For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોરણ 10-12ની રીપીટર પરિક્ષાની તારીખ જાહેર, 1 જુલાઇથી લેવાશે પરિક્ષા

કોરોના મહામારીના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. હવે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા માટે હવે બોર્ડે ટાઇમ ટેબલની જાહેરાત કરી છે. ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. હવે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા માટે હવે બોર્ડે ટાઇમ ટેબલની જાહેરાત કરી છે. ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરાશે.

Exam

સરકારે રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોરોના પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

Exam
વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં 20થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવશે નહી. પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરાશે. ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ 25 દિવસ બાદ તમામ વિષયોની નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, ધોરણ-10ના રrપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે પરિક્ષા લેવામાં આવશે.
English summary
Date of repeater examination of standard 10-12 announced, examination will be held from 1st July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X