શિયાળામાં હાથ-પગ ઠંડા કેમ પડી જાય છે? જાણો ગરમ રાખવા શું કરવુ?

શિયાળામાં ઘણી વખત તમારા હાથ-પગ એકદમ ઠંડા થઈ જાય છે. ઘણા લોકોને હાથ-પગ પર વધારે ઠંડી લાગે છે. ઘણા લોકો આમ થવા પાછળના કારણને સમજી શકતા નથી.

જ્યારે શરીર બહારનું તાપમાન ખૂબ જ ઓછું રહે ત્યારે આપણું શરીર શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ જળવાઈ રહે તેની ખાતરી કરે છે. જેથી આ અંગો પર બાહ્ય ઠંડીની અસર ઓછી થાય.

cold hands and feet

આ સ્થિતિમાં લોહીના પ્રવાહમાં ફરક આવે છે અને મહત્વપૂર્ણ અંગો ગરમ થવાથી હાથ-પગ તરફ લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. આ જ કારણ છે કે ઠંડા વાતાવરણમાં કેટલાક લોકોને હાથ-પગમાં ઠંડીનો અનુભવ થાય છે.

જો શિયાળામાં તમારા હાથ-પગ વારંવાર ઠંડા રહે તો તમારે તમારા હાથ અને પગ માટે ગરમ કપડાં પહેરવા જોઈએ. આ સિવાય આખા શરીરને ઢાંકવા માટે ગરમ કપડાં પહેરવા.

કોઈપણ વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે વ્યાયામ સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તમે સતત ઠંડીથી પરેશાન છો તો તમારે દરરોજ કસરત કરવી જોઈએ. આ સિવાય ચાલવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમારું શરીર શિયાળામાં ખૂબ ઠંડુ રહે તો આ સ્થિતીમાં ઇલેક્ટ્રિક હીટિંગ પેડનો ઉપયોગ કરી શકાય છે. આ પછી હાથ-પગમાં ગરમ ​​વસ્ત્રો પહેરવા જોઈએ.

શિયાળામાં ગરમ ​​તેલથી માલિશ કરવી સૌથી વધુ ફાયદાકારક છે. માલિશ કરવાથી આંગળીઓ અને અંગૂઠામાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી ઓક્સિજનનો પુરવઠો સુધરે છે.

કેટલાક લોકો શિયાળામાં બહુ ઓછું પાણી પીવે છે. તબીબોનું કહેવું છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે શરીરમાં પાણીની ઉણપને કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે વ્યક્તિને વધુ ઠંડી લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X