For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇપ 2 ડાયાબિટીસથી આ તમામ અંગો પર પડે છે પ્રભાવ

|
Google Oneindia Gujarati News

ટાઇપ 2 ડાયાબિટીસથી પ્રભાવિત થનાર લોકોનું બ્લડ સુગર ખુબ જ વધારે આવે છે. અને તેને નિયંત્રિત કરવું પણ ખૂબ જ મુશ્કેલ છે. જો તમને પણ ડાયાબિટીસના લક્ષણો પોતાનામાં દેખાય તો તેની બિલકુલ પણ અવગણના ના કરતા. કારણ કે તે આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ જેને પણ હોય તેને દર ત્રણ મહિને ચેકઅપ કરાવવું જોઇએ. જેથી તે યોગ્ય દવાઓ લઇને પોતાના શરીરનું ધ્યાન રાખી શકે.

ત્યારે આજે અમે તમને ટાઇટ 2 ડાયાબિટીસથી શરીરના કયા કયા અંગો પર સૌથી વધુ પ્રભાવ પડી શકે છે તે વિષે જાણાવાના છીએ. જેથી તમે આ રોગ વિષે સુવ્યવસ્થિત રીતે જાણી શકો અને તેના આ નુક્શાનથી પોતાના શરીરને બચાવવાના બનતા પ્રયાસો કરી શકો. તો વાંચો આ આર્ટીકલ અને જો તમારા પરિવારમાં કે મિત્રોમાં કોઇ આ રોગથી પીડાતું હોય તો તેને આ વિષે જાણકારી આપવાનું અને આ આર્ટીકલ શેયર કરવાનું ના ભૂલતા...

હ્યદય પર પડે છે પ્રભાવ

હ્યદય પર પડે છે પ્રભાવ

સૌથી પહેલા તે તમારા હ્યદય અને લોહીની ધમનીઓ પર પ્રભાવ પાડે છે. જો તમે તમારી મધુમેહની બિમારીનો ઇલાજ નહીં કરાવો તો 70 ટકા ચાન્સ છે કે ભવિષ્યમાં તમને સ્ટોક કે હાર્ટ અટેક આવી શકે છે.

આંખો થઇ શકે છે ખરાબ

આંખો થઇ શકે છે ખરાબ

સાથે જ તમારી આંખો પર પણ અસર થાય છે. આંખની આ બિમારીને diabetic retinopathy કહે છે. જેમાં આંખોના રેટિના સુધી પહોંચતી લોહીની ધમનીયા ખરાબ થઇ જાય છે. અને મોતિયાબિંદ અને કેટરેક્ટથી થઇ શકે છે.

કિડની

કિડની

કિડનીમાં મોટી માત્રામાં લોહીની ધમનીઓ હોય છે જે લોહીની ગંદકી સાફ કરવાનું કામ કરે છે. વધુ ડાયાબિટસ થવાના કારણે કિડની પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે. અને દર્દીને કિડની ટ્રાંસપ્લાન્ટ કરવાની જરૂર પડે છે. કે પછી ડાયાલિસિસ કરવવા જવું પડે છે.

તંત્રિકાઓ ખરાબ થઇ જાય

તંત્રિકાઓ ખરાબ થઇ જાય

શરીરમાં અત્યાધુનિક શુગર હોવાના કારણે નાની નાની કોષિકાની દિવાલો ખરાબ થવા લાગે છે. ખાસ કરીને પગની કોશિકાઓને ઓછું પોષણ મળે છે. અને પગ વધુ સુન્ન થવા લાગે છે અને તે પોતાની અનુભૂતિ કરવાની ક્ષમતા ખોઇ બેસે છે.

પગનો રાખો ખાસ ખ્યાલ

પગનો રાખો ખાસ ખ્યાલ

આ બિમારી દરમિયાન પગમાં જો કોઇ ઇજા થઇ કે પછી સંક્રમણ કે ઇન્ફેક્શન થયું તો તેની જલ્દી જ સારવાર કરવી લેવી જોઇએ. નહીં તો પગને કપાવાનો વારો આવે છે.

English summary
If you take a look below, this article explains to you some of the organs which get affected due to type 2 diabetes. Hope you wake up and take action before you lose your body to this leading disease in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X