For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Skin Care : શિયાળામાં ડ્રાય સ્કીનની છુટકારો મેળવવા પીવો આ હેલ્ધી

આવા સમયે લોકો બાહ્ય ઉપચારો પર વધુ ધ્યાન આપે છે. આજે અમે તમને એવા હેલ્ધી ડ્રિંક વિશે જણાવીશું કે, જેનાથી તમે અંદરથી હાઇડ્રેડ રહેશો જેના કારણે તમારી સ્કીન મુલાયમ રહેશે.

|
Google Oneindia Gujarati News

Winter Skin Care : શિળાયાનું આગમન થઇ ચૂક્યું છે. ઠંડીની આ મોસમમાં ત્વાચાની સમસ્યા વધી જાય છે. ઠંડી હવાને કારણે ત્વચા શુષ્ક અને ખરબચડી થઇ જાય છે, ધણીવાર ત્વચામાં તિરાડો પણ પડી જાય છે અને તેમાંથી લોહી નીકળે છે. શિયાળા દરમિયાન આવી સમસ્યા લગભગ દરેક વ્યક્તિ માટે સમાન્ય બની જાય છે.

આવા સમયે લોકો બાહ્ય ઉપચારો પર વધુ ધ્યાન આપે છે. આજે અમે તમને એવા હેલ્ધી ડ્રિંક વિશે જણાવીશું કે, જેનાથી તમે અંદરથી હાઇડ્રેડ રહેશો જેના કારણે તમારી સ્કીન મુલાયમ રહેશે.

શક્ય હોય એટલું વધુ પાણી પીવું જોઇએ

શક્ય હોય એટલું વધુ પાણી પીવું જોઇએ

શિયાળામાં નિસ્તેજ દેખાતી ત્વચાનું એક કારણ ઓછું પાણી પીવું પણ છે. શિયાળામાં તાપમાન એટલું ઓછું હોય છે કે, તરસ લાગતી નથી, પરંતુ લાંબા સમય સુધી પાણી ન પીવાના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તેથી શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાની સુંદરતા માટે પણ શિયાળામાં આ હેલ્ધી બેવરેજીસનું સેવન કરવું જોઈએ. તમારે શક્ય હોય એટલું વધુ પાણી પીવું જોઇએ.

સૂપ

સૂપ

ગરમ સૂપ શિયાળામાં સારું છે. સૂપ પીવાથી પેટ સ્વસ્થ રહે છે. આ સાથે તે શરીરને હાઇડ્રેટ પણ કરે છે. ભોજન પહેલાં એક વાટકી વેજીટેબલ સૂપ પીવાથી તમે હાઇડ્રેટેડ રહેશો.

ગ્રીન જ્યુસ

ગ્રીન જ્યુસ

ફળો અને શાકભાજીમાંથી તૈયાર કરેલા જ્યુસને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાને પણ તેજ બનાવે છે. તેથી જો તમારે તમારા શરીરને સ્વસ્થ અને સુંદર બનાવવું હોય તો ગ્રીન જ્યુસ ખૂબ જ જરૂરી છે.

તમને ઇન્ટરનેટ પર ગ્રીન જ્યુસની ઘણી વેરાયટિસ મળી રહેશે. જેને તમે તમારી પસંદ પ્રમાણે પસંદ કરી શકો છો. તે ત્વચાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.

લીંબુ પાણી

લીંબુ પાણી

લીંબુ પાણી એ બનાવવા માટે સૌથી ઝડપી અને સરળ પીણું છે. લીંબુ પાણી પાચન શક્તિને યોગ્ય રાખવાની સાથે ત્વચાને પણ ફાયદો કરે છે. વિટામિન સીથી ભરપૂર આ પીણું તમને હાઈડ્રેટ પણ રાખે છે.

હર્બલ ટી

હર્બલ ટી

હર્બલ ટીના ઘણા પ્રકારો છે. ગ્રીન ટી, કેમોમાઈલ ટી, આ બધી ચા સ્વાસ્થ્યની કાળજી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તમને હાઈડ્રેટ પણ રાખશે. તમારી જરૂરિયાતો અને સ્વાસ્થ્ય અનુસાર વિવિધ હર્બલ ટી પી શકાય છે.

ઉદાહરણ તરીકે, દિવસ દરમિયાન ગ્રીન ટી પીવી ફાયદાકારક છે, જ્યારે કેમોલી ટી રાત્રે પી શકાય છે. આ સિવાય પીપરમિન્ટ ટી, હિબિસ્કસ ટી, આદુની ચા, આ બધી ચા જરૂર મુજબ પી શકાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે, કોઈપણ ચા બે કપથી વધુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

હળદરવાળુ દૂધ

હળદરવાળુ દૂધ

સોનેરી દૂધના નામથી લગભગ દરેક ઘરમાં પ્રખ્યાત હળદરવાળુ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં એક ચપટી હળદર ન માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, પરંતુ તે સારી ઊંઘ માટે પણ જરૂરી છે.

જોકે, ધ્યાનમાં રાખો કે કોઈપણ પીણું પાણીનું સ્થાન ન લઈ શકે. શિયાળામાં ત્વચાને હાઇડ્રેટ કરવા માટે પાણી પીવું જરૂરી છે.

English summary
Winter Skin Care : Drink this healthy drink to get rid of dry skin in winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X