For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazon 12 ધોરણ પાસ 20 હજાર લોકોને નોકરી આપશે, ઘરેથી કામ કરવાની સુવિધા મળશે

Amazon 12 ધોરણ પાસ 20 હજાર લોકોને નોકરી આપશે, ઘરેથી કામ કરવાની સુવિધા મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાઇવટ સેક્ટર પણ લૉકડાઉનના પ્રભાવથી બચી નથી શક્યું, જેના કારણે દેશમાં લાખો લોકોની રોજગારી છિનવાઇ ગઇ છે. હવે દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયાએ બેરોજગારો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. જે અંતર્ગત કંપનીએ મોટા પાયે લોકોને રોજગાર આપવાનો ફેસલો લીધો છે. આ ભરતીઓ દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવશે.

વર્ક ફ્રોમ હોમની સુવિધા

વર્ક ફ્રોમ હોમની સુવિધા

એમેઝોન ઇન્ડિયા મુજબ ભારત સહિત અન્ય દેશોમાં આગલા કેટલાક મહિનામાં કેટલાય તહેવારો અને રજા પડશે. એવામાં તેમને ઉમ્મીદ છે કે સાઇટ પર કસ્ટમર ટ્રાફિક તેજીથી વધી જશે. ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ સુવિધા સારી મળે તે માટે 20 હજાર અસ્થાયી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. આ નિયુક્તિ કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં થશે એટલે કે એમેઝોન ઇન્ડિયાના કોલ સેન્ટરમાં. એમેઝોન મુજબ તેમણે વર્ચ્યુઅલ કસ્ટમર સર્વિસ પ્રોગ્રામ અંતર્ગત ભરતી કરવાની યોજના બનાવી છે, જે કારણે કોરોના મહામારીને પગલે કર્મચારી ઘરે બેસીન કામ કરી શકે.

આ શહેરોમાં ભરતી થશે

આ શહેરોમાં ભરતી થશે

આ ભરતીઓ ઇન્દોર, ભોપાલ, નોઇડા, કોલકાતા, જયપુર, હૈદરાબાદ, પુણે, કોયમ્બતૂર, ચંદીગઢ, બેંગ્લોર અને લખનઉમાં થશે. કંપની મુજબ કર્મચારીઓએ ગ્રાહકોની શોપિંગમાં મદદ કરવી પડશે. જે અંતર્ગત તેમણે મેલ, સોશિયલ સાઇટ, ચેટ અને ફોન દ્વારા સંવાદ કરવો પડશે. જેથી આ પોસ્ટની યોગ્યતા 12 પાસ રાખી દીધી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે અપ્લાઇ કરશે, તેમને ઇંગ્લિશ, હિન્દી, તમિલ, કન્નડ અથવા તેલુગૂ ભાષામાં સારું જ્ઞાન હોવું જોઇએ.

ભવિષ્ય શું રહશે

ભવિષ્ય શું રહશે

એમેજોન અધિકારીઓ મુજબ જો અસ્થાયી પોસ્ટ પર નિયુક્ત કોઇ કર્મચારી સારું પ્રદર્શન કરે છે તો તેને સ્થાયી કરી દવામાં આવશે, પરંતુ આ ફેસલો વર્ષના અંતમાં થશે. તેમણે કહ્યું કે કંપનીનો ઉદ્દેશ્ય હાલના હાલાતને જોતા ઉમેદવારોની જોબ સિક્યોરિટીને આપવાની છે. આની સાથે જ લૉકડાઉનમાં બેરોજગાર થયેલ યુવાઓને પણ આ ભરતીથી લાભ મળશે. આ ઉપરાંત કંપની 2025 સુધી ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કેટલીય ચીજોમાં રોકાણ કરશે. જેનાથી 10 લાખ નવી નોકરીઓ મળશે.

પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થયાં, જાણો આજના રેટપેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થયાં, જાણો આજના રેટ

English summary
Amazon will hire 20 thousand unemployed in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X