For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પાર્ટનરની સાથે ઓછામાં ઓછો કેટલો સમય વિતાવવો જોઇએ

|
Google Oneindia Gujarati News

શું તમારા પાર્ટનરની સાથે સમય વિતાવવો, આપ બંનેની વચ્ચે સંબંધોને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ બને છે. જ્યારે પ્રેમની શરૂઆત થાય છે તો લોકો એટલા ખોવાઇ જાય છે કે તેઓ બધું જ ભૂલીને માત્ર એકબીજાની સાથે જ સમય વિતાવે છે. થોડા મહિનાઓ બાદ તેમનો પ્રેમ છૂ મંતર થઇ જાય છે અને તેઓ સામાન્ય જીવનમાં પરત આવી જાય છે.

પરંતુ જો આપ વિચારો કે સંબંધમાં સંતુલન નથી જળવાઇ રહ્યું, જ્યારે આપણે પાર્ટનરને સમય આપીએ છીએ તો કંઇક વધારે જ આપી દઇએ છીએ, અને જ્યારે નથી આપતા તો સાથે જમવા સુધીનો સમય પણ નથી હોતો. પાર્ટનરની સાથે બધો જ સમય ચોંટી રહેવું યોગ્ય નથી, અને બધો જ સમય દૂર રહેવું પણ યોગ્ય નથી.

આપ બંનેએ એવા મેસેજ કરવા જોઇએ કે જે દિવસના કેટલાંક સમયે આપ સાથે જ રહો. આના માટે, સૌથી પહેલા આપે પ્રોફેશનલ લાઇફની વચ્ચે બેલેન્સ કરવું પડશે. ત્યારબાદ પોતાના પાર્ટનરને સમજવો પડશે અને તેને સમય આપવો પડશે.

સુખી રિલેશનશિપ માટે નીચેની કાળજીઓ આવશ્યક છે...

મિત્રતા ભૂલવી નહી

મિત્રતા ભૂલવી નહી

લગ્ન પહેલા પ્રેમ થાય છે અને પ્રેમ પહેલા મિત્રતા. આપ બંને એકબીજાની સાથે હંમેશા મિત્રતાભર્યો વ્યવહાર રાખો. આપ બંને મિત્રતા ઉપરાંત, તમારા અન્ય મિત્રો પર પણ ધ્યાન આપવું જોઇએ, જેમને આપે પ્રેમમાં પડીને ભૂલાવી દીધા છે. મિત્રતાને સૌથી વધારે સમય આપવાથી આપ ખુશ રહો છો અને પાર્ટનરની સાથે પણ રિફ્રેશિંગ લાગે છે.

એક-બીજા પર વધારે નિર્ભર રહેવું નહીં

એક-બીજા પર વધારે નિર્ભર રહેવું નહીં

ઘણી વખત આપને જોવા મળે છે કે પાર્ટનર દરેક વાતમાં એક-બીજા પર નિર્ભર રહે છે. એવું ક્યારેય થવા દેવું જોઇએ નહીં.

તમારા કામો જાતે જ પાર પાડો

તમારા કામો જાતે જ પાર પાડો

તમારા કામો જાતે જ પાર પાડો, પાર્ટનર પાસેથી ચોક્કસ સલાહ લેવી પરંતુ નિર્ણય તો જાતે જ કરવો. પાર્ટનરને મહત્વ આપો, પરંતુ દરેક વાતમાં નિર્ભરતા ના બનાવવી.

બંનેને એકબીજાનો સમય જોઇએ

બંનેને એકબીજાનો સમય જોઇએ

આપ હોવ કે આપનો પાર્ટનર, બંનેને પ્રાઇવસી અને સેલ્ફ સ્પેસની જરૂરીયાત હોય છે. ઘરમાં થોડો સમય, જે આપ એકલા ખુદ પોતાની સાથે વિતાવી શકો.

દરકે વાત પર દખલગીરી કરવી નહી

દરકે વાત પર દખલગીરી કરવી નહી

આપ બંને દ્વારા એકબીજામાં વધારે પડતી દખલગીરી તમારા સંબંધોમાં ખલેલ પહોંચાડી શકે છે. સેલ્ફ કેયર પણ લાઇફમાં ખૂબ જ જરૂરી હોય છે.

બેલેન્સ બનાવી રાખવું જરૂરી

બેલેન્સ બનાવી રાખવું જરૂરી

ઘણા કપલ્સ, પોતાની લાઇફને બેલેન્સ નથી કરી શકતા, એ જ તેમની વચ્ચે તણાવનું કારણ બને છે. તમારા પ્રોફેશનને લગતા પ્રશ્નો તમારા પાર્ટનર સાથે શેર કરો, પરંતુ તમારા બંનેની વચ્ચે કોઇ ખલેલ ઊભી ના થવા દો. તેમને તેમના કેરિયરમાં સલાહ આપો. પરંતુ ક્યારેય તેમની પર તમારી મરજી થોપશો નહી. સંબંધોમાં સંતુલન આપને હંમેશા ખુશ રાખશે.

English summary
What’s a healthy amount of time you should be spending with your partner? We all know of people who dived head first into a relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X