For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર? ઈરફાન ખાનનો જીવ લેનાર આ બીમારીના લક્ષણો જાણો

શું હોય છે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર? ઈરફાન ખાનનો જીવ લેનાર આ બીમારીના લક્ષણો જાણો

|
Google Oneindia Gujarati News

બૉલીવુડના મશહુર એક્ટર ઈરફાન ખાન આપણી વચ્ચે નથી રહ્યા. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેઓ દાખલ હતા, ઈલાજ દરમિયાન તેમનું નિધન થયું. કોલન ઈન્ફેક્શન (Colon Infection)ની સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા હતા. તેમમને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર (Neuroendocrine Tumor) હોવાની વાત 2018માં માલૂમ પડી હતી.

what is neuroendocrine tumor

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરના ખુલાસાથી લઈ તેના ઈલાજ સુધી ઈરફાન ખાને ઘણી તાકાત અને હિમ્મત સાથે તેનો સામનો કર્યો હતો. તેમણે પોતાની આ બીમારીનો ખુલાસો પણ મોટા સાહસથી કર્યો હતો. લંડન જતા પહેલા તેમણે ટ્વીટ કરી પોતાની બીમારીનો ખુલાસો કરતા કહ્યું હતું કે, 'અનાપેક્ષિત આપણને વધુ વધવા દે છે, જે વિશે પાછલા કેટલાક દિવસોથી અંદાજા લગાવવામાં આવી રહ્યા હતા. એ જાણીને કે મને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર થયું છે. જેમ કે અત્યાર સુધી મારા માટે આ સ્વીકાર કરવું મુશ્કેલ રહ્યું છે, પરંતુ મારી આસપાસ રહેતા લોકોથી મને જે પ્રેમ અને તાકાત મળી, મને મારી અંદર જે મહેસૂસ થયું, તેનાથી મને ઉમ્મીદ મળી છે.'

શું હોય છે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર (What is Neuroendocrine tumor)

ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરમાં અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પર અસર થાય છે. અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ શરીરમાં હાર્મોનનું સંચારણ કરે છે અને તેને તંત્રિકા તંત્ર કંટ્રોલ કરે છે. ન્યૂરો એંડોક્રાઈન ટ્યૂમર એવી સ્થિતને કહેવામાં આવે છે જ્યારે તંત્રિકાઓની હોર્મોન્સ નિકળતી આ ગ્રંથીઓની કોશિકાઓ અનિયંત્રિત રૂપે વિકસિત થી જતી હોય.

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર એક દુર્લભ પ્રકારનું ટ્યૂમર છે, જે શરીરના કોઈપણ ભાગમાં હોય શકે છે. ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર મોટાભાગના મામલામાં ફેફસાં, સ્વાદુપિંડ, નાના આંતરડા, એપેન્ડિક્સ અને ગુદામાર્ગને અસર કરે છે.

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરના લક્ષણ (Symptoms of Neuroendocrine tumors)

  • પરસેવા વિના ચહેરા કે ડોકમાં ગરમી
  • ઝાડા થવાં, રાતે પણ
  • શ્વાસ લેવાની તકલીફ
  • તેજીથી હ્રદય ધબકવું
  • હાઈ બ્લડ પ્રેશર
  • થાક
  • કમજોરી
  • પેટમાં દુખાવો થવો
  • પેટ હંમેશા ભર્યું ભર્યું લાગવું
  • કારણવિના તેજીથી વજન વધવો કે ઘટવો
  • ઉધરસ
  • પગ અને ઘૂંટણમાં સોજા આવવો
  • ત્વચાના ઘાવ, પાતળી ત્વચા
  • હાઈ બ્લડ સુગર
  • સતત પેસાબ લાગવો
  • તરસ વધવી
  • ભૂખ વધુ લાગવી
  • તણાવ, ઘભરાહટ, ચક્કર, અસ્થિરતા અને બેભાન
  • તાવ અને ઉલ્ટી

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરના કારણો (Neuroendocrine tumors: Cause)

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર એક દુર્લભ બીમારી છે. કેટલાય મામલામાં આ આનુવાંશિક હોવાનું જાણવા મળ્યું છે. મતલબ કે માતા-પિતામાંથી કોઈને એકને આ બીમારી હોય તો તે સંતાનમાં આવવાનો ખતરો વધી જતો હોય છે.
આ ઉપરાંત કમજોર ઈમ્યૂનિટી વાળા લોકોમાં ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર હોવાની સંભાવના હોય ચે.
તડકો પણ ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરના કારણોમાં સામેલ હોય સકે છે. તડકામાં વધુ ફીલ્ડ વર્ક કરતા હોય તેવા લોકોને આ બીમારી થવાનો ખતરો રહે છે. અલટ્ર્યા વાયલેટ કિરણોને કારણે પણ આ બીમારી થતી હોય છે.

શું ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરને કેંસર છે?

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર કેંસરને જન્મ દે તે જરૂરી નથી. કેંસર વિના પણ આ થી શકે છે. પરંતુ છતાં પણ આ બહુ ઘાતક છે.

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરનો ઈલાજ

હવે સવાલ એ ઉઠે છે કે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરનો ઈલાજ કેવી રીતે કરી શકાય છે. આ સંપૂર્ણપણે દર્દીની સ્થિતિ અને ડૉક્ટરની સમજ પર નિર્ભર કરે છે. છતાં પણ જાણકારી માટે જણાવી દઈએ કે આ બીમારીના ઈલાજની ચાર રીત હોય છે.

1. સર્જરી

પ્રાથમિક ટ્યૂમર હટાવવા માટે સર્જરી હંમેશા એવા રોગીઓને આપવામાં આવે છે જેમને લોકલાઈજ્ડ નેટ અથવા ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર હોય.

2. ચિકિત્સા ઑન્કોલૉજી (Medical Oncology)

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર અને ઉપચાર લક્ષ્યોના પ્રકારના આધારે કીમોથેરાપી, હાર્મોન થેરાપી અથવા લક્ષિત ટારગેટિડ થેરાપી એક વિકલ્પ હોય શકે છે.

3. વિકિરણ ચિકિત્સા (Radiation therapy)

વિકિરણ ચિકિત્સાનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર ફેલાઈ ગયું હોય અથવા શરીરના એવા ભાગ સુધી પહોંચી ગયું હોય જ્યાં સર્જરી કરવી મુશ્કેલ હોય.

4. ગૌસ્ટ્રોએંટરોલૉજી (Gestroenterology)

ગૈસ્ટ્રોએંટેરોલૉજિસ્ટની જરૂરત ત્યારે હોય શકે છે જ્યારે જીઆઈ ટ્રેકમાં અવરોધને દૂર કરવા, દુખાવો કે શ્વાસ લેવાની સમસ્યાઓને દૂર કરવાની જરૂરત પડે.

Breaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષીય ઈરફાન ખાનનું નિધનBreaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષીય ઈરફાન ખાનનું નિધન

English summary
what is neuroendocrine tumor, symptoms and causes in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X