શકીરાનું થયું બ્રેકઅપ, અલગ થયા બાદ આ રીતે રાખો ખુદને ખ્યાલ
જાણીતી પોપ સિંગર શકીરા તેના બોયફ્રેન્ડથી અલગ થઈ ગઈ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે બાર્સેલોનાના સ્ટાર ફૂટબોલર ગેરાર્ડ પિક સાથે છેલ્લા 12 વર્ષથી લગ્ન રિલેશનમાં હતી. બંનેના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે.
આ પહેલીવાર નથી જ્યારે લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ કોઈ કપલ અલગ થઈ ગયું હોય. ભારતમાં ઘણા સ્ટાર્સે આવું કર્યું છે. લગ્નના વર્ષો પછી પણ ઘણા યુગલો અલગ થઈ ગયા છે. તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બ્રેકઅપ પછી તમારી જાતને કેવી રીતે હેન્ડલ કરવી.

તમારી જાતને એકલા ન છોડો
સૌ પ્રથમ, તમારી જાતને એકલા ન છોડો, કારણ કે જ્યારે તમે તમારા જીવનસાથીથી અલગ થાઓ છો, ત્યારે તમે તેને વારંવાર યાદ કરોછો. તેથી તમારી જાતને ક્યારેય એકલી ન છોડો. ભલે તમને બોલવાનું મન ન થાય, પણ મિત્રો કે પરિવાર સાથે ચોક્કસ બેસો, કારણ કેજ્યારે તમે એકલા રહો છો ત્યારે તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો.

મિત્રો સાથે વાત કરો
બને તેટલા મિત્રો સાથે વાત કરો. તમારા ખાસ મિત્રોને બને તેટલો સમય આપવાની કોશિશ કરો, આના કારણે તમને તમારા બોયફ્રેન્ડપાસેથી દરરોજ મળેલી આદતનો અહેસાસ નહીં થાય અને તમે ધીમે ધીમે આ મુશ્કેલીમાંથી બહાર આવવા લાગશો.
તમારું મનપસંદ કામકરો તમને જે ગમે છે તે કરવાની આદત બનાવો, જોકે, આવા સમયે તમને કંઈ કરવાનું મન ન થાય, પરંતુ તમને જે ગમે છે તે કરવાનોપ્રયાસ કરો. તમને આનો લાભ મળશે. આ સાથે, તમે તમારા બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવાનું શરૂ કરશો.

તરત જ કોઈને ડેટ કરશો નહીં
કેટલાક લોકો સમજે છે કે, બ્રેકઅપમાંથી બહાર આવવા માટે તરત જ કોઈની સાથે ડેટિંગ કરવું એ ઉપાય હોય શકે છે, પરંતુ અમે તમનેજણાવી દઈએ કે, આવું કરીને તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો, કારણ કે સંબંધ તૂટ્યા પછી તમે નવા સંબંધને સારી રીતે નિભાવી શકતાનથી.