For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 10 & 12 Exam 2021: બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે મહત્વનો ફેસલો લીધો, જાણો તાજા અપડેટ

CBSE 10 & 12 Exam 2021: બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે મહત્વનો ફેસલો લીધો, જાણો તાજા અપડેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ CBSE Board Exam 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રાઈવેટ ઉમેદવારો માટે ધોરણ 10 અને 12માની પરીક્ષાને લઈ જબરો ફેસલો લીધો છે. સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન અરજી પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ વધારી દીધી છે. જે વિદ્યાર્થીઓએ હજી સુધી સીબીએસઈ બોર્ડ પરીક્ષા માટે અપ્લાઈ નથી કર્યું તેઓ, નવ ડિસેમ્બર સુધી પોતાની અરજી જમા કરાવી શકે છે. આના માટે વિદ્યાર્થીઓએ CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર એપ્લિકેશન ફોર્મ જમા કરાવવું પડશે.

10th exam

આ ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સૂચના આપી કે જે વિદ્યાર્થીઓએ પોતાની એપ્લિકેશન ફોર્મ પહેલેથી જ જમા કરાવી દીધી છે, તેઓ પોતાના ફોર્મમાં 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી સુધારો કે બદલાવ કરી શકે છે.

સીબીએસઈ દ્વારા જાહેર સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું કે, પ્રાઈવેટ ઉમેદવારોના ડેટા જમા કરાવવાની છેલ્લી તારીખ બાદ કેટલાક ઉમેદવારોએ ડેટામાં સુધાર અને અંતિમ તિથિ વધારવાનો અનુરોધ કર્યો હતો. ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અનુરોધને જોતાં, ઉમેદવારના ફોર્મ સબમિટ/ કરેક્શન માટે લિંક અને ઉમેદવારોની પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા ફરીથી ખોલવામાં આવી રહી છે.

જૂનિયર એન્જીનિયરના 200થી વધુ પદ પર ભરતી નિકળી, જાણો ડિટેલજૂનિયર એન્જીનિયરના 200થી વધુ પદ પર ભરતી નિકળી, જાણો ડિટેલ

આ 5 સ્ટેપમાં ફોર્મ ફરો

  • એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર જાઓ.
  • બીજા સ્ટેપમાં પ્રાઈવેટ વિદ્યાર્થીઓ માટે cbse એક્ઝામ ફોર્મ 2020ની લિંક પર જઈ ક્લિક કરો.
  • જે બાદ તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલી જશે. અહીં તમારી પાસે તમારા રોલ નંબર સહિત અન્ય જાણકારીઓ માંગવામાં આવશે.
  • અહીં તમારે ફોર્મ ભરી ફી ચૂકવણી કરવી પડશે. જે બાદ તમારી એપ્લિકેશન ફોર્મ પૂરી થઈ જશે.
  • પાંચમા સ્ટેપમાં તમે હાર્ડ કોપી સેવ કરીને રાખી શકો છો.
English summary
CBSE 10 & 12 Exam 2021: Board takes important decision for standard 10 and 12 exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X