CBSE Board Exams 2021 Latest Update: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે?

CBSE Board Exams 2021 Latest Update: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે?

નવી દિલ્હીઃ CBSE Board Exam 2021 Latest Updates: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે ધોરણ 10 અને 12 માટે આગામી સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈ જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું આયોજન નહિ કરાય. અગાઉ જ્યાં જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં પરીક્ષા શરૂ થઈ જતી હતી, આ વખતે એવું નહિ થાય.

ramesh pokhariyal

ફેબ્રુઆરી બાદ બોર્ડ પરીક્ષા શક્ય

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક મંગળવારે શિક્ષકો સાથે ઓનલાઈન સંવાદ દરમ્યાન દેશભરના શિક્ષકો સાથે ચર્ચા કરી. આ દરમ્યાન એક ટીચરે શિક્ષણ મંત્રીની પૂછ્યું કે શું બોર્ડની પરીક્ષા 3 મહિના મોડી યોજી શકાય. તો જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે આપણા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત ના કરી શકીએ. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે કોરોના વાયરસના કારણે આ વખતે જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં પરીક્ષા શક્ય નથી. ફેબ્રુઆરી બાદ પરીક્ષાનું આયોજન કરાશે પરંતુ તેના પર વિચાર વિમર્શ ચાલુ રહેશે.

બોર્ડની એક્ઝામ ઑફલાઈન જ થશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે હાલ ફેબ્રુઆરી સુધી બોર્ડની પરીક્ષા નહિ થાય. જ્યારે રમેશ પોખરિયાલ નિશંકને પૂછવામાીં આવ્યું કે અભ્યાસ ઓનલાઈન કરાઈ રહ્યો છે તો પરીક્ષા ઑનલાઈન કેમ ના કરી શકાય? જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો કે હજી પણ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી ટેક્નોલોજી નથી પહોંચી શકી. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે ઈન્ટરનેટ અથવા સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યૂટરની સુવિધા નથી. એવામાં બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન ના કરી શકાય. સરકાર પરીક્ષાનું આયોજન ઑફલાઈન જ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X