For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Admission 2021 : જુલાઈના અંત સુધીમાં આ યુનિવર્સિટીમાં એડમીશન પ્રકિયા શરૂ થશે

દિલ્હી યુનિવર્સીટી જુલાઈના આખરી કે પછી ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકે છેવ

|
Google Oneindia Gujarati News

કોરોનાને લઈને દેશભરમાં શિક્ષણ પર ખૂબ જ માઠી અસર પડી છે. આ સતત બીજુ વર્ષ છે કે જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ દ્વારા કામ ચલાવવું પડી રહ્યું છે. કેટલીય સંસ્થાઓમાં એડમિશનમાં મોડુ થઈ રહ્યું છે ત્યારે હવે દિલ્હી યુનિવર્સીટી જુલાઈના આખરી કે પછી ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ વર્ષે કોરોનાને કારણે એડમિશનની પ્રક્રિયા ઓનલાઇન રહેશે.

Delhi University

દિલ્હી યુનિવર્સીટીના એડમિશન અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આવતા 10 દિવસોમાં શરૂ થઈ શકે છે. અંડર ગ્રેજ્યુએશન માટે જુલાઈના અંત સુધિમાં પ્રક્રિયા શરૂ થઈ જશે. આ વર્ષે પણ મેરીટના આધારે જ એડમિશન અપાશે. ઉલ્લેખનિય છે કે પહેલા દિલ્હી યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ યુનિવર્સિટીઓની કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ દ્વારા એડમિશન આપવાનું વિચારાઈ રહ્યુ હતુ.

જો કે હવે દિલ્હી યુનિવર્સિટી આ મુદ્દે આશ્વસ્ત નથી. આ મુદ્દે યુજીસીના નિર્ણય યુજીસીના નિર્ણય પર આધાર રાખશે. દિલ્હી યુનિવર્સિટીમાં પાછળના વર્ષે 3 લાખ 50 હજારો લોકોએ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો માટે ફોર્મ ભર્યા હતા. આ સંખ્યા 2019 માં 2 લાખ 50 હજાર હતી. સિમિત સીટના કારણે યુનિવર્સિટીનું મેરીટ સામાન્ય રીતે 100 ટકા સુધી રહે છે.

English summary
Delhi University may conduct admission process in late July or early August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X