For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટમાં નોકરી શોધી રહેલા લોકો માટે ગુડ ન્યૂજ, PhonePeએ કાઢી બંપર ભરતી

કોરોના સંકટમાં નોકરી શોધી રહેલા લોકો માટે ગુડ ન્યૂજ, PhonePeએ કાઢી બંપર ભરતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કરોના વાયરસ લૉકડાઉનને પગલે દેશને આર્થિક રૂપે ઘણું નુકસાન થયું છે, કેટલીય કંપનીઓ મજબૂર થઈ પતાના કર્મચારીઓની છંટણી કરી રહી છે. એવા સમયમાં જ્યારે લોકોની નોકરી જઈ રહી છે અને તે દરમિયાન ડિજટલ વૉલેટ કંપની ફોનપેએ બંપર ભરતી કાઢવાનું એલાન કર્યુ છે. ઑનલાઈન શૉપિંગ કંપની ફ્લિપકાર્ટના સ્વામિત્વવાળા ડિજિટલ ચૂકવણી પ્લેટફોર્મ ફોનપે પોતાના વ્યાપારને વધુ વિસ્તૃત કરી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ ફોનપેએ આ વર્ષે 550 લોકોની નયુક્તિની ઘોષણા કરી છે.

ગૂગલપે અને પેટીએમને ટક્કર આપે છે

ગૂગલપે અને પેટીએમને ટક્કર આપે છે

ભારતીય બજારમાં પહેલા હાજર રહેલા ગૂગલપે અને પેટીેમની પ્રતિદ્વંદ્વી કંપની ફોનપેએ લૉકડાઉન દરમિયાન પણ પોતાના કર્મચારીઓનો પગાર કાપ્યો નથી. આની સાથે જ ફોનપે આ મહિને કર્મચારીઓમાં અપ્રેલ પ્રોસેસ શરૂ કરવા જઈ રહ્યું છે, ઉમ્મીદ છે કે કંપનીમાં કામ કરનારાઓની સેલેરીમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વર્તમાનમાં કંપનીની સાથે 1800 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે પરંતુ હવે ફોનપેની યોજના છે કે 20થી 30 ટકા કર્મચારીઓને વધુ જોડવામાં આવે.

આ પદો પર ભરતી થશે

આ પદો પર ભરતી થશે

ફોનપે સંસ્થાપક અને સીટીઓ રાહુલ ચારીએ જણાવ્યું કે કંપનીએ પાછલા બે મહિનામાં કર્મચારીઓની નિયુક્તિમાં તેજી કરી છે. તેમણે કહ્યું કે, જેવું કે તમે બધા જાણો છો આ સમય ગંભીર છે અને સારા લોકોની પણ નોકરી જઈ રહી છે, માટે બજારમાં મોટો પૂલ જોવા મળી રહ્યો છે. વર્ષના અંત સુધીમાં અમે એન્જીનિયરિં, કોર્પોરેટ ફંક્શંસ, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગમાં લોકોની ભરતી કરશું.

ફ્લિપકાર્ટે 9 કરોડ ડૉલરનું રોકાણ કર્યું

ફ્લિપકાર્ટે 9 કરોડ ડૉલરનું રોકાણ કર્યું

જણાવી દઈએ કે ફોનપે, વૉલેટ અને યૂપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા અને પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. વર્તમાનમાં કંપનીએ 183 બ્રાન્ડ્સ માટે મિની ડિજિટલ સ્ટોર બનાવી રાખ્યા છે. આ ઉપરાંત યૂઝર ફોનપે એપના માધ્યમથી નાણાકીય ઉત્પાદન પણ ખરીદી શકે છે. આ વર્ષે એપ્રિલમાં ફ્લિપકાર્ટે ફોનપેમાં 9 કરોડ ડૉલરનું રોકાણ કર્યું હતું. જેની સ્થાપના ડિસેમ્બર 2015માં સમીર નિગમ અને રાહુલ ચારીએ કરી હતી. ફોનપે એપ ઓગસ્ટ 2016માં લાઈવ થયું અને યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર નિર્મિત પહેલી ચૂકવણી એપ હતી.

UPSCની પ્રીલિમ્સ અને મેઈન્સ પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે પરીક્ષાUPSCની પ્રીલિમ્સ અને મેઈન્સ પરીક્ષાની તારીખોનુ એલાન, જાણો ક્યારે છે પરીક્ષા

English summary
Good News for an unemployed, bumper vacancy in PhonePe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X