તમારા વાળ તમારી પર્સનાલિટીના આ રહસ્યો ખુલ્લા પાડે છે!

તમને જાણીને નવાઇ લાગશે પણ વાળ તમારા જીવનની અને તમારી પર્સનાલિટીની પોલ ખોલવામાં સક્ષમ છે. હાલમાં જ બહાર પડેલા સર્વે મુજબ પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિની નજર તમારા વાળ પર જરૂરથી પડે છે. અને જો તમારા વાળ ચમકીલા, લાંબા, કાળા અને ઘટાદાર હોય તો લોકો તમારી પ્રત્યે જરૂરથી આકર્ષિત થાય છે.

આમ તમારી પર્સનાલિટીમાં વાળ એક મહત્વનો ભાગ ભજવે છે અને કદાચ આ જ કારણ છે કે વાળ ઉગાડવાના હજારો પ્રોડક્ટથી લઇને ટ્રીટમેન્ટ સેન્ટર હાલ ધમધમી રહ્યા છે. તો તમારા વાળના પ્રકાર મુજબ તમારા તમે કેવી પર્સનાલિટી ધરાવો છો. અને હા જો તમે પણ આ આર્ટીકલમાં લખેલી માહિતીથી સહેમત થતા હોવ તો તેને શેયર કરવાનું ના ભૂલતા. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

સીધા વાળ

સીધા વાળ

અહીં હું ટ્રીટમેન્ટ કરાયેલા વાળની વાત નથી કરતી. પણ ધણા લોકોના વાળ એકદમ સીધા હોય છે. આવા લોકો અંતરમુખી, શાંત અને શિષ્ટ હોય છે. તે મહેનત કરી જાણનારા અને સારા ચિંતન કરનારા હોય છે. જો કે તે પોતાની સફળતાને મેળવવા માટે થોડા સ્વાર્થી પણ હોય છે. અને સાથે જ તેમને તેમનો ઉદ્દેશ સ્પષ્ટ પણે ખબર હોય છે.

કર્લી હેર

કર્લી હેર

તો તમારા વાળ મેગી જેવા વાંકડિયા હોય તો તમે એક ખુશમિજાજી અને મસ્ત મોલા માણસ છો. વળી લોકો કર્લી હેર વાળા લોકોને રોમાંચક, ઉર્જાવાન, નિર્ભયી માને છે.

વેવલી હેર

વેવલી હેર

તમારા વાળ મેગી જેવા નથી પણ હા થોડા વાકડિયા છે. તો તમે કલાત્મક, પ્રેમાય અને સર્જનાત્મક વ્યક્તિ છો. તે લોકો સપના જોનારા અને શારીરિક રીતે સક્રિય રહેનારા લોકો હોય છે.

પોલિશ, કલર અને ટ્રીટમેન્ટ હેર

પોલિશ, કલર અને ટ્રીટમેન્ટ હેર

આજકાલ અનેક લોકો વાળને પોલિસ કરાવે છે અને અનેક ટ્રીટમેન્ટ તથા કલર્સ પણ કરાવે છે. આવા લોકોને પોતાની જાતની ખાસ પ્રેમ હોય છે તે દરેક વસ્તુ પરફેક્ટ દેખાય તે માટે પ્રયાસ કરતા હોય છે. અને તે પોતાના લૂકને લઇને થોડા વધુ પડતા જ સજાગ હોય છે.

પ્રાકૃતિક વાળ

પ્રાકૃતિક વાળ

જે લોકો તેમના વાળને કોઇ પણ પ્રકારના રંગ કે પ્રોસેસથી દૂર રાખવામાં માને છે તે હોશિયાર હોય છે અને પોતાનો સમય ક્રિએટીવ વસ્તુઓ વ્યતિત કરવામાં માને છે. અને જે લોકો દુનિયા શું કહેશે તે છોડીને સફેદ વાળ રાખે છે તે હોશિયાર અને વિચારશીલ હોય છે.

હાઇ પોની ટેલ

હાઇ પોની ટેલ

જે લોકો હાઇ અને ટાઇટ પોની ટેલ લે છે તે લોકોને તેમના જીવનમાં દરેક વસ્તુઓને કંટ્રોલ કરવી ગમે છે. તેમને બધુ પ્લાનિંગ મુજબ સુવ્યવસ્થિત કરવું ગમે છે. વળી આવા લોકો ઓફિસમાં કે ઘરમાં પોતાના કામમાં મગ્ન રહેતા વધુ જોવા મળે છે.

ખુલ્લા વાળ

ખુલ્લા વાળ

જે લોકો પોતાના વાળને ખુલ્લા રાખે છે તે મુક્ત વિચારો ધરાવતા લોકો હોય છે. તે બીજા તેમના વિષે શું વિચારે છે તેની ચિંતા નથી કરતા. તેમને તેમના પ્રયાસોમાં વિશ્વાસ હોય છે. અને તેમને ફરવા-હરવા અને જીવનને માણવાનો શોખ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X