For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Tips : શિળાયામાં શરદી કે ઉધરસ નહીં થાય, બસ દુધ સાથે પીવો આ વસ્તુ

જો અગાઉથી થોડી સાવચેતી રાખવામાં આવે તો ઠંડીમાં વારંવાર છીંક આવવાની સમસ્યાથી બચી શકાય છે. તેથી જ લાઈફસ્ટાઈલમાં અમે એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમને ક્યારેય શરદી કે ઉધરસ નહીં થાય.

|
Google Oneindia Gujarati News

Winter Tips : ગર્મી હોય કે ઠંડી બદલતા મોસમમાં હંમેશા શરદી અને ઉધરસ થવી સામાન્ય વાત છે. શિયાળામાં ઠંડીને કારણે ઘણીવાર ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને શરદી થઇ જાય છે. વર્તમાન સમયમાં તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. જે કારણે હાલ બિમારીઓનો ખતરો વધી ગયો છે. આવા સમયે તમારે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ.

milk

આવી સ્થિતિમાં જરૂરી છે કે જો અગાઉથી થોડી સાવચેતી રાખવામાં આવે તો ઠંડીમાં વારંવાર છીંક આવવાની સમસ્યાથી બચી શકાય છે. તેથી જ લાઈફસ્ટાઈલમાં અમે એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમને ક્યારેય શરદી કે ઉધરસ નહીં થાય.

દૂધમાં મિક્સ કરો અંજીર, બદામ અને કિસમિસની પેસ્ટ

દૂધમાં મિક્સ કરો અંજીર, બદામ અને કિસમિસની પેસ્ટ

શિયાળામાં તમારી જાતને અંદરથી ગરમ રાખવી અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી સૌથી મહત્વપૂર્ણ છે.

આ માટે જરૂરી છેકે, તમે રોજ ગરમ દૂધ પીવો, પરંતુ ખાલી દૂધ પીવાને બદલે વધુ સારું રહેશે કે, તમે અમારી રેસિપી ટ્રાય કરો અને દૂધ સાથે અંજીર, બદામઅને કિસમિસની પેસ્ટ ખાઓ.

આ માટે તમારે ન તો મહેનત કરવી પડશે અને ન તો તમારા ખિસ્સાનો વધુ ખર્ચ થશે. તમારે ફક્ત આઘરેલુ ઉપાય અનુસરવાની જરૂર છે.

આ રીતે બનાવો અંજીર, બદામ અને કિસમિસની પેસ્ટ

આ રીતે બનાવો અંજીર, બદામ અને કિસમિસની પેસ્ટ

  • 2 અંજીર, 5-6 બદામ અને 4-5 કિસમિસ આખી રાત પલાળી રાખો
  • સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા બાકીનું પાણી કાઢીને ધોઈ લો
  • જે બાદ તેને મિક્સરમાં નાખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો
  • આ હલવા જેવી પેસ્ટને એક ગ્લાસ ગરમ દૂધ સાથે ખાઓ.
  • દુધ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે
  • આ સાથે તમારા શરીરને અસંખ્ય ફાયદાઓ આપશે.
રોગપ્રતિકારક શક્તિ વધશે

રોગપ્રતિકારક શક્તિ વધશે

શિયાળાના ત્રણ મહિના સુધી દરરોજ અંજીર, બદામ અને સૂકી દ્રાક્ષની પેસ્ટ દૂધ સાથે ખાઓ. તમને ફરક આપોઆપ જોવા મળશે. તમે હંમેશા શરદી અને ફ્લૂથી સુરક્ષિત રહેશો.

તમારી રોગપ્રતિકારક શક્તિ પહેલા કરતા ઘણી મજબૂત બનશે. આવી સ્થિતિમાં બીમાર અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પણ, તમને કોઈ રોગ થશે નહીં.

સાઇનસમાં પણ રાહત મળશે

સાઇનસમાં પણ રાહત મળશે

જો તમને સાઇનસ છે, તો તે તમારા માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, તેનાથી તમારી વારંવાર થતી શરદી ઓછી થશે,જેના કારણે તમારી સાઇનસની સમસ્યામાં થોડી રાહત મળશે અને ધીમે ધીમે તમારી સમસ્યા જડમાંથી દૂર થઈ જશે.

English summary
Winter Tips : Mix dry fruit in a glass of milk and drink it daily, it will not cause sneezing, cold or cough
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X