ્સ જેવી બીમારીઓનો ખતરો ઉભો થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન યુગની વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. તેમાંથી કબજિયાત પણ એક મોટી સમસ્યા છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો પાઈલ્સ જેવી બીમારીઓનો ખતરો ઉભો થઈ શકે છે. જોકે તેની સારવાર ડૉકટર્સ પાસે ઉપલબ્ધ છે, પરંતુ જો તમે ઘરેલુ ઉપચારની મદદ લેવા માંગતા હોવ તો તમે 5 પદ્ધતિઓ અપનાવી શકો છો.

Constipation

કબજિયાતની સમસ્યા માટે અપનાવો ઘરેલું ઉપચાર

1. આહારમાં કરો ફેરફાર

આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખાઈએ છીએ જેમાં તેલનો ઉપયોગ વધુ થતો હોય છે. જો તમારે કબજિયાતથી રાહત મેળવવી હોય તો આ તેલયુક્ત ખોરાકથી અંતર રાખો અને એવો આહાર લેવાનું શરૂ કરો, જે હેલ્ધી હોય અને પેટને પચવામાં વધારે તકલીફ ન પડે. બે ભોજન વચ્ચેનો વિરામ પણ જરૂરી છે, તેથી દર કલાકે કંઈક ખાવાની આદત છોડો.

2. અજમો અને જીરું

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે અજમો અને જીરાનો ઉપયોગ કરી શકાય છે. આ બંને મસાલાને ધીમી આંચ પર શેકી લો અને પાવડર તૈયાર કરો. પછી આ પાવડરમાં કાળું મીઠું ઉમેરો. જો તમે આ નિયમિત રીતે કરશો તો કબજિયાતની સમસ્યા દૂર થશે.

Constipation

3. ગરમ પાણી પીવો

જો તમે સવારે ઉઠીને બાથરૂમમાં ગયા બાદ એક ગ્લાસ નવશેકું પાણી પીશો તો તમને કબજિયાતમાં રાહત મળશે. જ્યારે તમે ગરમ પાણી પીશો, ત્યારે તમને દબાણનો અનુભવ થશે. જો આમ ન થાય તો થોડીવાર રાહ જુઓ અને પછી શૌચ માટે જાઓ

4. ગરમ દૂધમાં ઘી મિક્સ કરીને પીવો

દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે, કારણ કે આ સુપરફૂડમાં ઘણા પોષક તત્વો એકસાથે ભળે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં થોડું ઘી ભેળવીને પીવો, આમ કરવાથી પેટ સાફ થઈ જશે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે.

કબજિયાતથી ઝડપથી કેવી રીતે છૂટકારો મેળવવો?

  • કબજિયાતમાં રાહત મેળવવા માટે પુષ્કળ પ્રવાહીનું સેવન એ અસરકારક પદ્ધતિ છે. તે GI ટ્રેક્ટને સારી રીતે હાઇડ્રેટેડ રાખે છે.
  • વનસ્પતિ આધારિત ખોરાક, આખા અનાજ, શાકભાજી અને ફળો જેવા તમામ કુદરતી સ્ત્રોતોમાંથી ફાઇબરયુક્ત ખોરાક ખાવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે.
  • નિયમિત કસરતો જેવી કે ચાલવું, દોડવું, યોગ વગેરે, રુધિરાભિસરણ તંત્રને વધારવામાં અને GI માર્ગના સ્નાયુઓને ટોન કરવામાં મદદ કરી શકે છે.
English summary
Troubled by constipation? These remedies will give relief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X