For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાજરી કે મકાઈની રોટલી, ઠંડીમાં વેઈટલૉસ માટે શું છે બેસ્ટ?

અહીં અમે તમારા માટે બે સૌથી વધુ ઉપયોગમાં લેવાતુ અનાજ, મકાઈ અને બાજરી લઈને આવ્યા છે અને તેના ગુણોનુ વિસ્તૃત મૂલ્યાંકન કરીશુ જેનાથી તમે જાણી શકશો કે વજન ઘટાડવા માટે વધુ સારુ શું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જે લોકો વેઈટલૉસ કરવા માંગે છે તેમને ઘણી વાર કહેવામાં આવે છે કે તે પોતાના ડાયેટમાંથી બ્રેડ અને રોટલીઓ ઘટાડી દે પરંતુ આમ કરવુ એ કોઈ વિકલ્પ નથી. ભારતીય વ્યંજનોમાં એવા ઘણા વિકલ્પ છે જેમાં નેચરલી કાર્બ કન્ટેન્ટ ઓછા હોવા સાથે જ તે ફેટ બર્ન માટે પણ ઘણા સારા હોય છે. પોતાના હેલ્ધી નેચરના કારણે તે એ લોકો માટે ઘણા સારા છે જે પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે. અહીં અમે તમારા માટે બે સૌથી વધુ ઉપયોગમાં લેવાતુ અનાજ, મકાઈ અને બાજરી લઈને આવ્યા છે અને તેના ગુણોનુ વિસ્તૃત મૂલ્યાંકન કરીશુ જેનાથી તમે જાણી શકશો કે વજન ઘટાડવા માટે વધુ સારુ શું છે.

બાજરીના ગુણ

બાજરીના ગુણ

પ્રોટીન, ફાઈબર અને જરૂરી ખનીજોથી ભરપૂર, બાજરી અનાજમાં સૌથી આરોગ્યપ્રદ વિકલ્પોમાંનુ એક છે જે ગ્લેટનમુક્ત હોવાના કારણે બેસ્ટછે. ઉચ્ચ ફાઈબર સામગ્રી બ્લડ શુગરના સ્તરને પ્રતિબંધિત કરવામાં મદદ કરે છે અને આમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન હોવાના કારણે બાજરી ગેસ્ટ્રીક બિમારીઓ અને કબજિયાત જેવી સમસ્યાઓ માટે ખૂબ સારુ છે. જટિલ કાર્બોહાઈડ્રેટયુક્ત, બાજરી પચવામાં લાંબો સમય લાગે છે જેના કારણે તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ વધુ હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલુ અનુભવાય છે. બાજરીમાં હાજર ફાઈટોકેમિકલ્સ અને પૉલીફેનોલ્સ પ્રકૃતિમાં એંટી-કાર્સિજેનિક અને એંટીટ્યુમર હોય છે. માટે બાજરી કેન્સર કોશિકાઓના વિકાસને રોકી શકે છે અને અમુક પ્રકારના કેન્સરથી તમારુ રક્ષણ કરી શકે છે.

મકાઈના ગુણ

મકાઈના ગુણ

મકાઈ એક ઉત્તર ભારતીય પ્રધાન અનાજ છે જે સામાન્ય રીતે ઠંડીમાં ખાવામાં આવે છે અને ઘઉના લોટ માટે એક બેસ્ટ વિકલ્પ છે. મકાઈ આર્યન, ફૉસ્ફરસ, ઝિંક અને વિવિધ વિટામિનોથી ભરપૂર હોય છે. એંટીઑક્સિડન્ટથી ભરપૂર મકાઈનો લોટ આંખોની રોશની માટે સારો સાબિત થાય છે અને કેન્સર અને એનીમિયાની રોકથામમાં પણ મદદ કરે છે. તે લસ મુક્ત છે અને વજન ઘટાડવા માટે ખૂબ પ્રભાવી છે કારણકે તેમાં જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે જે તૂટવામાં વધુ સમય લે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલુ અનુભવાય છે. મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રતિરોધી સ્ટાર્ચ હોય છે અને તે વજનને મેનેજ કરવામાં મદદ કરે છે.

બંનેમાંથી શું ખાવુ?

બંનેમાંથી શું ખાવુ?

ભલે ખાવાના બંને વિકલ્પોની તુલના કરવામાં આવે પરંતુ એ જોવુ વધુ મહત્વપૂર્ણ છે કે તમારી પ્રાથમિકતા શું છે. જે લોકો ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય અને ભારે માત્રામાં વજન ઘટાડવા માંગતા હોય તેમણે અપેક્ષાકૃત ઓછી કેલેરી સામગ્રીના કારણે બાજરીના લોટની પસંદગી કરવી જોઈએ, ભલે બંને ગ્લુટેન મુક્ત વિકલ્પ હોય. જો કે આનુ વધુ સેવન કરવામાં આવે તો તે એ લોકોમાં પથરીના વિકાસનુ કારણ બની શકે છે જેમાં તેને વિકસિત કરવાની પ્રવૃત્તિ હોય છે. બાજરીમાં હાજર ફાઈટિક એસિડ પણ આંતરડામાં ભોજનના અવશોષણમાં મુશ્કેલી ઉભી કરે છે. મકાઈની વાત કરીએ તો જે લોકોમાં લોહી ગંઠાવાની સમસ્યા હોય તેમણે આનુ વધુ સેવન કરવાનુ ટાળવુ જોઈએ. મકાઈને પચાવવાનુ મુશ્કેલ હોય છે માટે પેટ ફૂલવુ, ગેસ અને ડાયેરિયા જેવી પાચન સંબંધી મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છ. આ પ્રતિકૂળ પ્રભાવો પર ધ્યાનથી વિચાર કરવા અને બે લોટના લાભોની સરખામણી કર્યા બાદ તમારે પોતાના માટે વધુ લાભકારી વિકલ્પ પર નિર્ણય લેવો જોઈએ.

English summary
Weight Loss Roti: Bajra Vs Maize Roti, Which one is Better for Weight Loss?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X