For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇફ્તાર સમયે શું ખાવું અને શું નહીં?

|
Google Oneindia Gujarati News

ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાન એક પાક મહિનો માનવામાં આવે છે, જેમાં ભૂખ્યા રહીને ઇફ્તાર દરમિયાન પોતાનો ઉપવાસ ખોલવામાં આવે છે. ત્યારે આ પ્રશ્ન તમારા મનમાં રોઝા રાખતી વખતે હંમેશા આવતો હશે કે ઇફ્તારના સમયે શું ખાવું અને શું નહીં? કારણ કે હંમેશા જોવામાં આવે છેકે લાંબ સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ અચાનક ભરપેટ ખાઇ લેવાથી પેટમાં દર્દ અથવા એસીડિટી થવા લાગે છે.

આ પણ વાંચોઃ- શા માટે રાખવામાં આવે છે રમઝાન મહિનામાં ઉપવાસ?

ઇફ્તાર સમયે લોકો બિરયાની ખાવાનું નથી ભૂલતા પરંતુ તમને એટલી જાણ હોવી જોઇએ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ હંમેશા હળવું અને તેલ મસાલા વગરનું ભોજન લેવું જોઇએ. તો ચાલો આપણે તસવીરો થકી જાણીએ કે ઇફ્તારના સમયે શું ખાવું અને શું નહીં?

ગ્રિલ કરેલું કબાબઃ ખાવું

ગ્રિલ કરેલું કબાબઃ ખાવું

આખો દિવસ ઉપવાસ કર્યા બાદ ભૂખ લાગે ત્યારે તમે ભૂખ સંતોષવા માટે ગ્રિલ કબાબનું સેવન કરી શકો છો. તે ખાવામાં કોઇ મનાઇ નથી.

તરેલા પકૌડાઃ ન ખાવા

તરેલા પકૌડાઃ ન ખાવા

પકૌડા ડીપ ફ્રાઇ કરવામાં આવે છે અને તેમાં અનેક માત્રામાં કેલરી હોય છે. પકૌડા ના ખાઓ કારણ કે તેમાં અત્યાધિક તેલ હોવાથી તમારી છાતીમાં બળતરા થઇ શકે છે.

જ્યુસઃ પીવું

જ્યુસઃ પીવું

ફળનો રસ પીવાથી તમારી અંદર પાણીની ઉણપ પૂરી થશે અને શક્તિ પણ મળશે. તરબૂચ, કેળાનો જ્યુસ અથવા અનારનો રસ પી શકો છો.

ખાટા ફળ ના ખાઓ

ખાટા ફળ ના ખાઓ

આ દરમિયાન ખાટા ફળ ના ખાઓ, જેમકે સંતરા વિગેરે. તેનાથી એસીડિટી અને પેટમાં ગેસ થવાની પરેશાની શરૂ થઇ શકે છે.

મસાલેદાર કરીઃ ના ખાઓ

મસાલેદાર કરીઃ ના ખાઓ

મસાલેદાર કરીમાં વધુ પડતું મીઠું અને તેલ હોય છે. જેને ખાવાથી તમને એસીડિટી થઇ શકે છે અને તમને પેટ સંબંધિત સમસ્યા ઉદ્ભવી શકે છે.

સુકો મેવોઃ ખાવો

સુકો મેવોઃ ખાવો

સુકા મેવામાં ઘણી જ એનર્જી હોય છે, જેને ખાવાથી તમે આરામથી આખો દિવસ પસાર કરી શક છો અને તેને પેટ ભરીને ખાઓ.

દૂધથી તૈયાર ડેજર્ટઃ ન ખાઓ

દૂધથી તૈયાર ડેજર્ટઃ ન ખાઓ

ખીર, શીરો વિગેરે ઇફ્તારના સમયે ના લો. તેમાં ઘણી જ કેલરી હોય છે.

કબૂસ, રોટી અથવા બ્રેડઃ ખાઓ

કબૂસ, રોટી અથવા બ્રેડઃ ખાઓ

પ્રયત્ન કરો કે તમે તમારી ભૂખને બ્રેડ અથવા તંદૂરી રોટી ખાઇને શાંત કરી શકો. આ સાથે તમે હૂમુસ અથવા કબાબ વિગેરનું સેવન પણ કરી શકો છો.

ચોખા અથવા બિરયાનીઃ ના ખાઓ

ચોખા અથવા બિરયાનીઃ ના ખાઓ

ઇફ્તાર સમયે તમે બિરયાની ના ખાઓ એ ઘણું જ મુશ્કેલ છે. પરંતુ ચોખા ઘણા ભારે હોય છે અને તેમાં સ્ટાર્ચ અને મોટાપો વધારે તેવું તત્વ હોય છે. તેથી જો તમારે એ ખાવા જ હોય તો તેની માત્રા ઓછી કરી નાંખો.

English summary
There are a certain set of fasting foods for Ramzan that can contribute to weight loss. Eat healthy so that you can slim down during this month of fasting instead of getting bloated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X