For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: *99# શું છે અને તેનાથી કેવી રીતે ચેક કરાય છે બેંક એકાઉન્ટ

*99# યુએસએસડી (USSD) આધારીત NPCIની ફોન બેકિંગ સર્વિસ વિષે ખબર છે નહીં તો જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

*99# યુએસએસડી (USSD) આધારીત NPCIની ફોન બેંકિગ સર્વિસ છે. આ નંબર બેંક અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને એક સાથે લાવે છે. *99# નંબરના ઉપયોગથી તમે નાણાંકીય સેવામાં મેળવી શકો છો. આ સર્વિસ GSM સેવા આપનારી અને હેન્ડસેટ પર કામ કરતી સેવા છે. આ સેવાની સૌથી સારી વાતએ છે કે તેના માટે તમારે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. સરકારે આ યોજના સામાન્ય લોકો સુધી બેંકિગ સેવા આપવા માટે શરૂ કરી છે. તો જાણો કેવી રીતે આ સેવાનો લાભ લેવો...

*99# સર્વિસનો ઉદ્દેશ

*99# સર્વિસનો ઉદ્દેશ

આ સર્વિસને લોન્ચ કરવાનો ઉદ્દેશ છે, કોમન મેન સુધી બેંકની સર્વિસ ફોન દ્વારા પહોંચાડવી. બેંકના કસ્ટમર કેયર કર્મચારી આ નંબર પર ઉપલબ્ધ રહે છે ભલને પછી તમે ક્યારેય પણ તેમને ફોન કરો.

ઇન્ટરનેટ વગર

ઇન્ટરનેટ વગર

આ સેવાનો સૌથી સારી વાત તે છે કે ઇન્ટરનેટ ના હોવા છતાં તમને આ સેવા 24/7 મળી શકે છે. આ *99# નંબર ડાયલ કરવા માટે ઇન્ટરનેટની હોવું જરૂરી નથી. આ નંબર પર રજાના દિવસે પણ કામ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સર્વિસ 24 કલાક ગ્રાહકની મદદ માટે ખડે પગે હોય છે.

સુવિધા

સુવિધા

આ સર્વિસ કોઇ પણ જીએસએમ મોબાઇલ ફોનથી *99# ડાયલ કરીને મેળવી શકાય છે. આ સર્વિસ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકે પોતાના બેંક એકાઉન્ટથી ઇન્ટરનેટ બેંકિગની સુવિધા મેળવવા માટે પોતાનો ફોન નંબર રજિસ્ટ્રર કરાવવો પડે છે. જે લોકો પહેલાથી જ ઇન્ટરનેટ બેકિંગ સેવાઓનો લાભ લઇ રહ્યા છે તેમને કોઇ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી.

કેવી રીતે ચેક કરશો?

કેવી રીતે ચેક કરશો?

  • કસ્ટમર પોતાના એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તે ચેક કરવા માટે આ નંબર ડાયલ કરી શકે છે. તે કેમ કરવું જાણો અહીં...
  • મોબાઇલથી *99# ડાયલ કરો.
  • જેવું જ તમે તે ડાયલ કરશો તમારા ફોનની સ્ક્રીન પર એક પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં બેંકનું શોર્ટ નામ ત્રણ અક્ષરમાં લખવાનું રહેશે. કે પછી IFSC કોડના શરૂવાતના ચાર શબ્દો લખવાના રહેશે.
  • જેવું તમે આ કોડ કે બેંકનું શોર્ટ નામ લખશો સ્ક્રીન પર મેન્યુ આવશે. જેમાં અનેક ઓપ્શન હશે.
  • બેલેન્સ ચેક કરવા માટે 1 નાખવો પડશે. અને પછી તેને સબમિટ કરતા તમારી બેલેન્સ ડિટેલ તમારા સ્ક્રીન એકાઉન્ટ પર આવી જશે.

{promotion-urls}

English summary
99 service has been launched to take the banking services to every common man across the country. Banking customers can avail this service by dialing *99#, a Common number.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X